ટ્વિટરના નવા માલિક એલોન મસ્કના આવ્યા પછી ટ્વિટરમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે, ત્યારે હવે એલોન મસ્કે ટ્વિટર ઓફિસમાં પણ ફેરફાર કર્યા છે. અહેવાલો અનુસાર, મસ્કે ટ્વિટરના સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરમાં કેટલીક ઓફિસ સ્પેસને બેડરૂમમાં રૂપાંતરિત કરી દીધા છે. ઓફિસ સ્પેસમાં બનેલા બેડરૂમની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી શેર કરવામાં આવી રહી છે. તેઓએ એવા કર્મચારીઓ માટે સ્પેસમાં ફેરફાર કર્યો છે જેઓ નવા વર્ક કલ્ચરને કારણે કામ કરતાં થાકી જાય છે અને ઘરે જવાનો સમય નથી મળતો.
જોકે, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થયા બાદ તેણે સાન ફ્રાન્સિસ્કો ડિપાર્ટમેન્ટ ઑફ બિલ્ડિંગ ઇન્સ્પેક્શનનું ધ્યાન પણ ખેંચ્યું છે. બિલ્ડિંગ હાલમાં માત્ર કોમર્શિયલ કામ માટે જ નોંધાયેલ હોવાથી ફર્મની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
બીબીસીના રિપોર્ટર જેમ્સ ક્લેટને ટ્વિટર પર આ બેડરૂમના ફોટા શેર કર્યા છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે બેડરૂમને ન્યૂનતમ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે આ ટ્વિટરની અંદરની તસવીરો છે. કર્મચારીઓના સૂવા માટે આ રૂમને બેડરૂમમાં ફેરવી દેવામાં આવ્યો છે. કપડાં સાફ કરવા માટે તેમાં વોશિંગ મશીન પણ લગાવવામાં આવ્યું છે.
NEW: The BBC has obtained pictures of inside Twitter – rooms that have been converted into bedrooms – for staff to sleep in.
The city of San Francisco is investigating as it’s a commercial building. pic.twitter.com/Y4vKxZXQhB
— James Clayton (@JamesClayton5) December 7, 2022
જોકે, તે કોમર્શિયલ બિલ્ડિંગ હોવાથી તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તસવીરમાં કપડા દેખાય છે જ્યારે એક તસવીરમાં સોફા સિંગલ બેડમાં બદલાતો દેખાય છે.
This is apparently a newly installed washing machine – so staff can wash their clothes pic.twitter.com/sp9qsoPfzq
— James Clayton (@JamesClayton5) December 8, 2022
ફોર્બ્સના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બિલ્ડિંગના દરેક ફ્લોર પર ચારથી આઠ બેડરૂમ તૈયાર કરવામાં આવ્યા છે.
There are also multiple pictures of sofas set up as beds. Clearly lots of staff have been sleeping at Twitter pic.twitter.com/fN7zm9KZzI
— James Clayton (@JamesClayton5) December 7, 2022
રૂમમાં મોટો કોન્ફરન્સ રૂમ, ટેલિપ્રેઝન્સ મોનિટર, પડદા, ગાદલા હાજર છે. આ સિવાય રૂમમાં કાર્પેટ, લાકડાનું ટેબલ, ક્વીન સાઈઝ બેડ, ટેબલ લેમ્પ અને બે ઓફિસ ચેર પણ છે.
There are also multiple pictures of sofas set up as beds. Clearly lots of staff have been sleeping at Twitter pic.twitter.com/fN7zm9KZzI
— James Clayton (@JamesClayton5) December 7, 2022
આ તસવીર સામે આવ્યા બાદ તપાસ અધિકારીએ કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે આ બિલ્ડિંગનો ઉપયોગ કયા કામ માટે થઈ રહ્યો છે.