Tiktokના અધિકારીઓની મીટિંગનો ઓડિયો થયો લીક, ટિકટોકે અમેરિકીન યુઝર્સના ડેટા સાથે કરી છેડછાડ

ચીનમાં ટિકટોક (Tiktok)ની પેરન્ટ કંપની ByteDanceના અધિકારીઓ વચ્ચેની મીટિંગનો ઓડિયો રેકોર્ડિંગ લીક થયો છે. રિપોર્ટ અનુસાર, રેકોર્ડિંગમાં અમેરિકન ટિકટોક યુઝર્સના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી છે. ટિકટોકના અધિકારીઓની આ મીટિંગ ચીનમાં યોજાઈ હતી.

Tiktokના અધિકારીઓની મીટિંગનો ઓડિયો થયો લીક, ટિકટોકે અમેરિકીન યુઝર્સના ડેટા સાથે કરી છેડછાડ
Tiktok
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 11:13 PM

આપણામાંથી ભાગ્યે જ કોઈ એવુ હશે જે ટિકટોક વિશે ના જાણતુ હોય. એક સમયે ભારતમાં ટિકટોક માટે જબરદસ્ત ક્રેઝ હતો. લગભગ દેશના મોટાભાગના યુવાનોને ટિકટોકના વીડિયો બનાવવાની ધૂન લાગી હતી પણ ચાઈનીઝ કંપની હોવાને કારણે ડિજીટલ સ્ટ્રાઈક કરીને બીજી ચાઈનીઝ એપની સાથે સાથે તેનો પણ ભારતમાં પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. હાલમાં એવી માહિતી સામે આવી છે કે ચીનની પ્રખ્યાત સોશિયલ મીડિયા એપ Tiktok અમેરિકામાં યુઝર્સની જાસૂસી કરી રહી છે. ચીનમાં Tiktokની પેરેન્ટ કંપની ByteDanceના એક્ઝિક્યુટિવ્સની મીટિંગનો ઓડિયો લીક થયો છે. ઓડિયો રેકોર્ડિંગમાં જાણવા મળ્યુ છે કે Tiktokની પેરેન્ટ કંપની ByteDanceના ચીન સ્થિત કર્મચારીઓએ અમેરિકન TikTok યુઝર્સના ડેટાને ઘણી વખત છેડછાડ કરે છે. તમને જણાવી દઈએ કે 80થી વધુ ટિકટોક મીટિંગ્સના લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગ્સની તપાસ બાદ આ વાત સામે આવી છે.

લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગમાં ટિકટોકના 9 જેટલા કર્મચારીઓના 14 નિવેદનો સાંભળવા મળ્યા છે. ચીનમાં બેઠેલા એન્જિનિયરોએ યુએસ યુઝર બેઝ સાથે છેડછાડ કરી છે. BuzzFeedના રિપોર્ટ અનુસાર TikTokએ સપ્ટેમ્બર 2021થી જાન્યુઆરી 2022 સુધી અમેરિકન યુઝર્સની જાસૂસી કરી છે. જે એક અપરાધ સમાન જ છે. ચીન આ ડેટાનો ઉપયોગ ખોટી રીતે અમેરિકા વિરુદ્ધ કરી શકે છે. આ ખતરાને જોતા જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

પ્રાઈવસી બાબતે સતત વિવાદોમાં રહે છે Tiktok

Tiktok યૂઝર્સની પ્રાઈવસીને લઈને સતત વિવાદોમાં રહે છે. આવા જ કેટલાક કારણોને લીધે ભારતમાં પણ ટિકટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડેટા સાથે છેડછાડ અંગેના પ્રશ્નોના જવાબમાં TikTok પ્રવક્તા મૌરીન શાનાહને જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે અમે સુરક્ષાના દૃષ્ટિકોણથી સૌથી વધુ પરીક્ષણ કરાયેલા પ્લેટફોર્મ પૈકી એક છીએ અને અમારો ધ્યેય યુએસ યુઝર ડેટાને સુરક્ષિત કરવાનો છે અને આ વિશેની શંકા અમે જરુરથી દૂર કરીશું.

ચીનમાંથી બધુ જોઈ શકાય છે

આ ઓડિયોમાં સાંભળવા મળેલી કેટલીક વાતો આ મુજબ છે. સપ્ટેમ્બર 2021માં એક TikTok ડિરેક્ટરે કહ્યુ હતું કે- ચીનમાં એક અનામી એન્જિનિયર “માસ્ટર એડમિન” છે જેની પાસે દરેક વસ્તુની ઍક્સેસ છે. સપ્ટેમ્બરમાં બીજી મીટિંગ દરમિયાન TikTokના ટ્રસ્ટ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટના એક સભ્યએ જણાવ્યું હતું કે- ચીનમાં બધું જોઈ શકાય છે. ઓડિયો રેકોર્ડિંગસ નાની ગ્રુપ મીટિંગ્સથી લઈને કંપનીમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોની મીટિંગ્સ સુધીની છે. આ ઓડિયોમાંથી જાણવા મળતી માહિતીઓ ખરેખર અમેરિકા માટે ખતરારુપ છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">