નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો-“એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ નથી WhatsApp મેસેજ”, ફેસબુકે આપી છે આ સ્પષ્ટતા

તાજેતરના એક રિપોર્ટ અનુસાર WhatsAppના લગભગ 1,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફેસબુકના ખાસ સોફ્ટવેરનું એક્સેસ છે, જેના દ્વારા તેઓ યુઝર્સના ખાનગી વોટ્સએપ મેસેજ, ફોટા અને વીડિયોની તપાસ કરી શકે છે.

નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો-એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ નથી WhatsApp મેસેજ, ફેસબુકે આપી છે આ સ્પષ્ટતા
WhatsApp

વોટ્સએપે (Whatsapp) હંમેશા તેની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સિસ્ટમ વિશે દાવો કર્યો છે, જે ખાનગી વાતચીત માત્ર સેન્ડર અને રિસીવર વચ્ચે જ રહેવા દે છે. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ વારંવાર પુનરાવર્તન કરે છે કે વાતચીતમાં સામેલ લોકો સિવાય અન્ય કોઈ તેને એક્સેસ કરી શકશે નહીં, ત્યાં સુધી કે વોટ્સએપ અથવા તેની મુળ કંપની ફેસબુક પણ નહીં. જોકે એક નવા રિપોર્ટમાં વોટ્સએપની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પદ્ધતિ વિશે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીના દાવાઓથી વિપરીત, સંદેશાઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ નથી.

 

ProPublicaના તાજેતરના અહેવાલ મુજબ WhatsAppના લગભગ 1,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની પાસે ફેસબુકના ખાસ સોફ્ટવેરનું એક્સેસ છે, જેના દ્વારા તેઓ યુઝર્સના ખાનગી WhatsApp સંદેશાઓ, ફોટા અને વીડિયો ચકાસી શકે છે. ProPublicaની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે “આ કોન્ટ્રેક્ટર તેમની સ્ક્રીન પર જે કઈ પણ જુએ છે, તેના પર જજમેન્ટ પાસ કરે છે – આમાં છેતરપિંડી અથવા સ્પૈમથી લઈને ચાઈલ્ડ પોર્ન અને પોટેન્શિયલ ટેરરિસ્ટ પ્લોટિંગ સુધીની વસ્તુઓ સામેલ હોય છે.”

 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ક અસાઈનમેન્ટ દ્વારા ઓર્ગેનાઈઝ્ડ પોડ્સમાં કોમ્પ્યુટર પર બેસીને કર્મચારીઓ ખાસ ફેસબુક સોફ્ટવેરનો ઉપયોગ કરીને પર્સનલ ડેટાને એક્સેસ કરે છે, જે વોટ્સએપ વપરાશકર્તાઓ દ્વારા ખોટી રજૂઆત કરવામાં આવી છે અને પછી કંપનીની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રણાલી દ્વારા તપાસવામાં આવે છે. જો કે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે વાતચીતમાં સામેલ લોકો દ્વારા ફ્લેગ કરવામાં આવે છે. તેમને વ્હોટ્સએપની કન્ટેન્ટ મોડરેટરની ટીમ દ્વારા એક્સેસ કરવામાં આવે છે.

 

ફેસબુકે રિપોર્ટના દાવાને નકારતા એક નિવેદન જાહેર કર્યું

ફેસબુકે અહેવાલોના દાવાને નકારી કાઢ્યા છે અને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વોટ્સએપ સુરક્ષિત અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. ફેસબુકે એન્ડ્રોઈડ સેન્ટ્રલને કહ્યું “વોટ્સએપ લોકોને સ્પૈમ અથવા અબ્યૂઝની રિપોર્ટ કરવાની એક રીત પ્રદાન કરે છે, જેમાં ચેટમાં સૌથી તાજેતરના સંદેશા શેર કરવા સહિત સામેલ છે. ઈન્ટરનેટ પર સૌથી ખરાબ દુરુપયોગને રોકવા માટે આ સુવિધા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારપૂર્વક અસંમત છીએ કે યુઝર દ્વારા અમને મોકલવા માટે પસંદ કરેલા અહેવાલોને સ્વીકારવો એ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સાથે ઈનકોમ્પૈટિબલ છે.”

 

જો કોઈ વાતચીત એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય તો સંદેશો લોક થઈ જશે અને સંદેશ મોકલનાર અને પ્રાપ્ત કરનાર જ આ લોક ખોલી શકે છે. વોટ્સએપ કહે છે કે મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે અને એન્ક્રિપ્શન ટેકનોલોજીને કારણે કોઈપણ સર્વર પર સંગ્રહિત નથી. વોટ્સએપમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ટેક્નોલોજી ઓટો-ઈનેબલ છે.

 

 

આ પણ વાંચો :- Wrap: આલિયા ભટ્ટે વિજય વર્મા સાથે પુરી કરી પોતાની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું શૂટિંગ, જુઓ ફિલ્મનો BTS વીડિયો

 

આ પણ વાંચો :- Big News: કંગના રનૌતની ‘થલાઈવી’ ને ટક્કર આપશે સૈફ અલી અભિનીત ‘Bhoot Police’

Click on your DTH Provider to Add TV9 Gujarati