Technology News: Windows યુઝર્સ સાવધાન ! હેકર્સ યૂઝ કરી રહ્યા છે ખતરનાક માલવેર, ડિલીટ થઈ જશે બધી ફાઈલ્સ

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 3:51 PM

માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉપયોગમાં લેવાતી ફાઇલોને ઓવરરાઇટ કરી શકે છે. સુરક્ષા સંશોધકે તેના હુમલા માટે Sandworm ગ્રુપને જવાબદાર ગણાવ્યું છે. આ જૂથ સાયબર હુમલા માટે જાણીતું છે.

Technology News: Windows યુઝર્સ સાવધાન ! હેકર્સ યૂઝ કરી રહ્યા છે ખતરનાક માલવેર, ડિલીટ થઈ જશે બધી ફાઈલ્સ
Symbolic Image
Image Credit source: Google

સાયબર સિક્યોરિટી રિસર્ચરે એક માલવેર વિશે જાણ કરી છે. આ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ જ ખતરનાક છે. તે વિન્ડોઝ ફાઇલને ઓવરરાઇટ કરે છે અને બધી ફાઇલોને કાઢી નાખે છે. આ સાયબર સિક્યુરિટી ફર્મ ESET દ્વારા જોવામાં આવ્યું છે. તે માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉપયોગમાં લેવાતી ફાઇલોને ઓવરરાઇટ કરી શકે છે. સુરક્ષા સંશોધકે તેના હુમલા માટે Sandworm ગ્રુપને જવાબદાર ગણાવ્યું છે. આ જૂથ સાયબર હુમલા માટે જાણીતું છે.

આ પણ વાંચો: સાવધાન ! e-Simના નામે સ્કેમર્સ બનાવી રહ્યા છે નિશાન, બચવા માટે આપનાવો આ રીત

ફાઇલ્સ થઈ જાય છે ડિલીટ

હેકિંગ ટીમ પર એક્ટિવ ડિરેક્ટરી ગ્રૂપ પોલિસીની મદદથી નવા વાઈપર SwiftSlicerનો ઉપયોગ કરવાનો આરોપ છે. એકવાર એક્ઝિક્યુટ થઈ ગયા પછી, SwiftSlicer શેડો કૉપિને ડિલીટ કરી નાખે છે અને સિસ્ટમમાં ફાઇલોને ઓવરરાઈટ કરે છે.

ફાઇલ ઓવરરાઇટ થયા પછી PC રીબૂટ

આ નોન-સિસ્ટમ ડ્રાઇવ્સમાં પણ ફાઇલોને ઓવરરાઇટ કરે છે. આ પછી કમ્પ્યુટર રીબૂટ કરી દે છે. આપને જણાવી દઈએ કે સિક્યોરિટી ફર્મ ESETને તાજેતરમાં યુક્રેનને નિશાન બનાવીને સાયબર એટેક વિશેની જાણકારી મળી હતી.

આ અટેક માટે પણ સેન્ડવોર્મને જવાબદાર ગણવામાં આવ્યો હતો. આ સાયબર હુમલો 25 જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો. નવો માલવેર પ્રોગ્રામ ગો પ્રોગ્રામિંગ ભાષામાં લખવામાં આવ્યો છે. ESET એ પણ ટ્વિટર પર આ વિશે માહિતી આપી છે.

યુક્રેનની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-UA) અનુસાર, રશિયાના સેન્ડવોર્મે યુક્રેનની રાષ્ટ્રીય સમાચાર એજન્સી યુક્રીનફોર્મને નિશાન બનાવીને 5 વાઇપિંગ હુમલા કર્યા હતા. CERT-UA એ જણાવ્યું કે સમાચાર એજન્સીની સિસ્ટમમાં CaddyWiper, ZeroWipe, SDelete, AwfulShred અને BidSwipe વાઇપર વેરિઅન્ટ્સ ઇન્સ્ટોલ મળ્યા હતા.

આ સિવાય આજકાલ ઈ-સિમથી પણ છેતરપિંડી થઈ રહી છે જેમાં સિમ સ્વેપિંગ માટે, સ્કેમર તમારા પોતાના નંબરનું સિમ કાર્ડ ખરીદે છે. આ માટે, ઠગ ઘણી વખત ટેલિકોમ ઓપરેટરને તમારું આઈડી કાર્ડ, મોબાઈલ નંબર સહિતની ઘણી અંગત માહિતી આપે છે. આ પછી, જેવું જ છેતરપિંડી કરનાર તેના મોબાઇલમાં નવું સિમ કાર્ડ નાખે છે, જૂનું સિમ આપોઆપ બ્લોક થઈ જાય છે, ત્યારબાદ OTP, સંદેશા અને કૉલ્સ તમારી પાસે આવવાને બદલે સીધા જ સ્કેમર્સ પાસે જાય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati