કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી YouTubeના માધ્યમથી કમાય છે પ્રતિ માસ 4 લાખ, જાણો કેવી રીતે ?

કોરોના કાળ દરમિયાન તેમણે કુકિંગ સ્ટાર્ટ અપ કર્યુ, તેઓ યુટ્યુબ પરથી જોઇ જોઇને રસોઇ બનાવે છે. આ સિવાય વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે અલગ અલગ દેશોમાં ભાષણ પણ આપ્યુ.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી YouTubeના માધ્યમથી કમાય છે પ્રતિ માસ 4 લાખ, જાણો કેવી રીતે ?
Union Minister Nitin Gadkari earns Rs 4 lakh per month through YouTube

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) પોતાના કામને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. ઇન્ટરવ્યૂમાં તેમણે આપેલા બોલ્ડ સ્ટેટમેન્ટ્સ સમાચારોની હેડલાઇન્સ બની જાય છે. ગુરુવારે નીતિન ગડકરીએ દિલ્લી-મુંબઇ એક્સપ્રેસ-વે ના નિર્માણ કામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે લોકોને સંબોધન પણ કર્યુ હતુ. પોતાના સંબોધન દરમિયાન નીતિન ગડકરીએ જણાવ્યુ કે તેઓ યુટ્યુબના (Youtube) માધ્યમથી દર મહિને 4 લાખ રૂપિયા કમાય છે.

તેમણે જણાવ્યુ કે કોરોના કાળ દરમિયાન તેમણે કુકિંગ સ્ટાર્ટ અપ કર્યુ, તેઓ યુટ્યુબ પરથી જોઇ જોઇને રસોઇ બનાવે છે. આ સિવાય વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે અલગ અલગ દેશોમાં ભાષણ પણ આપ્યુ. આ દેશોમાં જર્મની, ન્યૂઝીલેન્ડ અને અમેરીકા જેવા ઘણા દેશો સામેલ છે.

યુટ્યુબ ચેનલથી કમાઇ છે 4 લાખ

તેમણે જણાવ્યુ કે તેમને દર મહિને 4 લાખ રૂપિયા ફક્ત યુટ્યુબમાંથી મળે છે. કારણ કે તેમના ભાષણના વીડિયોઝ યુટ્યુબ પર હોય છે અને લોકો તેને ખૂબ જુએ છે. યુટ્યુબ પર જો કોઇ વીડિયોને સારા વ્યૂઝ મળે છે અને તે પોતાની ચેનલ પર સતત કન્ટેન્ટ પોસ્ટ કરતા રહે છે અને જો યુટ્યુબના નિયમો પ્રમાણે વીડિયોઝ પર વ્યૂઝ આવે છે તો યુટ્યુબ તે ચેનલને મોનેટાઇઝ કરી દે છે અને વ્યૂઝ ના બદલામાં પૈસા ચૂકવે છે

પોતાના આ સંબોધન દરમિયાન તેમણે પોતાના જીવનનો એક કિસ્સો પણ લોકો સાથે શેયર કર્યો હતો. તેમણે કહ્યુ કે જ્યારે તેમને નવા નવા લગ્ન થયા હતા ત્યારે તે એક રોડ બનાવડાવી રહ્યા હતા. ત્યારે તેમણે પોતાના સસરાના ઘર પર બુલડોઝર ચલાવડાવી દીધુ હતુ. તેમણે આ વિશે પોતાની પત્નિને જણાવ્યુ પણ ન હતુ.

આ પણ વાંચો –

Viral Video: સાળી, જીજાજી અને સેટીંગ વચ્ચે બહેને બોલાવ્યા સપાટા, ચાલું ઈન્ટરવ્યુમાં હાઈ વોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો –

Airforceનાં ભાથામાં ઉમેરાશે ઘાતક 24 મિરાજ 2000, પાકિસ્તાનમાં ઘુસીને વેર્યો હતો વિનાશ, જાણો કેટલા ખતરનાક છે આ વિમાન

આ પણ વાંચો –

Virat Kohli: કોહલીની કેપ્ટનશીપ દરમ્યાન T20 માં ખૂબ ચમક દમકમાં રહી ટીમ ઇન્ડીયા, કોહલીએ બેટથી પણ બતાવ્યો દમ, આવો રહ્યો છે રેકોર્ડ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati