હજારો સ્માર્ટફોન યુઝર્સનો પર્સનલ ડેટા છે જોખમમાં, જાણો શું છે આ પાછળનું કારણ

સ્માર્ટફોનમાં સ્પાયવેરે હજારો યુઝર્સનો વ્યક્તિગત ડેટા જોખમમાં મુક્યો છે. આ ડેટામાં કોલ રેકોર્ડિંગ, ટેક્સ્ટ મેસેજ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી, ફોટા, વીડિયો અને જિયોલોજીકલ સ્થાનનો સમાવેશ થાય છે.

હજારો સ્માર્ટફોન યુઝર્સનો પર્સનલ ડેટા છે જોખમમાં, જાણો શું છે આ પાછળનું કારણ
symbolic picture

સ્માર્ટફોનમાં સ્પાયવેરે હજારો યુઝર્સનો વ્યક્તિગત ડેટા જોખમમાં મુક્યો છે. આ ડેટામાં કોલ રેકોર્ડિંગ, ટેક્સ્ટ મેસેજ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી, ફોટા, વીડિયો અને જિયોલોજીકલ સ્થાનનો સમાવેશ થાય છે. ટેકક્રંચના રિપોર્ટ મુજબ, વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા કન્ઝ્યુમર-ગ્રેડના સ્ટોકરવેર અથવા સ્પાયવેરમાં સુરક્ષા સમસ્યાના કારણે વ્યક્તિના ફોન પરથી વ્યક્તિગત ડેટા એક્સેસ કરી શકે છે.

મંગળવારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમે સ્પાયવેર અથવા તેના ડેવલપરનું નામ આપી શકતા નથી કારણ કે તેનાથી હેકર્સ માટે અસુરક્ષીત ડેટાને એક્સેસ કરવાનું સરળ બનશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સ્પાયવેર ડેવલપરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી હજારો લોકોની સુરક્ષા અને ગોપનીયતા જોખમમાં છે. સ્ટોકરવેર એપ્લિકેશન્સ સામાન્ય રીતે સંદેશ, કોલ લોગ, સ્થાન અને અન્ય વ્યક્તિગત પ્રવૃત્તિઓમાં શંકાસ્પદ પ્રવેશ સાથે નકલી એપ્લિકેશન નામો હેઠળ દાખલ થાય છે.

સ્પાયવેર દ્વારા સ્માર્ટફોન પર જાસૂસી

એકવાર ડાઉનલોડ થઈ ગયા પછી લોકો દ્વારા તેમના પાર્ટનરના સ્માર્ટફોન પર જાસૂસી કરવા માટે આ એપ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. કંઝ્યૂમર સ્પાયવેરની વિગતવાર તપાસના ભાગરૂપે સ્પાયવેર સુરક્ષા સમસ્યા મળી આવી હતી. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ડેવલપરના સ્પાયવેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે હોસ્ટિંગ ઓફર કરતી વેબ ફર્મ કોડરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

Googleએ Play Store પરથી “Stalkerware” એડ હટાવી

આ મહિનાની શરૂઆતમાં, ગૂગલે કહ્યું હતું કે, તેણે તેના પ્લે સ્ટોરમાંથી ઘણી “સ્ટોકરવેર” જાહેરાતો દૂર કરી છે જે તેની નીતિઓનું ઉલ્લંઘન કરતી એપ્લિકેશનોને પ્રોત્સાહન આપે છે. કંપનીએ કહ્યું, “અમે ભાગીદારોની દેખરેખ માટે સ્પાયવેરને પ્રોત્સાહન આપતી જાહેરાતોને મંજૂરી આપતા નથી. અમે અમારી પોલીસીનું ઉલ્લંઘન કરતી જાહેરાતોને તાત્કાલિક હટાવી દીધી છે. વપરાશકર્તાઓને અમારી ડિટેક્શન સિસ્ટમ્સથી બચવાનો પ્રયાસ કરતા રોકવા માટે આવી પ્રવૃત્તિને ટ્રેક કરવાનું ચાલુ રાખીશું.”

ઘણી સ્ટોકરવેર એપ્સે આવી એપ્સ પર ગૂગલના બેનથી સફળતાપૂર્વક બચવા માટે માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, ગૂગલે સ્ટોકરવેર એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકવા માટે તેની પ્લે સ્ટોર નીતિઓ અપડેટ કરી હતી.

સાયબર સિક્યોરિટી ફર્મ કેસ્પરસ્કીના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેટલાક લોકો તેમના પાટનર્સના જીવનને ડિજિટલ રીતે નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. ભારતમાં લગભગ 4,627 મોબાઇલ વપરાશકર્તાઓ સ્ટોકરવેરનો ભોગ બન્યા હોવાનું જણાયું હતું. 2020માં, વૈશ્વિક સ્તરે કુલ 53,870 મોબાઇલ વપરાશકર્તાઓ સ્ટેકવેરથી પ્રભાવિત થયા હતા. 2019માં કેસ્પર્સકીને 67,500 અસરગ્રસ્ત મોબાઇલ વપરાશકર્તાઓ વિશે માહિતી મળી.

 

આ પણ વાંચો:JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

આ પણ વાંચો:IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ

Click on your DTH Provider to Add TV9 Gujarati