Tech News: શું ખતમ થઈ જશે WhatsAppની ફ્રી કોલિંગ? જાણો કયા ફેરાફારોની છે તૈયારી

બિલનો ડ્રાફ્ટ DoTની વેબસાઈટ પર બધા માટે ઉપલબ્ધ છે. આ સાથે વિભાગે બિલ પર ઉદ્યોગોના સૂચનો પણ માંગ્યા છે. જો બિલ પસાર થશે તો ટેલિકોમ્યુનિકેશન વિભાગ તેનું પાલન કરશે. ભારતીય ટેલિકોમ્યુનિકેશન બિલ, 2022ના ડ્રાફ્ટમાં ઘણી નવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Tech News: શું ખતમ થઈ જશે WhatsAppની ફ્રી કોલિંગ? જાણો કયા ફેરાફારોની છે તૈયારી
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 1:27 PM

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરે છે. ભારતમાં જ તેના સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા 400 મિલિયનથી વધુ છે. જો તમારે વોટ્સએપ વાપરવા માટે ચૂકવણી કરવી પડશે તો શું થશે. નવા ટેલિકોમ બિલના ડ્રાફ્ટ બાદ આ અટકળો લગાવવામાં આવી રહી છે. સરકારે ભારતીય ટેલિકોમ્યુનિકેશન બિલ, 2022 (Indian Telecommunication Bill, 2022)નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

બિલનો ડ્રાફ્ટ DoTની વેબસાઈટ પર બધા માટે ઉપલબ્ધ છે. આ સાથે વિભાગે બિલ પર ઉદ્યોગોના સૂચનો પણ માંગ્યા છે. જો બિલ પસાર થશે તો ટેલિકોમ્યુનિકેશન વિભાગ તેનું પાલન કરશે. ભારતીય ટેલિકોમ્યુનિકેશન બિલ, 2022ના ડ્રાફ્ટમાં ઘણી નવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટેલિકોમ લાઈસન્સ હોવું આવશ્યક છે

આ મુજબ WhatsApp, Skype, Zoom, Telegram અને Google Duo જેવી કોલિંગ અને મેસેજિંગ સર્વિસ એપ્સને હવે લાયસન્સ લેવું પડશે. ભારતમાં કામ કરવા માટે તેમને ટેલિકોમ કંપનીઓની જેમ લાયસન્સની જરૂર પડશે. ત્યારે નવા ટેલિકોમ્યુનિકેશન બિલમાં OTT પ્લેટફોર્મનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે લોકોએ વોટ્સએપ કોલિંગ અને અન્ય એપ્સ માટે ફી ચૂકવવી પડશે. કારણ કે આ એપ્સને હવે ઓપરેશન માટે લાયસન્સની જરૂર છે. જો કે, આ લાઇસન્સ કેવી રીતે મેળવવું અને વોટ્સએપ સહિત અન્ય એપ્સ માટે કેટલા પૈસા ખર્ચવામાં આવશે તેની કોઈ માહિતી નથી.

લાયસન્સ અંગે શું જોગવાઈઓ છે?

સરકારે આ બિલમાં લાયસન્સ ફી સંબંધિત કેટલીક જોગવાઈઓ પણ ઉમેરી છે. આ અંતર્ગત સરકારને લાયસન્સ ફી આંશિક કે સંપૂર્ણ માફ કરવાનો અધિકાર છે. આ સાથે રિફંડની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે. જો કોઈ ટેલિકોમ અથવા ઈન્ટરનેટ પ્રોવાઈડર તેનું લાઇસન્સ સરેન્ડર કરે છે, તો તેને રિફંડ મળી શકે છે.

શું વોટ્સએપની ફ્રી સર્વિસ સમાપ્ત થશે?

આપણે WhatsApp અથવા અન્ય એપ્સ પર કૉલ કરવા માટે ચાર્જ ચૂકવી રહ્યા છીએ. ભલે તે ડેટા કોસ્ટ તરીકે આ ચાર્જ ચૂકવીએ છીએ, પરંતુ લાયસન્સ ફી પછી શું થશે તે અંગે કંઈ કહી શકાય નહીં.

શક્ય છે કે કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર ફી વસૂલવાનું શરૂ કરી શકે અથવા તમારે કેટલીક સેવાઓનો ઉપયોગ કરવા માટે મેમ્બરશિપ લેવી પડી શકે. આ સિવાય કંપનીઓ તમને એડ દ્વારા ફ્રી સર્વિસ પણ આપી શકે છે. હાલમાં સરકારે 20 ઓક્ટોબર સુધી ડ્રાફ્ટ બિલ પર લોકોના સૂચનો માંગ્યા છે. આ પછી જ આ અંગે કોઈ સ્થિતિ સ્પષ્ટ થશે.

ઘણી નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે

નવા બિલ હેઠળ તમામ ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડરોએ લાયસન્સ લેવું પડશે અને તેમણે ટેલિકોમ ઓપરેટરના નિયમોનું પાલન કરવું પડશે. ટેલિકોમ ઓપરેટરો છેલ્લા ઘણા સમયથી આની માગ કરી રહ્યા હતા. આ સિવાય જો કોઈ ટેલિકોમ કંપની નાદાર થઈ જાય તો તેના આપેલા સ્પેક્ટ્રમનું નિયંત્રણ સરકાર પાસે રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">