Technology News: Instagram DM અને Facebook મેસેન્જરમાં આવી રહ્યું છે વોટ્સએપનું આ મહત્વનું ફીચર, ચેટિંગ થશે સુરક્ષિત

છેલ્લા એક વર્ષમાં મેસેન્જર પર એક દિવસમાં 150 મિલિયનથી વધુ વીડિયો કોલ સાથે ઓડિયો અને વીડિયો કોલિંગના વપરાશમાં વધારો જોવા મળ્યો છે.

Technology News: Instagram DM અને Facebook મેસેન્જરમાં આવી રહ્યું છે વોટ્સએપનું આ મહત્વનું ફીચર, ચેટિંગ થશે સુરક્ષિત
છેલ્લા એક વર્ષમાં મેસેન્જર પર એક દિવસમાં 150 મિલિયનથી વધુ વીડિયો કોલ સાથે ઓડિયો અને વીડિયો કોલિંગના વપરાશમાં વધારો જોવા મળ્યો છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 7:16 PM

Technology News:  જો તમે ફેસબુક( Facebook) મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ( Instagram) ડાયરેક્ટ મેસેજ (DM)નો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે હવે તમને આ એપ્સમાં વોટ્સએપ(WhatsApp)નું એક અદ્ભુત ફીચર મળવા જઈ રહ્યું છે.આ ફીચરની રજૂઆત પછી, યુઝર્સ તેમની પ્રાઈવેટ ચેટ્સ પર નિયંત્રણ મેળવી શકશે. આ ફીચરનું નામ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન છે અને કોઈ પણ તેમના મેસેજીસને વાંચી શકશે નહીં.

આ અંગે ફેસબુકે( Facebook) જાહેરાત કરી છે કે તે વોઇસ અને વિડીયો કોલને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ તેમજ મેસેન્જર પર એક્સપાયરિંગ મેસેજ ફીચર(feature) માટે અપડેટ કંટ્રોલનો ઓપ્શન આપી રહ્યા છે.મેસેન્જરના પ્રોડક્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર રૂથ ક્રિકેલીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, લોકો તેમની મેસેજિંગ એપ્સ સુરક્ષિત અને ખાનગી હોવાની અપેક્ષા રાખે છે અને આ નવા ફીચર્સ સાથે અમે તેમને તેમના કોલ અને ચેટનું સંચાલન કેવી રીતે કરીએ છીએ તેના પર વધુ નિયંત્રણ આપી રહ્યા છીએ. જેથી તમે જે ખાનગી રાખવા માંગત હોય તે રાખી શકો છો.

કંપનીએ કહ્યું કે 2016 થી તેઓએ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે વન-ઓન-વન ટેક્સ્ટ ચેટ્સને સુરક્ષિત કરવાનો વિકલ્પ આપ્યો છે. પાછલા એક વર્ષમાં મેસેન્જરે એક દિવસમાં 150 મિલિયનથી વધુ વીડિયો કોલ સાથે ઓડિયો અને વીડિયો કોલિંગના વપરાશમાં વધારો નોંધ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મેનેજમેન્ટ ડિરેક્ટર રૂથ ક્રિકેલીએ કહ્યું કે, અમે હવે આ ચેટ મોડ ઉપરાંત, કોલિંગમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની શરુઆત કરી રહ્યા છીએ, જેથી તમે આ ટેકનોલોજીથી તમારા ઓડિયો અને વીડિયો કોલ્સને સુરક્ષિત રાખવા માટે આ ફીચર પસંદ કરી શકો.વ્યક્તિગત વાતચીતોને હેકર્સ અને ગુનેગારોથી સુરક્ષિત રાખવા માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ પહેલેથી જ વ્હોટ્સએપ જેવી એપ દ્વારા કરવામાં આવે છે.

ફેસબુકે કહ્યું કે તમારા મેસેજ અને કોલ્સની કન્ટેન્ટ તમારા ડિવાઈસને રીસીવરના ડિવાઇસમાં ટ્રાન્સમિટ કરે તે ક્ષણથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ સુરક્ષિત છે.કંપનીએ કહ્યું કે તેણે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટમાં સમાપ્ત થતા મેસેજ ફીચરને પણ અપડેટ કર્યું છે.

કંપની આગામી દિવસોમાં આ ફીચરનું પબ્લીક ટેસ્ટીંગ શરૂ કરી શકે છે અને કેટલાક યુઝર્સને આ ફીચર્સ મળી શકે છે.ફેસબુકે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં, કેટલાક લોકો આ સંપૂર્ણ એન્ક્રિપ્ટેડ ચેટ્સમાં વધુ પરીક્ષણ સુવિધાઓ મેળવી શકે છે જે લોકોને તેમની વાતચીતમાં વધુ પ્રાઈવસી અને સુરક્ષા આપશે.કંપનીએ જણાવ્યું હતું કે, અમે એ મિત્રો અને પરિવાર માંટે વોઇસ અને વિડીયો કોલ સહિત ગ્રુપ ચેટ્સ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનું પરીક્ષણ શરૂ કરીશું, જે પહેલેથી જ હાલના ચેટ થ્રેડ સાથે જોડાયેલા છે.

કંપનીએ જણાવ્યું હતું કે તે કેટલાક દેશોમાં પુખ્ત વયના લોકો સાથે મર્યાદિત પરીક્ષણ પણ શરૂ કરશે જે તેમને ઈન્સ્ટાગ્રામ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજીસ અને વાતચીત માટે કોલ કરવાની સુવિઘા આપે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">