Tech News: Cricket રસિયાઓ માટે Twitter લાવી રહ્યું છે ‘ક્રિકેટ ટેબ’, મળશે પળે-પળની જાણકારી

હવે લોકોના આ ક્રેઝને જોતા IPL 2022ના ખાસ અવસર પર ટ્વિટરે એક નવું ટેબ 'ક્રિકેટ ટેબ'નું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ સર્વિસ હેઠળ, એક્સપ્લોર પેજ પર ક્રિકેટ ટેબનું ટેસ્ટ કરવામાં આવશે.

Tech News: Cricket રસિયાઓ માટે Twitter લાવી રહ્યું છે 'ક્રિકેટ ટેબ', મળશે પળે-પળની જાણકારી
Twitter Cricket Tab (PC:amarujala)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 12:53 PM

દરરોજ લોકો માહિતી મેળવવા માટે ટ્વિટર(Twitter)પર આવે છે. કે દેશમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને તેમના મનપસંદ ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે. આ સર્વિસ પર લોકો પોતાના મનપસંદ અને જુનુન માટે અલગ અલગ ક્ષેત્રોને ફોલો કરે છે. જેમાં ક્રિકેટ (Cricket) પણ છે. ભારતમાં, ટ્વિટર પર 75 ટકા લોકોની ઓળખ ક્રિકેટના ચાહકો તરીકે કરવામાં આવી છે, જ્યારે આમાંથી 58 ટકા લોકો ક્રિકેટ રમે છે. જાન્યુઆરી 2021 અને જાન્યુઆરી 2022 ની વચ્ચે ટ્વિટર પર 4.4 મિલિયન ભારતીયોએ ક્રિકેટ વિશે 96.2 મિલિયન ટ્વિટ્સ શેર કર્યા.

હવે લોકોના આ ક્રેઝને જોતા IPL 2022ના ખાસ અવસર પર ટ્વિટરે એક નવું ટેબ ‘ક્રિકેટ ટેબ’નું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ સર્વિસ હેઠળ, એક્સપ્લોર પેજ પર ક્રિકેટ ટેબનું ટેસ્ટ કરવામાં આવશે. આ ભારતના કેટલાક લોકો માટે ઉપયોગી થશે જેઓ Android પર ટ્વિટરનો ઉપયોગ કરે છે. આ ટેબ એક માત્ર ડેસ્ટિનેશન હશે જે સર્ચ એન્જિન તરીકે કામ કરશે. અહીં આવવાથી લોકો ક્રિકેટમાં આજકાલ નવું શું છે તે જાણી શકશે. આ સાથે, તેઓ અહીં ટ્વિટર પર સંબંધિત, વિશિષ્ટ અને પ્રથમ વખત ક્રિકેટ વિશે નવીનતમ માહિતી મેળવશે.

ક્રિકેટ ટેબની વિશેષતાઓ

ઇવેન્ટ્સ પેજ: ચાહકો ક્રિકેટ ટેબના ટોપ પર ઉપલબ્ધ તેના માટે બનાવામાં આવેલ વિશેષ પેજ પર ફિલ્ટથી અપડેટ્સ મેળવી શકશે અને લેટેસ્ટ્સ ટ્વીટને ફોલો કરવામાં ઈનેબલ હશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

લાઇવ સ્કોરકાર્ડ્સ: ટ્વિટર પર મેચના સ્કોર્સને ફોલો કરવું હવે સરળ બની ગયું છે. મેચનો સ્કોર માત્ર ક્રિકેટ ટેબ પર જ દેખાશે નહીં, પરંતુ તે ઇવેન્ટ્સ પેજ પર પણ દેખાશે.

ઇન્ટરેક્ટિવ ટીમ વિજેટ્સ: આ ટેબ ચાહકોને ટોચના ખેલાડીઓ અને ટીમ રેન્કિંગ જેવા સામગ્રી વિજેટ્સની ઍક્સેસ પણ આપશે. મેદાન પરની મેચ વધુ રસપ્રદ વળાંક લે છે. આ વિજેટ્સ ચાહકોને આંખના પલકારામાં જણાવશે કે તેમના મનપસંદ ખેલાડીઓ મેદાન પર કેવું પ્રદર્શન કરી રહ્યા છે.

ટોચની વીડિયો કન્ટેન્ટ: Twitter ચાહકોને ઇમર્સિવ અનુભવ પ્રવાઈડ કરવા માટે બ્રોડકાસ્ટ અને ક્રિએટર ભાગીદારો સાથે ભાગીદારી કરશે, વપરાશકર્તાઓને તેઓ જોઈતું વીડિયો કન્ટેન્ટ પ્રોવાઈડ કરશે. તેમાં મેચની રસપ્રદ ક્ષણો, હાઇલાઇટ્સ અને મેદાનની બહારની ક્રિયાઓનો સમાવેશ થશે.

ટોપિક ટ્વીટ્સ: Twitter ટોપિક આધારિત ટ્વીટ્સ જનરેટ કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. IPL ટોપિક ક્રિકેટ ટેબમાં ચાહકો માટે ઉપલબ્ધ હશે, જેથી તેઓ અહીં થઈ રહેલી વાતચીત પર વધુ સારી રીતે નજર રાખી શકે.

ટ્વિટર લિસ્ટ: ચાહકો તેમની મનપસંદ ટીમો અને ખેલાડીઓને સમર્પિત ટ્વિટર લિસ્ટને પણ ફોલો કરી શકશે. આ લિસ્ટ લોકોને અલગ-અલગ સમયરેખા પર ચોક્કસ ટોપિક પર ટ્વિટ સાથે અનેક એકાઉન્ટ્સને ફોલો કરવાની મંજૂરી આપશે.

આ ઉપરાંત, ચાહકો મેચની મહત્વપૂર્ણ ક્ષણો વિશે નોટિફિકેશન પ્રાપ્ત કરી શકશે, જે તેમને મેચની દરેક રસપ્રદ અને ચર્ચાસ્પદ ક્ષણો સાથે જોડવામાં મદદ કરશે, જેથી તેઓ મેદાન પરની કોઈપણ મહત્વપૂર્ણ એક્શન ચૂકી ન જાય.

ક્રિકેટ કંટ્રોલર હર્ષા ભોગલે (@bhogleharsha), જે #CricketTwitter અનુભવને એક સ્તર ઉપર લઈ જવા માટે જાણીતા છે, GOAT ચર્ચા પર તેમના મંતવ્યો વ્યક્ત કરવા Twitter પર જશે. તે ચાહકોના #GOATTweets પર પણ પ્રતિક્રિયા આપશે તે જોવા માટે કે કયો ક્રિકેટર અત્યાર સુધીનો મહાન ક્રિકેટર રહ્યો છે. ચાહકો તેમની ટીમને પ્રોત્સાહિત કરવા હિન્દી-અંગ્રેજી સહિત 7 ભારતીય ભાષાઓમાં વિશેષ ટીમ ઇમોજીસ શેર કરશે.

આ પણ વાંચો: બાળકોને ખરાબ આદતોથી દૂર રાખવા માટે તેમની સામે ભૂલથી પણ ન કરો આ વસ્તુ

આ પણ વાંચો: પાંચ વર્ષમાં ખુલશે દુનિયાની પહેલી સ્પેસ હોટેલ, સામાન્ય લોકો પણ અવકાશની સફરની માણી શકશે મજા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">