WhatsApp એ ભારતમાં બેન કર્યા 18.58 લાખ એકાઉન્ટ, કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ  કરવામાં આવી કાર્યવાહી

વોટ્સએપે 18.58 લાખ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. યુઝરની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ યુઝર્સે આઈટી નિયમનો ભંગ કર્યો છે.

WhatsApp એ ભારતમાં બેન કર્યા 18.58 લાખ એકાઉન્ટ, કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ  કરવામાં આવી કાર્યવાહી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 11:46 PM

મોબાઈલ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે (WhatsApp) કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. વોટ્સએપે તેના ફરિયાદ વિભાગ દ્વારા યુઝર્સ તરફથી મળેલી ફરિયાદોના આધારે જાન્યુઆરીમાં 18.58 લાખ ભારતીય વોટ્સએપ યુઝર્સને પ્રતિબંધિત કર્યા છે. વોટ્સએપને 495 ભારતીય ખાતાઓ વિરુદ્ધ ફરિયાદો મળી હતી, જેમાં 285 એકાઉન્ટને પ્રતિબંધિત કરવાની અપીલ કરવામાં આવી હતી. તેમાંથી 24 પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 18.58 લાખ એકાઉન્ટમાંથી મોટાભાગનાને કંપનીએ તેની એપ અને સંસાધનો દ્વારા ગેરવર્તણૂકના આધારે પ્રતિબંધિત (Ban) કરી દીધા હતા.

વોટ્સએપ દ્વારા પ્રતિબંધિત ખાતાઓનો ડેટા પણ શેર કરવામાં આવ્યો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા કોડ ઑફ કન્ડક્ટ) નિયમો, 2022 હેઠળ, WhatsApp ઇન્ડિયાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અમારી રિપોર્ટ્સ સુવિધા દ્વારા યુઝર્સ પાસેથી પ્રાપ્ત થયેલ છે. કંપની ભારતીય ખાતાઓની ઓળખ 10 અંકના મોબાઈલ નંબર પહેલા +91 ના આઈએસડી કોડ દ્વારા કરે છે.

2021માં 20 લાખથી વધુ એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ

વોટ્સએપ મેસેજિંગ એપે ઓક્ટોબર 2021માં પણ 20 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મેટાની માલિકી ધરાવતી એપ્લિકેશને અહેવાલ આપ્યો હતો કે તેણે નવા IT નિયમો 2021 ના ​​પાલનમાં ઓક્ટોબરમાં ભારતમાં 20 લાખ કરતાં વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વોટ્સએપને પણ તે જ મહિનામાં 500 ફરિયાદો મળી હતી અને તેમાંથી માત્ર 18 પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે નવા IT નિયમો 2021 અનુસાર તેણે ઓક્ટોબર મહિના માટે તેનો 5મો માસિક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. યુઝર્સની ફરિયાદોની વિગતો અને વોટ્સએપ દ્વારા કરવામાં આવેલ સંબંધિત કાર્યવાહીની સાથે સાથે વોટ્સએપની પોતાની નિવારક કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધુ યુઝર્સ

પ્રવક્તા વતી જણાવવામાં આવ્યું છે કે માસિક રિપોર્ટમાં એવું નોંધવામાં આવ્યું છે કે વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં 20 લાખથી વધુ એકાઉન્ટને પ્રતિબંધિત કર્યા છે. ભારતમાં વોટ્સએપના 400 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે.

કંપનીએ તેના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે, સોશિયલ નેટવર્કની દિગ્ગજ કંપનીએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો 2021, ના અનુપાલનમાં 1 થી 31 ઓક્ટોબર સુધી ફેસબુક માટે 13 નીતિઓમાં 18.8 મિલિયન કરતાં વધુ કન્ટેન્ટ અને 12 નીતિઓમાં 3.07 મિલિયન કરતાં વધુ કન્ટેન્ટ પર કામ કર્યું.

વોટ્સએપ સુરક્ષા પર કરે છે ફોકસ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સ માટે દરરોજ નવા ફીચર્સ અને અપડેટ્સ લાવે છે. તે જ સમયે, કંપની સુરક્ષા પર પણ ધ્યાન આપે છે, જેથી વપરાશકર્તાઓનો ડેટા અને વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહે. આવી સ્થિતિમાં, કંપની કેટલીકવાર કેટલાક ખોટા અથવા નકલી એકાઉન્ટ્સને લઈને કડક પગલાં લે છે.

આ પણ વાંચો :  ભારતીયોની વાપસી: યુદ્ધના ધોરણે વતન પરત ફરશે નાગરિકો, યુક્રેન અને રશિયાની ખાર્કિવ-બેલગોરોડ બોર્ડર ખોલવા મથામણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">