તો ઝડપથી આવી રહ્યું છે Whatsapp નું મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફીચર

તો ઝડપથી આવી રહ્યું છે Whatsapp નું મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફીચર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp ઘણાં સમયથી મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર પર કામ કરી રહ્યું છે. જેની યુઝર્સ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 11, 2021 | 5:15 PM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp ઘણાં સમયથી મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર પર કામ કરી રહ્યું છે. જેની યુઝર્સ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. કારણ કે તેનાથી યુઝર્સને એક સાથે અનેક ડિવાઇસ પર એક જ Whatsapp એકાઉન્ટ ચલાવી શકશે. હવે મલ્ટિ-ડિવાઇસ સપોર્ટથી સંબંધિત એક નવી સુવિધા સામે આવી રહી છે. જેને વોટ્સએપ ઝડપથી લોકો માટે રીલીઝ કરશે.

WABetaInfo ના રિપોર્ટ અનુસાર, નવી ‘ લૉગ આઉટ’ સુવિધા WhatsApp બીટાના આઇઓએસના નવા વર્ઝન 2.21.30.16 માં આપવામાં આવી છે. આ મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ સુવિધાનો ભાગ હશે. જેના દ્વારા યુઝર્સ વિવિધ ઉપકરણોના એકાઉન્ટ્સને લૉગઆઉટ કરી શકશે. WABetaInfoએ નવી સુવિધાનો વિડિઓ ડેમો પણ બતાવ્યો છે. આ લિંક્ડ ડિવાઇસ ઇંટરફેસમાં આપેલા ‘ડિલીટ એકાઉન્ટ’ વિકલ્પને પણ બદલશે.

કેવી રીતે કામ કરશે

ખરેખર, મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ સુવિધા દ્વારા યુઝર્સ એક જ સાથેચાર ડિવાઇસીસ પર એક જ વારમાં WhatsApp એકાઉન્ટ ચલાવવા માટે સક્ષમ હશે. આ WhatsApp વેબથી અલગ હશે, કારણ કે તેમાં તમે ચાર સ્માર્ટફોન પર એક એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો. ખાસ વાત એ છે કે તેને પ્રાથમિક ઉપકરણ માટે સક્રિય ઇન્ટરનેટ કનેક્શનની જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં, લોગ આઉટ સુવિધા દ્વારા યુઝર્સ વિવિધ ડિવાઇસના એકાઉન્ટ્સને લોગઆઉટ કરી શકશે.

વિડિઓનો અવાજ મ્યુટ કરી શકશો

એક અન્ય અહેવાલ મુજબ વોટ્સએપે નવા મ્યૂટ વિડિઓ સુવિધા રજૂ કરવાની શરૂઆત કરી છે. જેના માધ્યમથી યુઝર્સ વોટ્સએપ પર તેમના દ્વારા મોકલવામાં આવતા વિડિઓના અવાજને અટકાવી શકશે. વિડિઓને મ્યૂટ કરવા માટે યુઝર્સને કોઈપણને મોકલતા પહેલા ફક્ત સ્પીકર આયકન પર ટેપ કરવાની જરૂર છે. આ સુવિધા અનેક સ્થિતિમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati