Tech Tips: તમારા Wi-fiને પણ હેક કરી શકે છે હેકર્સ, આ રીતે તમારા ડિવાઈઝને બનાવો સુરક્ષિત

Tech Tips: આજના જમાનામાં હેકર્સ દ્વારા થતી હેકિંગની ઘટના વધી ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે હેકર્સ તમારા વાઈ-ફાઈનો ઉપયોગ કરીને તમારી સિસ્ટમને હેક કરી શકે છે.

Tech Tips: તમારા Wi-fiને પણ હેક કરી શકે છે હેકર્સ, આ રીતે તમારા ડિવાઈઝને બનાવો સુરક્ષિત
Wi-fiImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 11:06 PM

દુનિયામાં ટેકનોલોજીથી (Technology) મળતી સુવિધાનો ઉપયોગ લગભગ મોટાભાગના લોકો કરતા હોય છે પણ આ ટેકનોલોજીના ઉપયોગમાં સાવધાની પણ રાખવી જોઈએ. કારણ કે હેકર્સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ડેટાની ચિંતા એ ભૂતકાળની વાત છે. ઈન્ટરનેટની સ્પીડ અને ઉપલબ્ધ ડેટા ખૂબ વધારે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે ભૂલી જાઓ કે તમારું વાઈ-ફાઈ કોણ વાપરી રહ્યું છે. તમે ઘરમાં કે ઓફિસમાં Wi-Fiનો ઉપયોગ કરી રહ્યા છો. એટલે તમારે Wi-Fiનો ઉપયોગ કોણ કરી રહ્યું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે કોઈ અજાણ્યા વ્યક્તિ પણ કંઈક એવું કરી શકે છે જે તમને કાયદાકીય મુશ્કેલીમાં મૂકશે. એવું પણ બની શકે છે કે કોઈ તમારા Wi-Fiનો ઉપયોગ કરીને તમારી સિસ્ટમને હેક કરી શકે છે.

દુનિયામાં હેકર્સ દ્વારા આ પ્રકારની પ્રવૃતિ મોટા પ્રમાણમાં બની રહી હોવા છતાં ઘણા લોકો આ બાબતે સાવચેતી રાખતા નથી. 2018નું એક સર્વેક્ષણ દર્શાવે છે કે યુકેમાં 54% Wi-Fi યુઝર ચિંતિત હતા કે તેમનું રાઉટર હેક થઈ શકે છે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે તમારા Wi-Fiનો ઉપયોગ કોણ કરી રહ્યું છે તે જાણી શકો છો અને સાથે સાથે તેને બ્લોક પણ કરી શકો છો.

આ રહી વાઈ-ફાઈને સુરક્ષિત રાખવાની ટિપ્સ

ટિપ્સ 1- રાઉટરની બ્રોડકાસ્ટ વિગતો કોઈને ના આપો

તમે રાઉટરની સેટિંગ્સ દરમિયાન તમારા સર્વિસ સેટ આઇડેન્ટિફાયર (SSID) ને પણ બદલી શકો છો, આ નેટવર્કનું નામ છે જે લોકો જુએ છે, સામાન્ય રીતે તે રાઉટર બનાવનારનું નામ છે. હેકર્સ માટે આવા રાઉટરને હેક કરવું ખૂબ જ સરળ છે. માત્ર SSID બદલવાથી એ સુનિશ્ચિત થતું નથી કે હેકર્સ તમારા ઉપકરણને ઍક્સેસ કરી શકશે નહીં, પરંતુ તેમ છતાં તે એક સુરક્ષિત પદ્ધતિ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ટિપ્સ 2- એડમિન પાસવર્ડ બદલો

Wi-Fiને સુરક્ષિત રાખવા માટે એડમિન પાસવર્ડ બદલવો સૌથી મહત્વપૂર્ણ છે, ડિફોલ્ટ લોગિન સેટિંગ્સનો ઉપયોગ કરવાનું ટાળો, પાસવર્ડ્સ લાંબા અને રેન્ડમ હોવા જોઈએ અને જો રાઉટર પરવાનગી આપે છે તો રાઉટરના યુઝરનું નામ પણ બદલવું જોઈએ.

ટિપ્સ 3- Wi-Fi પ્રોટેક્ટેડ સેટઅપને નિષ્ક્રિય કરો

Wi-Fi પ્રોટેક્ટેડ સેટઅપ (WPS) તમારા નેટવર્ક અને પ્રોટોકોલ-ફ્રેંડલી ઉપકરણો વચ્ચે એન્ક્રિપ્ટેડ કનેક્શન સ્થાપિત કરી શકે છે. તે નિષ્ક્રિય હોવું જોઈએ, જેથી સિસ્ટમ કે જેના પર wps આધાર રાખે છે તે હવે ના રહે. wps હંમેશા આઠ અંકના પાસકોડનો ઉપયોગ કરે છે, જો કે આઠમો અક્ષર હંમેશા ચેક ડિજિટ હોય છે, જો પિન નંબર સાત હોય તો હેકિંગનું જોખમ વધે છે.

ટિપ્સ 4- બીજા DNS સર્વરનો પ્રયાસ કરો

રાઉટર ચલાવવા માટે Isp ડિફોલ્ટને બદલે ફર્મવેરનો વિકલ્પ વાપરો, આવા લોકો અલગ ડોમેન નેમ સિસ્ટમ (DNS) સર્વર પસંદ કરી શકે છે. શક્ય છે કે તમારા ISP દ્વારા ઉપયોગમાં લેવાતા DNS સર્વર્સ ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS) હુમલાને આધીન હોય. આવી સ્થિતિમાં ડિફોલ્ટને બદલે ફર્મવેરનો વિકલ્પ હાથમાં આવે છે, જ્યારે DNS અલગ હોય ત્યારે હેકિંગની શક્યતા ઘટી જાય છે.

ટિપ્સ 4- અપડેટ ફર્મવેર

એક સર્વે મુજબ યુકેમાં 14% લોકો તેમના રાઉટર ફર્મવેરને અપડેટ કરે છે, જો તમે 86% લોકોમાં છો જે નથી કરતા તો તરત જ તે કરો, કારણ કે આવું કરવું તમારા નેટવર્કની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એટલું મહત્વનું પગલું છે, જે મોટાભાગના લોકો નથી લેતા. તે કરવું જરુરી છે.

Latest News Updates

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
g clip-path="url(#clip0_868_265)">