સુંદર પીચાઈને પડી એક તકલીફ અને બનાવી દીધુ Google Translate

Googleએ ભાષાનું અનુવાદ કરવાના Toolને એપ્રિલ 2006માં લોન્ચ કર્યું હતું. CEO સુંદર પિચાઈ પોતાના કામ અર્થે China ગયા હતા. જ્યા તેમને ચીનની ભાષા સંબધિત સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અન્યોને આ પ્રકારની સમસ્યા તકલીફનો સામનો કરવા ના પડે તે માટે આ ટુલ બનાવવામાં આવ્યુ. જે આજે લોકપ્રિય બન્યુ છે.

સુંદર પીચાઈને પડી એક તકલીફ અને બનાવી દીધુ Google Translate
Sundar Pichai Google CEO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 5:20 PM

આજના આધુનિક યુગમાં આપણે GOOGLE ની અનેક સુવિધાઓનો લાભ લઈએ છે, જેમાનું એક ખાસ Tool છે Google Translate. આ Tool ની મદદથી તમે દુનિયાની કોઈપણ ભાષાનું અનુવાદ તમારી પોતાની ભાષામાં કરી શકો છો. પણ શું તમે જાણો છે Google ના CEO સુંદર પિચાઈને Google Translate બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો.

કેવી રીતે સુંદર પીચઈને GOOGLE TRANSLATE Tool બનાવવાનો વિચાર આવ્યો

Googleએ ભાષાનું અનુવાદ કરવાના Toolને એપ્રિલ 2006માં લોન્ચ કર્યું હતું .CEO સુંદર પિચાઈ પોતાના કામ અર્થે China ગયા હતા. જ્યાં તેમની સાથે ભાષાનું અનુવાદ કરનાર વ્યક્તિ પણ હતો જે તેમને ચીની ભાષાનું અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી આપતો હતો અને સુંદર પિચાઈની વાત ચીની ભાષામાં ચીની લોકોને સમજાવતો હતો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

મિટિંગ દરમિયાન ભાષા અનુવાદ કરનાર વ્યક્તિ સુંદર પિચાઈની સાથે રહેતો હતો તેથી આ સમયગાળામાં તેમને ભાષાની તકલીફ થતી ન હતી પરંતુ જયારે તેઓ ઓફિસની બહાર નીકળતા અથવા ક્યાંક જમવા જતા હતા ત્યારે તેમને ભાષાની સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હતો કારણકે China માં સૌથી વધુ બોલાતી ભાષા ચીની જ છે . આ સમસ્યાનો સામનો કર્યા બાદ સુંદર પિચાઈને વિચાર આવ્યો કે તેમના જેમ અનેક લોકો જે China આવતા હશે તેમને પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હશે.

આ સમસ્યાના સમાધાન રૂપે તેમને એક Tool બનાવવનો વિચાર આવ્યો. જેથી કોઈપણ વ્યક્તિને ભાષા સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે અને આસાનીથી ભાષાનું અનુવાદ પોતાની ભાષામાં કરી શકે. પિચાઈ એ પોતાના સોફ્ટવેર એન્જીનીયરની ટીમને તાત્કાલિક China બોલાવી અને આ Tool વિશે જાણ કરી અને બસ તેમના વિચારને તેમની ટીમે વાસ્તવિકતામાં ફેરવી દીધી અને વર્ષ 2006માં દુનિયાને મળ્યું Google Translate.

જોકે એ વાત નકારી શકાય નહિ કે Google Translate 100 ટકા સાચું અનુવાદ નથી કરી શકતું પણ મહદઅંશે અન્ય ભાષા સમજવામાં મદદરૂપ થાય છે અને મોટી સંખ્યામાં લોકો તેનો ઉપયોગ પણ કરે છે .

Google Translate ની ખાસિયતો

1. Google Translateની મદદથી તમે 108 ભાષાઓમાંથી પોતાની ભાષામાં અનુવાદ કરી શકો છો .

2. આ Toolમાં માઈકનું (Mic ) પણ બટન આપવામાં આવ્યું છે જેની મદદથી તમે તમારી ભાષામાં કોઈપણ વાક્ય બોલીને તેનું અનુવાદ અન્ય ભાષામાં કરી શકો છો .

3. Google Translate Cameraની મદદથી તમે કોઈપણ ફોટો અપલોડ કરીને તેની ઉપર લખેલા વાક્યનું અનુવાદ પણ પોતાની ભાષામાં કરી શકો છો

4. જો તમને કોઈ શબ્દના ઉચ્ચારને લઈને પણ અસમંજસ છે તો તેનું પણ સમાધાન Google Translateમાં Listen બટનની સાથે આપવામાં આવ્યું છે

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">