WhatsApp પર ઝડપથી વધી રહ્યું છે આ ફિશિંગ સ્કેમ, જાણો આ હુમલાને કેવી રીતે ઓળખવો

WhatsApp પર ઝડપથી વધી રહ્યું છે આ ફિશિંગ સ્કેમ, જાણો આ હુમલાને કેવી રીતે ઓળખવો
File Image

તહેવારોની સિઝનમાં યુઝર્સને છેતરવા માટે હેકર્સ ફિશિંગ સ્કેમને એક તકના રૂપમાં જુએ છે કારણ કે આ સમય દરમિયાન યુઝર્સ ગિફ્ટસ્ મેળવવામાં સૌથી વધુ વિશ્વાસ ધરાવતા હોય છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 30, 2021 | 7:37 PM

વોટ્સએપ (WhatsApp) પર ફિશિંગ એટેક (Phishing Attack) થવો ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. તહેવારોની સિઝનની શરૂઆત સાથે આવા બનાવોમાં વધારો થાય છે કારણ કે આ સમય દરમિયાન સ્કેમર્સ (Scammers) વધુને વધુ એક્ટીવ બને છે. આજકાલ આવી જ એક ફિશિંગ લિંક વોટ્સએપ ઈનબોક્સ પર ફરી રહી છે, જે યૂઝર્સને ગિફ્ટ આપીને આકર્ષિત કરે છે. જો તમે આ લિંક પર ક્લિક કરો છો તો તમારો અંગત અને નાણાકીય ડેટા હેક થઈ શકે છે. આ સ્કેમર્સને કારણે વોટ્સએપ પર મોટી સંખ્યામાં યુઝર્સને અસર થઈ છે.

અહેવાલ મુજબ સાયબર હુમલાખોરો પહેલા URLમાં rediroff.ru લિંક સાથે WhatsApp યુઝર્સને મેસેજ મોકલે છે. મેસેજમાં ગિફ્ટ અને મોંઘી ભેટોનું વચન આપે છે, પરંતુ બદલામાં યુઝર્સે શંકાસ્પદ સર્વેમાં ભાગ લેવો જરૂરી છે. સર્વેમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો ભર્યા પછી તેમને એક અલગ વેબસાઈટ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે.

યુઝર્સને નામ, ઉંમર, સરનામું, બેંક વિગતો અને અન્ય વ્યક્તિગત ડેટા સહિતની જરૂરી માહિતી ભરવા માટે કહેવામાં આવે છે. આ પછી સ્કેમર્સ આ ડેટાને ડાર્ક વેબ પર વેચે છે. આ વિગતોનો દુરુપયોગ થઈ શકે છે. સાયબર અપરાધીઓ વપરાશકર્તાના ડિવાઈઝ પર અનિચ્છનીય એપ્લિકેશનો પણ ઈન્સ્ટોલ કરી શકે છે. હુમલાખોરો આ વિગતોનો ઉપયોગ એવા યુઝર્સના સંપર્કોને સ્પેમ ઈમેઈલ મોકલવા માટે પણ કરી શકે છે જેમની વિગતો સાથે ચેડા કરવામાં આવ્યા છે.

ફિશીંગને કેવી રીતે ઓળખવું અને તેનાથી બચવું

આવા ફિશીંગ હુમલાઓ સમયાંતરે થતા રહે છે, પરંતુ યુઝર્સ માટે સતર્ક રહેવું અને તેઓ જે કંઈ પણ ઓનલાઈન વાંચે છે, તેમાં વિશ્વાસ ન કરવો મહત્વપૂર્ણ છે. યુઝર્સે પહેલા લિંક વેરીફાઈ કરવી જોઈએ. જો લિંક URLમાં Rediroff.ru ધરાવે છે તો તેઓએ લિંકને અવગણવી જોઈએ અને તેને કાઢી નાખવી જોઈએ.

કોઈ અધિકૃત કંપની તમને ગિફ્ટ આપતી હોવાનો દાવો કરતો મેસેજ મોકલશે નહીં. જો આવું થાય તો પણ લિંક અને મેસેજ સામગ્રી તદ્દન ઔપચારિક રીતે તૈયાર કરવામાં આવશે. ફિશિંગ સંદેશમાં તમે હંમેશા જોશો કે સંદેશ વ્યાકરણની રીતે ખોટો છે અથવા લિંક બ્રેક છે. જો તમે અજાણતા કોઈ લિંક પર ક્લિક કરો છો તો તમારે તમારા ડિવાઈઝને યોગ્ય રીતે સ્કેન કરવું જોઈએ. જો તમને કોઈ પણ એવી એપ્લિકેશન મળે કે જેના વિશે તમને જાણકારી ન હોય તો તરત જ એપને અનઈન્સ્ટોલ કરો.

તહેવારોની સિઝનમાં યુઝર્સને છેતરવા માટે હેકર્સ ફિશિંગ સ્કેમને એક તકના રૂપમાં જુએ છે કારણ કે આ સમય દરમિયાન યુઝર્સ ગિફ્ટસ્ મેળવવામાં સૌથી વધુ વિશ્વાસ ધરાવતા હોય છે.

આ પણ વાંચો :

Technology: WhatsApp માં ત્રીજી ટિકથી સ્ક્રીનશોટની જાણ થતી હોવાના ફિચરને લઈ કરાઈ સ્પષ્ટતા, જાણો શું કહ્યું

આ પણ વાંચો : 

Smartphone Safety Tips: આ ચાર ભુલના કારણે ખરાબ થઈ શકે છે સ્માર્ટફોન, જાણો તેનાથી કઈ રીતે બચવું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati