WhatsApp આ રીતે કરે છે તમારી પ્રાઈવસીને પ્રોટેક્ટ, જાણો તમારા કામના આ 4 સેટિંગ્સ

અમે તમને ચાર જબરદસ્ત વોટ્સએપ ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ આ ફીચર્સ શું છે અને તમે તેનો કેવી રીતે કરી શકો છો ઉપયોગ.

WhatsApp આ રીતે કરે છે તમારી પ્રાઈવસીને પ્રોટેક્ટ, જાણો તમારા કામના આ 4 સેટિંગ્સ
WhatsAppImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 2:11 PM

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય છે, જો તમે હંમેશા સુરક્ષા અને પ્રાઈવસીને લઈને ચિંતિત હોવ તો જાણકારી માટે તમને જણાવી દઈએ કે વોટ્સએપમાં યુઝર્સની પ્રાઈવસીનું ધ્યાન રાખવા માટે આ ચાર ગજબના ફીચર્સ મળે છે. અમે તમને આ ચાર WhatsApp ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ આ ફીચર્સ શું છે અને તમે તેનો કેવી રીતે કરી શકો છો ઉપયોગ.

સ્ટેટસ પ્રાઈવસીઃ તમે વોટ્સએપ પર સ્ટેટસ પણ મૂકતા જ હશો, પરંતુ જો તમે પ્રાઈવસીના કારણે તમારું સ્ટેટસ દરેક સાથે શેર કરવા નથી માંગતા, તો આ માટે પણ વોટ્સએપમાં એક જોરદાર ફીચર ઉપલબ્ધ છે. આ ફીચરની મદદથી તમે તમારું સ્ટેટસ ફક્ત તે જ લોકો સાથે શેર કરી શકો છો જે તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં છે.

તમે તમારા બધા સંપર્કો સાથે સ્ટેટસ શેર કરી શકો છો અથવા તમે ફક્ત તે જ લોકોને પસંદ કરી શકો છો જેમની સાથે તમે સ્ટેટસ શેર કરવા માંગો છો. આ માટે, સેટિંગ્સમાં એકાઉન્ટ્સ પર ક્લિક કર્યા પછી, તમારે સ્ટેટસ પ્રાઇવસી વિકલ્પ પર જવું પડશે, અહીં તમારે My Contacts, Only share with અને My Contacts except વિકલ્પોમાંથી પસંદગી કરવાનો રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઓનલાઈન સ્ટેટસ હાઈડ કરવું: જો તમે પણ પ્રાઈવસીને લઈને ચિંતિત છો તો તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા વોટ્સએપ પોતાના યુઝર્સ માટે એક ઉપયોગી ફીચર લઈને આવ્યું હતું. ઘણી વખત એવું બને છે કે આપણે વોટ્સએપ પર કોઈની સાથે ચેટ કરીએ છીએ, પછી આપણે અન્ય યુઝર્સને ઓનલાઈન દેખાતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત પરિસ્થિતિ એવી હોય છે કે આપણે નથી ઈચ્છતા કે કોઈને ખબર પડે કે આપણે ઓનલાઈન છીએ. યુઝર્સની આ સમસ્યાને દૂર કરવા માટે આ ફીચર લાવવામાં આવ્યું છે.

આ ફીચરની મદદથી હવે યુઝર્સ તેમની ઓનલાઈન શો એક્ટિવિટી છુપાવી શકશે. એટલે કે, આ ફીચરને એનેબલ કર્યા પછી, તમે ઑનલાઇન હોવ તો પણ, કોઈને તેના વિશે ખબર નહીં પડે.

Read Receipts: પ્રાઈવસીના કારણે જો તમે છુપાવવા માંગતા હોવ કે તમે સામેના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલ મેસેજ વાંચ્યો છે કે નહીં, તો તેના માટે વોટ્સએપમાં એક અદભૂત ફીચર પણ ઉપલબ્ધ છે. જો તમે નથી ઈચ્છતા કે કોઈને ખબર પડે કે તમે મેસેજ વાંચ્યો છે, તો જો તે પહેલાથી જ એનેબલ હોય તો તમે આ ફીચરને ડિસેબલ કરી શકો છો. આ માટે તમારે Settings > Account > Privacy પર જઈને રીડ રિસીપ્ટ ઓપ્શનને બંધ કરવો પડશે.

પ્રોફાઈલ ફોટોઃ પહેલા યુઝર્સની પાસે આવો કોઈ વિકલ્પ નહોતો, જેમાં તેઓ કોઈનાથી પ્રોફાઈલ પિક્ચર છુપાવવા માંગતા હોય તો ડીપી એટલે કે ડિસ્પ્લે પિક્ચર હટાવવું પડતું હતું, પરંતુ હવે યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આ ફીચરને એપ્લિકેશનમાં ઉમેર્યું છે. આ ફીચર આવ્યા બાદ હવે તમે તમારી ફોટો હટાવ્યા વિના જે લોકોથી ફોટો છુપાવવા માગો છો તેમનાથી તમારો ફોટો હાઈડ કરી શકો છો.

સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ પર ક્લિક કરો અને પછી પ્રાઈવસી ઓપ્શનમાં તમને પ્રોફાઈલ ફોટોનો એક ઓપ્શન દેખાશે કે જેમ તમે તેના પર ક્લિક કરશો કે તરત જ તમને Everyone, My Contacts, My Contacts Except અને નોબડી ઓપ્શન મળશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">