Netflixની આ ટીપ્સ અને ટ્રિક્સ તમારી સ્ટ્રીમિંગ સર્વિસને વધુ સારી બનાવશે, જાણો અહીંયા

|

Mar 07, 2022 | 9:41 PM

આજકાલ નેટફ્લિક્સ એ દરેક લોકોના ફોનમાં જોવા મળતી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે. અતિ વ્યસ્ત જીવનશૈલીના લીધે લોકો ઘરે નિરાંતે બેસીને ટીવી જોઈ નથી શકતા, ત્યારે મોબાઈલ પર લોકો નેટફ્લિક્સ જેવી સ્ટ્રીમિંગ સાઇટ્સમાં શો, વેબ સિરિઝ જોવાનું પસંદ કરે છે. આ માટે અનેક શોર્ટકટ્સ પણ છે, જેના વિશે તમે અહીંયા જાણી શકશો.

Netflixની આ ટીપ્સ અને ટ્રિક્સ તમારી સ્ટ્રીમિંગ સર્વિસને વધુ સારી બનાવશે, જાણો અહીંયા
Netflix (File Photo)

Follow us on

નેટફલિકસ (Netflix) એ હાલમાં વિશ્વની સૌથી લોકપ્રિય સ્ટ્રીમિંગ સાઇટ ગણાય છે. નેટફલિકસમાં અત્યારે 222 million જેટલા કરંટ યુઝર્સ છે. જો તમે નેટફલિકસ (Netflix) જોતી વખતે પ્લેટફોર્મ પર વધુ સારો અનુભવ મેળવવા માંગતા હો, તો કેટલીક ટિપ્સ (Netflix Tips and Tricks) છે, જેના દ્વારા તમે આ સેવાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકો છો.

નેટફલિકસ(Netflix) એ વિશ્વની સૌથી પ્રિય મનોરંજન સ્ટ્રીમિંગ સેવા છે, જે દરેક સેગમેન્ટ અને વિવિધ ભાષાઓમાં સ્ટ્રીમિંગ કન્ટેન્ટ પ્રદાન કરે છે. જો કે, ભારતમાં અન્ય સ્ટ્રીમિંગ સેવાઓ જેવી કે વૂટ (voot), હોટ સ્ટાર (Hotstar) અને સોની લિવ (Sony LIV) ની સરખામણીમાં તેના માસિક સબ્સ્ક્રિપ્શન રેટ્સ વધારે છે.

તેથી, જો તમે Netflix જોતી વખતે સર્ચ ઓપ્ટિમાઇઝેશન સેટિંગ્સનો ઉપયોગ કરવા માંગતા હો અથવા આ પ્લેટફોર્મ પર વધુ સારો અનુભવ મેળવવા માંગતા હોવ, તો કેટલીક Netflix ટિપ્સ છે, જેના દ્વારા તમે આ પ્લેટફોર્મનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકો છો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કીબોર્ડ શૉર્ટકટ્સ –

ડેસ્કટોપ યૂઝર્સ જો ઇચ્છે તો કેટલીક નેટફ્લિક્સ નેવિગેશન શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકે છે. વિડિયો Pause અને Stop કરવા માટે Space keyનો ઉપયોગ કરો. તમે રીવાઇન્ડ કરવા માટે રાઇટ & લેફ્ટ કીનો ઉપયોગ કરી શકો છો. વોલ્યુમ વધારવા અથવા ઘટાડવા માટે ઉપર કે નીચે એરો કીનો ઉપયોગ કરો. તમે વીડિયોને મ્યૂટ અને અનમ્યૂટ કરવા માટે M key નો ઉપયોગ કરી શકો છો, ફૂલસ્ક્રીન માટે અને બંધ કરવા માટે F key નો ઉપયોગ કરી શકો છો.

વિડિઓ સબટાઈટલ –

યૂઝર્સ તેમની પ્રોફાઇલ સેટિંગ્સમાં જઈને, સબટાઈટલ પર ક્લિક કરીને તેમના સબટાઈટલ સેટિંગ્સ બદલી શકે છે. અહીં, તમે વિવિધ પ્રકારના ફોન્ટ્સ, ટેક્સ્ટ સાઇઝ પસંદ કરી શકો છો. જે લોકો રતાંધણાપણાથી પીડિત છે, તેના માટે નેટફ્લિક્સ કલર બ્લાઇન્ડનેસનો ઓપ્શન પણ આપે છે.

ડેટા વપરાશ –

જે લોકો ટ્રેન કે કારની મુસાફરી દરમિયાન તેમના ફોન પર Netflix જોવાનું પસંદ કરે છે, તેમના માટે આ સેટિંગ ખૂબ જ મદદરૂપ થશે. મોબાઇલ ડેટાનો વપરાશ ઘટાડવા માટે, યુઝર્સ તેમના સેટિંગ્સ > More > એપ્લિકેશન સેટિંગ્સ પર જઈ શકે છે અને વિડિઓ પ્લેબેક પર નેવિગેટ કરી શકે છે. Netflix ડિફોલ્ટ સેટિંગ્સ હેઠળ, કોઈપણ નોટિફિકેશન્સ આપ્યા વિના શોમાં એપિસોડસને ડાઉનલોડ કરી શકે છે. આ માટે તમારા ડાઉનલોડ સેટઅપને Wi-Fi only પર બદલીને, તમે ઘણો ડેટા બચાવી શકો છો.

સર્ચ ઓપ્ટિમાઇઝેશન કોડ –

‘netflix-codes.com’ નામની વેબસાઈટ પર, તમે ઘણા બધા કોડ્સની ઍક્સેસ મેળવો છો જે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વેબ સીરિઝ વિશે માહિતી આપે છે. દરેક નેટફ્લિક્સ યુઝર્સ પાસે એક યુનિક સર્ચ કોડ હોય છે, જેની મદદથી તેઓ મૂવીઝ આસાનીથી સર્ચ કરી શકે છે.

ઓડિયો ડિસક્રિપ્સન –

આધુનિક મૂવીઝમાં, તમે જોશો કે ઍક્સેસિબિલિટી ફંક્શનમાંથી એક દિવ્યાંગ લોકો માટે ક્લોઝ કૅપ્શન [CC] નો વિકલ્પ પ્રદાન કરે છે. Netflix પહેલાથી જ તેના મોટાભાગના ઓરિજિનલ વેબ સીરિઝ અને શો પર તેને લાગુ કરી ચૂક્યું છે. આ માટે, કંપનીએ હવે અન્ય ઓડિયો ડિસ્ક્રિપ્શન ફંક્શન પણ રજૂ કર્યું છે.

 

આ પણ વાંચો – Agriculture Technology: ક્યા ખેડૂતે કેટલા HPનું લેવું જોઈએ ટ્રેક્ટર, જાણો સંપૂર્ણ માહિતી

 

Next Article