બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે વાત કરવી છે? બસ ખર્ચવાના છે 149 રૂપિયા

ફક્ત 149 રૂપિયામાં તમારી પાસે અમિતાભ બચ્ચન દ્વારા પસંદ કરવામાં આવેલા કન્ટેન્ટ પહોંચી જશે. તમે તેમના જીવનની વાર્તા, તેમના પિતાની કવિતાનું પઠન અને બાકીના કન્ટેન્ટનું એક્સેસ પણ મેળવી લેશો.

બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે વાત કરવી છે? બસ ખર્ચવાના છે 149 રૂપિયા
Alexa introduced 'Amit Ji'

મોટેભાગના ભારતીયોએ પોતાના જીવનકાળમાં એકવાર તો સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) મળવાનું સપનું જોયુ જ હશે. તો શું થયુ કે તમે એમને મળી નથી શક્યા. કારણ કે હવે તમે એક ડિવાઇસના માધ્યમથી અમિતાભ બચ્ચન સાથે વાત કરી શકો છો અને પોતાના સવાલોના જવાબો પુછી શકો છો. એમેઝોને (Amazon) જાહેરાત કરી છે કે, ભારતનું પહેલુ સેલિબ્રિટી વોઇસ ફિચરીંગ અમિતાભ બચ્ચન આજથી એલેક્સા (Alexa) પર ઉપલબ્ધ થઇ ચૂક્યા છે.

 

ભારતીય યૂઝર્સ હવે બચ્ચનના અવાજને ઇકો સ્માર્ટ ડિસ્પ્લે અને સ્પીકર્સમાં જોડી શકે છે. હાલમાં આ ફિચર ફક્ત એન્ડ્રોઇડ પર જ કામ કરશે. તમને ઇકો ડિવાઇસ ફીચરને એક્ટિવેટ કરવા માટે, દર વર્ષે 149 રૂપિયાની ઇંટ્રોડક્ટ્રી કિંમત ચુકાવવી પડશે. તમારે એલેક્સાને ફક્ત એક કમાન્ડ આપીને કહેવાનું હશે કે, એલેક્સા એમિતાભ બચ્ચન સાથે મારો પરિચય કરાવો અને પછી અમિતજી શબ્દનો ઉપયોગ કરીને તેમની સાથે વાતચીત કરી શકાશે.

 

ફક્ત 149 રૂપિયામાં તમારી પાસે અમિતાભ બચ્ચન દ્વારા પસંદ કરવામાં આવેલા કંટેન્ટ સુધીની પહોંચ હશે. તમે તેમના જીવનની વાર્તા, તેમના પિતાની કવિતાનું પઠન અને બાકીના કંટેન્ટનું એક્સેસ પણ મેળવી લેશો. આ સિવાય યૂઝર્સ અમિતજી ને તેમના માટે ગીત વગાડવા, અલાર્મ સેટ કરવા અને વાતાવરણ વિશેની અપડેટ મેળવવા માટે પણ કહી શકે છે. તમે ગુજરાતીમાં આ કહીને કમાન્ડ આપી શકો છો કે, અમિત જી, સિલસિલાના ગીતો વગાડો. આટલુ જ નહીં તમે તમારા બર્થ ડે પર તમને વિશ કરવા માટે પણ તેમને કહી શક્શો.

 

Amazon એપમાં આ રીતે એડ કરો અમિતજીનો અવાજ

1. સૌથી પહેલા એલેક્સાને કમાન્ડ આપો અને અમિતજી સાથે ઇન્ટ્રો કરાવવા કહો.
2. હવે એલેક્સા દ્વારા આપવામાં આવતા ઇંસ્ટ્રક્શનને ધ્યાનથી સાંભળો.
3. હવે એલેક્સાને કહો, ઇનેબલ અમિત જી.
4. હવે તમારી એમેઝોન એપમાં જઇને એલેક્સા સેક્શન પર ક્લિક કરો.
5. હવે સેટિંગ્સમાં જઇને એલેક્સા સેક્શન પર ક્લિક કરો અને પછી અમિત જી વેક વર્ડને ઇનેબલ કરો.
6. ઇનેબલ કર્યા બાદ તમે અમિત જી ને કોઇ પણ કમાન્ડ આપી શકો છો.

 

આ પણ વાંચો –

Jan Ashirwad Yatra : કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડી તેલંગાણાના પ્રવાસે, તિરુપતિના SVIMS વેક્સિનેશન સેન્ટરની કરી મુલાકાત

આ પણ વાંચો –

Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત

આ પણ વાંચો –

રક્ષાબંધનના પર્વએ બહેનની ભેટ માટે મૂંઝવણ અનુભવી રહ્યા છો? હમણાં આપેલી આ ભેટ ભવિષ્યમાં બહેન માટે સંકટમોચન સાબિત થઈ શકે છે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati