ટેલિકોમ કંપનીઓ હવે તમારા કોલ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રીને બે વર્ષ માટે સ્ટોર કરશે, જાણો શું છે કારણ

ટેલિકોમ કંપનીઓ હવે તમારા કોલ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રીને બે વર્ષ માટે સ્ટોર કરશે, જાણો શું છે કારણ
Telecom companies will now store your call and browsing history for two years

DoTના પરિપત્ર મુજબ જો બે વર્ષ સુધી DoT તરફથી કોઈ સૂચના ન મળે તો ટેલિકોમ કંપનીઓ સ્ટોર ડેટાનો નાશ કરી શકે છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 25, 2021 | 5:28 PM

દેશની તમામ ટેલિકોમ કંપનીઓ (Telecom Companies) હવે તમારા કોલ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી બે વર્ષ સુધી તેમની પાસે સુરક્ષિત રાખી શકશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના કોલ ડેટા અને ઈન્ટરનેટ બ્રાઉઝિંગ રેકોર્ડને સુરક્ષિત રાખવાનો સમયગાળો એક વર્ષથી વધારીને બે વર્ષ કર્યો છે. લાયસન્સમાં સુધારા 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા અને 22 ડિસેમ્બરે ટેલિકોમ પરમિટના અન્ય સ્વરૂપો માટે લંબાવવામાં આવી હતી.

ટેલિકોમ કંપનીઓ બે વર્ષ પછી રેકોર્ડનો નાશ કરી શકે છે

DoTના પરિપત્ર મુજબ, તમામ કોમર્શિયલ રેકોર્ડ્સ, કોલ ડિટેલ્સ રેકોર્ડ્સ, એક્સચેન્જ ડિટેલ્સ રેકોર્ડ્સ, IP ડિટેલ્સ રેકોર્ડ્સ સાથે તમામ લાઇસન્સ ધારક નેટવર્ક્સ પર એક્સચેન્જ કરાયેલા કોમ્યુનિકેશન્સના રેકોર્ડ્સ સાચવવામાં આવશે. સુરક્ષાના કારણોસર આવા રેકોર્ડ ઓછામાં ઓછા બે વર્ષ સુધી તપાસ માટે રાખવામાં આવશે.

પરિપત્ર મુજબ જો બે વર્ષ સુધી DoT તરફથી કોઈ સૂચના ન મળે તો ટેલિકોમ કંપનીઓ સ્ટોર કરેલા ડેટાનો નાશ કરી શકે છે. પરિપત્ર જણાવે છે કે સુધારો “જાહેર હિતમાં અથવા રાજ્યની સુરક્ષાના હિતમાં અથવા ટેલિગ્રાફના યોગ્ય સંચાલન માટે” જરૂરી છે.

નિયમોમાં સુધારા પહેલા એક વર્ષ માટે રેકોર્ડ સંગ્રહિત કરવાનું ફરજિયાત હતું

આ સુધારો ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોના ઓછામાં ઓછા બે ઈન્ટરનેટ ડેટા રેકોર્ડ પ્રદાન કરવાની મંજૂરી આપે છે. ઈન્ટરનેટ ટેલિફોનીક સેવાઓ અથવા વાઈફાઈ કોલિંગ માટે તમામ ગ્રાહકોના લોગીન અને લોગઆઉટ વિગતોનો સમાવેશ થાય છે. નિયમોમાં સુધારા પહેલા ટેલિકોમ કંપનીઓ માટે કોલ ડેટા અને ઈન્ટરનેટ બ્રાઉઝિંગ રેકોર્ડને ઓછામાં ઓછા 1 વર્ષ સુધી સંગ્રહિત કરવાનું ફરજિયાત હતું.

ડેટા વપરાશની બાબતમાં ભારત વિશ્વમાં સૌથી આગળ

ભારતમાં મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યા 180 કરોડ છે, જેમાંથી 700 મિલિયન કનેક્શન દ્વારા ઈન્ટરનેટ ચાલે છે. દેશમાં હવે 600 મિલિયન સ્માર્ટ ફોન છે અને દર ત્રણ મહિને આ સંખ્યામાં 25 લાખનો વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ ડેટાનો વપરાશ ભારતમાં થાય છે. સરેરાશ, દેશમાં દરેક વ્યક્તિ દર મહિને 12 જીબી ડેટાનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: ‘મોદી સરકારે કોરોના સામે સુરક્ષા વર્તુળ તૈયાર કર્યું છે, સ્વરાજને સૂરાજમાં બદલ્યું છે’,સુશાસન દિવસ પર ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન

આ પણ વાંચો: ‘અમૂલે’ રણવીર સિંહની ફિલ્મ 83ને સમર્પિત કર્યું ડૂડલ, ફોટો જોઈને ચાહકો પણ થશે ખુશ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati