તમારું WhatsApp કરી લો તરત જ અપડેટ નહીં તો થઈ જશે આ મોટું નુકસાન!

તમારું WhatsApp કરી લો તરત જ અપડેટ નહીં તો થઈ જશે આ મોટું નુકસાન!

વોટસએપનો ઉપયોગ કરનારાએ સાવધાને થઈ જવાનો વારો આવ્યો છે. વોટસએપ દ્વારા ચેતવણી આપીને લોકોને તરત જ વોટસએપ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. વોટસએપનો ઉપયોગ કરનારા લોકોને સાવધાન થવાનો સમય આવી ગયો છે. કારણ કે માત્ર એક જ મિસકોલ દ્વારા તમારો ડેટા ચોરાઈ શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઈઝરાયલના સ્પાયવેરની મદદથી એક […]

TV9 WebDesk8

|

May 14, 2019 | 11:13 AM

વોટસએપનો ઉપયોગ કરનારાએ સાવધાને થઈ જવાનો વારો આવ્યો છે. વોટસએપ દ્વારા ચેતવણી આપીને લોકોને તરત જ વોટસએપ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

વોટસએપનો ઉપયોગ કરનારા લોકોને સાવધાન થવાનો સમય આવી ગયો છે. કારણ કે માત્ર એક જ મિસકોલ દ્વારા તમારો ડેટા ચોરાઈ શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઈઝરાયલના સ્પાયવેરની મદદથી એક વોટસએપ કોલની મદદથી તમારો કેમેરા અને ફોનને હેક કરી શકાય છે. આ હેકિંગમાં લોકેશન ડેટા સાથે ઈમેઈલનો ડેટા પણ ચોરાઈ શકે છે.

વોટસએપ વપરાશકારોને તાત્કાલિક અપડેટ કરવા સલાહ

આ પણ વાંચો: 4 બિમારીનો એક ઈલાજ, નહીં જવું પડે ડૉક્ટરની પાસે, વાળની સમસ્યાથી લઈને હાર્ટ અટેકની બિમારીનો તમારા ઘરમાં જ છે સરળ ઉપાય

વોટસએપ દ્વારા તાત્કાલિક પગલા લઈને આ બાબતે કામ કરવામાં આવ્યું છે પણ જો અપડેટ નહીં કરવામાં આવે તો આ ખતરો બની રહેશે. વોટસએપ દ્નારા કહેવામાં આવ્યું છે કે અમે લોકોને વોટસએપનું નવું વર્ઝન ડાઉનલોડ કરવાની અપીલ કરી રહ્યાં છીએ. લોકોએ પોતાનું વોટસએપ અપડેટ રાખવું જોઈએ. ડેટાની સુરક્ષાને લઈને વોટસએપ અપડેટ કરવું જોઈએ.

આ વોટસએપને હેક કરવાનો આરોપ ઈઝરાયલના એનએસઓ ગ્રૂપ પર કરવામાં આવી રહ્યો છે પણ તે ગ્રુપે આવી કોઈપણ પ્રવૃતિને લઈને ઈનકાર કરી દીધો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati