Tech Update: YouTubeએ લોન્ચ કર્યું નવું ફીચર, યુઝર્સ જોઈ શકશે વીડિયોનો જરૂરી ભાગ

YouTube New Update: આ સુવિધા તમને સૌથી વધુ જોવાયેલ વીડિયોઝ અથવા YouTube શોર્ટ વીડિયોઝમાંથી 60 સેકન્ડના વીડિયોઝને ઍક્સેસ કરવાની મંજૂરી આપશે. આ નવા ફીચર હેઠળ, યુટ્યુબ તેના વીડિયોના સૌથી વધુ રિપ્લે કરી શકાય તેવા ભાગને હાઈલાઈટ કરશે.

Tech Update: YouTubeએ લોન્ચ કર્યું નવું ફીચર, યુઝર્સ જોઈ શકશે વીડિયોનો જરૂરી ભાગ
YouTube Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 10:49 AM

સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ તેમના વપરાશકર્તાઓની સુવિધા માટે સમયાંતરે નવા અપડેટ્સ (YouTube New Update) બહાર પાડતા રહે છે. વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબે (YouTube)તેના યુઝર્સ માટે શોર્ટ વીડિયોમાં ગ્રીન સ્ક્રીન ફીચર શરૂ કરવાની વાત કરી છે. આ સુવિધા તમને સૌથી વધુ જોવાયેલ વીડિઓઝ અથવા YouTube શોર્ટ વીડિઓઝમાંથી 60 સેકન્ડના વીડિઓઝને ઍક્સેસ કરવાની મંજૂરી આપશે. YouTube પર મોટી સંખ્યામાં લોકપ્રિય વીડિઓઝ છે. જરૂરી નથી કે આખો વીડિયો જોવા જેવો હોય. કેટલીકવાર મોટા વીડિયોનો માત્ર એક નાનો ભાગ જોવા યોગ્ય હોય છે. આ નવા ફીચર હેઠળ યુટ્યુબ તેના વીડિયોના સૌથી વધુ રિપ્લે કરી શકાય તેવા ભાગને હાઈલાઈટ કરશે.

શોર્ટ વીડિયોનો ઉપયોગ

વીડિયો ક્રિએટર્સ YouTubeના કોઈપણ વીડિયો અથવા શોર્ટ વીડિયોનો ઉપયોગ પોતાના બેકગ્રાઉન્ડ તરીકે કરી શકે છે. અત્યાર સુધી આ ફીચર યુટ્યુબ પ્રીમિયમ યુઝર્સ માટે હતું, પરંતુ હવે તે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ કટ ફીચર જેવું જ છે. યુઝર્સ દ્વારા બનાવવામાં આવેલ વીડિયોમાં ક્રેડિટ તરીકે મૂળ કન્ટેન્ટની લિંક હશે. યુટ્યુબે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોપીરાઈટ કન્ટેન્ટવાળા મ્યુઝિક વીડિયો રીમિક્સ કરી શકાતા નથી.

આનો ફાયદો એ થશે કે જો યુઝર્સ કોઈ વીડિયોનો કોઈ ચોક્કસ ભાગ જોવા ઈચ્છે છે તો તેણે આખો વીડિયો જોવો પડશે. પરંતુ નવા ફીચર સાથે હવે તેઓ માત્ર લોકપ્રિય ભાગ જ જોઈ શકશે. આ ફીચર યુઝર્સના સમયની બચત કરશે. આ ફીચરની મદદથી યુઝર્સ વીડિયોના તે ભાગ સુધી તરત જ પહોંચી શકે છે જે તેઓ જોવા માંગે છે. જેને મોટાભાગના લોકોએ રિપ્લે કરીને જોયો હશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ચેનલ સબ્સ્ક્રિપ્શન ગિફ્ટ કરી શકશે

YouTube ચેનલ સબ્સ્ક્રિપ્શન વિકલ્પમાં એક નવી સુવિધા ઉમેરી રહ્યું છે. નવા ફીચરની મદદથી યુઝર્સ યુટ્યુબ ચેનલ પર પેઈડ સબસ્ક્રિપ્શન ગિફ્ટ કરી શકશે. આ ફીચર હજુ બીટા સ્ટેજમાં છે, પરંતુ આ ફીચર યુએસ અને યુકેમાં યુટ્યુબ ગેમિંગ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી Tech Masterની વિશેષ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આ વિષય પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">