આ સરળ રીતે કરો Whatsapp ને ક્લીન, બચશે મોબાઈલ સ્ટોરેજ

આપણે સામાન્ય રીતે Whatsapp ચેટમાં ફોટા, વિડિઓઝ અને દસ્તાવેજો જેવી નકામી ચીજોને ડિલીટ કરતાં નથી તેથી વોટ્સએપ અટકી જાય છે.  આજે અમે તમને જણાવીશું કે વોટ્સએપમાંથી બિનજરૂરી ડેટા કેવી રીતે ક્લીન(Clean) કરવો.

આ સરળ રીતે કરો Whatsapp ને ક્લીન, બચશે મોબાઈલ સ્ટોરેજ
આ સરળ રીતે કરો Whatsapp ને કરો ક્લીન

આજકાલ સ્માર્ટફોનમાં Whatsapp નો ઉપયોગ સતત વધી રહ્યો છે. જો કે ઘણી વાર આપણે જોઈ શકીએ છીએ કે આપણું વોટ્સએપ અટકી રહ્યું છે અથવા ધીમો રિસ્પોન્સ આપે છે. તેવા સમયે આપણે વિચારીએ છીએ કે આ સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય છે. આપણે સામાન્ય રીતે Whatsapp ચેટમાં ફોટા, વિડિઓઝ અને દસ્તાવેજો જેવી નકામી ચીજોને ડિલીટ કરતાં નથી તેથી વોટ્સએપ અટકી જાય છે.  આજે અમે તમને જણાવીશું કે વોટ્સએપમાંથી બિનજરૂરી ડેટા કેવી રીતે ક્લીન(Clean) કરવો.

વોટ્સએપમાં આ સુવિધાને કેવી રીતે ડિસેબલ કરશો ?

વોટ્સએપના સ્ટોરેજની સાથે જ ફોનનું સ્ટોરેજ પણ વધે છે. આ સ્ટોરેજ વધતાં જ ફોન ધીરે કામ કરવાનું શરૂ કરે છે. તેથી તમે વોટ્સએપમાં ઓટો સેવ મીડિયા ફાઇલોના વિકલ્પને બંધ(ડિસેબલ) કરી શકો છો. જેના  પછી ફક્ત તમારે  જોઈતી મીડિયા ફાઇલ તમારા ફોનમાં સેવ થશે અને ફોનમાં સ્પેશ વધશે.

વોટ્સએપ કેવી રીતે ક્લીન(Clean) કરવું  

1. સૌ પ્રથમ ઓપન વોટ્સએપ અને સેટિંગ્સ પર જાઓ.

2. પછી ડેટા અને સ્ટોરેજ યુઝ પર ટેપ કરો.

3. અહીં સ્ટોરેજ યુઝનો વિકલ્પ નીચે દેખાશે.

4. તમે સ્ટોરેજ યુઝ પર ટેપ કરતાની સાથે જ બધી ચેટ્સનું લીસ્ટ દેખાશે.

5. અહીં તમે ચકાસી શકો છો કે કઈ ચેટમાં કેટલું સ્ટોરેજ વપરાય છે.

6. આ કર્યા પછી, ચેટ પર ટેપ કરો કે જેમાંથી તમે આઇટમ્સ ડિલીટ કરવા માંગો છો તે કરો.

7. તેની બાદ ફોટા સહિત તમામનું લીસ્ટ તમારી સામે દેખાશે.

8. હવે આ લીસ્ટમાં તમારા ઉપયોગમાં ન આવે તેને ડિલીટ કરી નાખો.

9. આની સાથે તમારો વોટ્સએપ ક્લીન(Clean) થઈ જશે અને સ્પેશ પણ વધશે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati