સોશિયલ મીડિયા પર સતત વધી રહી છે પીએમ મોદીની ફેન ફોલોવિંગ, ટ્વીટર પર ફોલોવર્સની સંખ્યા 70 મિલિયનને પાર

અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 129.8 મિલિયન ફોલોવર્સની સાથે આ લિસ્ટમાં ટોપ પર છે. તેમના ઉત્તરાધિકારી અને પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પણ 84 મિલિયન ફોલોવર્સ હતા.

સમાચાર સાંભળો
સોશિયલ મીડિયા પર સતત વધી રહી છે પીએમ મોદીની ફેન ફોલોવિંગ, ટ્વીટર પર ફોલોવર્સની સંખ્યા 70 મિલિયનને પાર
The number of PM Modi's followers on social media has crossed 70 million

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દેશમાં નહીં પણ દુનિયાભરમાં લોકપ્રિય છે અને આ વાત અમે નથી કહેતા આ વાત તેમના ટ્વીટર પરના ફોલોવર્સ કહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટર હેન્ડલે 70 મિલિયન એટલે કે 7 કરોડ ફોલોવર્સનો આંકડો પાર કર્યો છે. પીએમ મોદી દુનિયાભરમાં સૌથી વધારે ફોલોવ કરવામાં આવતા નેતાઓમાંના એક છે અને તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જ જાય છે.

 

 

પીએમ મોદીએ પોતાનું ટ્વીટર એકાઉન્ટ 2009માં શરૂ કર્યુ હતુ, તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2010માં તેમના એક લાખ ફોલોવર્સ હતા અને નવેમ્બર 2011માં તેમના ફોલોવર્સની સંખ્યા 4 લાખને પાર કરી ગઈ હતી. પીએમ મોદી પોતાના ફોલોવર્સ સાથે જોડાવા અને રાજકીય નિવેદનો આપવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે.

 

 

પોતાની ફેસબુક પ્રોફાઈલ અને યુટ્યુબ ચેનલની સાથે પીએમ મોદીનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન, મહિલા સુરક્ષા અને અલગ અલગ અભિયાન માટે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કર્યો.

 

તેમણે લોકોને કોરોના મહામારીના સમયે સરકારે લીધેલા નિર્ણયો વિશે લોકોને માહિતી આપવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. 2018માં એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં પીએમ મોદીને દુનિયાભરના ટોપના નેતાઓમાં જગ્યા આપી હતી.

 

અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama) 129.8 મિલિયન ફોલોવર્સની સાથે આ લિસ્ટમાં ટોપ પર છે. તેમના ઉત્તરાધિકારી અને પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) પણ 84 મિલિયન ફોલોવર્સ હતા. પરંતુ ટ્વીટરે તેમના એકાઉન્ટ પર બેન લગાવ્યા બાદ પીએમ મોદી બીજા નંબર પર આવી ગયા હતા. તેવામાં બરાક ઓબામા બાદ ટ્વીટર પર પીએમ મોદીના સૌથી વધુ ફોલોવર્સ છે.

 

જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના (Amit Shah) ટ્વીટર પર 26.2 મિલિયન ફોલોવર્સ છે. જ્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) સોશિયલ મીડિયા એપ પર 19.4 મિલિયન ફોલોવર્સ છે. અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના 30.9 મિલિયન ફોલોવર્સ છે. જ્યારે પહેલા ભારતીય મહિલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના 18.6 મિલિયન ફોલોવર્સ છે.

 

આ પણ વાંચો – Ahmedabad: ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા લોકો સામે તવાઈ, 154 કરોડ રૂપિયાનો જંગી દંડ વસૂલવાનો બાકી

 

આ પણ વાંચો – ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો, ગણેશ મહોત્સવમાં 4 ફૂટની પ્રતિમાને મંજૂરી

Click on your DTH Provider to Add TV9 Gujarati