ચેટ ખોલ્યા વિના વાંચો Whatsapp મેસેજ, જાણો આ સરળ ટ્રિક

ચેટ ખોલ્યા વિના વાંચો Whatsapp મેસેજ, જાણો આ સરળ ટ્રિક

Whatsapp  વેબ વર્ઝનમાં એક વિશેષ સુવિધા છે. જેમાં તમે કોઇને ખબર પડયા  વિના તમે ચેટ વાંચી શકો છો. આ ટ્રિકને જાણવા માટે તમારે આ સેટિંગ્સ કરવાની જરૂર છે.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 09, 2021 | 5:52 PM

Whatsapp  વેબ વર્ઝનમાં એક વિશેષ સુવિધા છે. જેમાં તમે કોઇને ખબર પડયા  વિના તમે ચેટ વાંચી શકો છો. આ ટ્રિકને જાણવા માટે તમારે આ સેટિંગ્સ કરવાની જરૂર છે.

Whatsapp  પર યુઝર્સ માટે નવી અને ખૂબ જ ખાસ સુવિધાઓ અપડેટ થતી રહે છે. આ નવી સુવિધાઓ સાથે યુઝર્સને વધુ સારા ચેટિંગનો અનુભવ મળે છે. વોટ્સએપની ઘણી સુવિધાઓ છે જેના વિશે આપણે જાણીએ છીએ, પરંતુ કંપની એ WhatsApp વેબ માટે પણ નવી સુવિધાઓ લાવી છે.

અમે તમને  WhatsApp વેબની આવી જ એક વિશેષ સુવિધા વિશે માહિતી આપી રહ્યા છીએ. આ ટ્રિકની  મદદથી તમે ચેટ ખોલ્યા વિના  WhatsApp પર મેસેજ વાંચી શકો છો. જો તમે ઇચ્છતા હોવ કે સામેની વ્યક્તિને ખબર ન હોય કે તમે તેમનો સંદેશ વાંચ્યો છે, તો પછી તમે આ ટ્રિક અપનાવી શકો. ચાલો જાણીએ આ માટે તમારે શું કરવાની જરૂર છે.

ચેટ ખોલ્યા વિના વોટસએપ મેસેજ  વાંચો તમારે પહેલા ફોનમાં  WhatsApp ચાલુ કરવું પડશે અને તેને વોટ્સએપ વેબથી કનેક્ટ કરવું પડશે. આ માટે તમારે ફોનમાં  WhatsApp ખોલવું પડશે. ત્યારબાદ બાજુમાં આપેલા ત્રણ ટપકા પર ક્લિક કરો.

અહીં તમે વોટ્સએપ વેબનો વિકલ્પ જોશો. હવે તમારા મોબાઇલના વોટ્સએપ ક્યૂઆર કોડ સાથે  WhatsApp વેબમાં આપેલ ક્યૂઆર કોડને સ્કેન કરો. હવે તમારા ડેસ્ક  પર વોટ્સએપ પર તમારું એકાઉન્ટ ખૂલી જશે. હવે વોટ્સએપ વેબ ખુલ્યા પછી  જો કોઈ મેસેજ આવ્યો છે તો તે ચેટ ઉપર કર્સર લઇ જાઓ. હવે તમે  સંપૂર્ણ મેસેજ જોઇ શકશો અને  તમે ચેટ ખોલ્યા વિના મેસેજ વાંચી શકો છો.

વોટ્સએપ પર દરેક વ્યકિત  અનેક પ્રકારની ચેટ કરે છે. આવી સ્થિતિમાં અમે કોઈ ચોક્કસ ગ્રુપમાં જોડાયા છીએ. પરંતુ તમે એ જણાવવા માંગતા નથી કે તમે ચેટ વાંચી છે. તો તમે આ ટ્રિકને અપનાવી શકો. એવું ઘણી વખત થાય છે કે આપણે મેસેજ વાંચવા માંગીએ છીએ પરંતુ તે કોઈને જણાવવા  માંગતા નથી. આવી સ્થિતિમાં આ ટ્રિક ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati