Tech Tips : શું તમારો કોલ ગુપ્ત રીતે રેકોર્ડ કરવામાં નથી આવી રહ્યો ને ? જાણો આ રીતે .

શું કોઈ ગુપ્ત રીતે તમારો કૉલ રેકોર્ડ કરી રહ્યું છે ? તો હવેથી તમે ખૂબ જ સરળ રીતે શોધી શકો છો. આ માટે તમારે અંહિયા જણાવેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.

Tech Tips : શું તમારો કોલ ગુપ્ત રીતે રેકોર્ડ કરવામાં નથી આવી રહ્યો ને ? જાણો આ રીતે .
Call Recording (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 11:52 PM

ગૂગલ (Google) દ્વારા હાલમાં જ તેના પ્લેટફોર્મ પર તમામ કોલ રેકોર્ડિંગ એપ્સ (Call Recording) બંધ કરી દેવામાં આવી છે. જો તમારા ફોનમાં ગૂગલ ડાયલર છે, તો તમને કોલ રેકોર્ડિંગનો વિકલ્પ મળશે નહીં. જો કે, હજુ પણ બીજી ઘણી રીતો કે એપ્સ છે, જેનાથી કોઈ હેકર કે ઓનલાઈન ડેટા (Online Data) ચોરી કરતાં લોકો તમારો કૉલ રેકોર્ડ કરી શકે છે. જો તમને ક્યારેય પણ એવું લાગે છે કે, તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે, તો તમે નીચે જણાવેલી કેટલીક ટિપ્સનો ઉપયોગ કરીને શોધી શકો છો.

શું તમારા કોલ દરમિયાન ‘બીપ’નો અવાજ આવે છે ?

ઘણા દેશોમાં, કોઈપણ વ્યક્તિના કોલને તેમની જાણ વગર રેકોર્ડ કરવો, એ ગેરકાયદે  છે. આ જ કારણ છે કે મોટાભાગના મોબાઈલ ફોન ઉત્પાદકો તેમના ડિવાઇસમાં બીપ અવાજ ઉમેરે છે. આ કારણે, જ્યારે કોઈપણ વ્યક્તિ કૉલ રેકોર્ડ કરે છે, ત્યારે બીપ ટોન વારંવાર તમારા ફોન દ્વારા વગાડવામાં આવે છે. જો તમને ફોન પર કોઈની સાથે વાત કરતી વખતે આ અવાજ ઘણી વાર સંભળાય છે, તો સમજી લો કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. જો કે, આ ફીચર બધા ફોનમાં કામ કરતા  નથી.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

શું એક જ પ્રકારની ટ્યુન વારંવાર વાગી રહી છે ?

કેટલાક કિસ્સાઓમાં, વ્યક્તિ તેના કોલ દરમિયાન એક જ અવાજ વારંવાર સાંભળે છે. જે સૂચવે છે કે, તમારો કોલ અત્યારે રેકોર્ડ થઈ રહ્યો છે. જો કે, આ ફીચર મોટાભાગના સ્માર્ટફોનમાં જોવા મળે છે.

તાજેતરમાં, Google વાર તેના પ્લેટફોર્મ પર ચાલતી તમામ રેકોર્ડિંગ એપ્સ બંધ કરવામાં આવી છે. હવેથી, તમને ગૂગલ ડાયલરનો ઉપયોગ કરીને સ્માર્ટફોનમાં કોલ રેકોર્ડિંગનો વિકલ્પ મળશે નહીં. લોકપ્રિય યુટિલિટી એપ્લિકેશન Truecaller એ પણ તેમનું કોલ રેકોર્ડિંગ ફીચર પણ હટાવી દીધું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">