કેન્દ્ર સરકારે ચીની એપ પર બોલાવી તવાઈ, બેન કરી 348 Mobile Apps, દેશ બહાર મોકલી રહ્યા હતા ડેટા

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં આ મોબાઈલ એપ્સને બ્લોક (Apps Banned)કરવાની માહિતી આપી છે. ત્યારે મંત્રાલયે 348 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

કેન્દ્ર સરકારે ચીની એપ પર બોલાવી તવાઈ, બેન કરી 348 Mobile Apps, દેશ બહાર મોકલી રહ્યા હતા ડેટા
Mobile Apps BannedImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 12:40 PM

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ચીન અને અન્ય દેશો દ્વારા વિકસિત 348 મોબાઈલ એપ્સ(Mobile Apps)ની ઓળખ કરી છે, આપને જણાવી દઈએ કે આ એવી એપ્સ છે જે યુઝરની માહિતી એકઠી કરીને તેને અનધિકૃત રીતે દેશની બહાર સ્થિત સર્વર પર મોકલી રહી હતી. આપની જાણકારી માટે જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં આ મોબાઈલ એપ્સને બ્લોક (Apps Banned)કરવાની માહિતી આપી છે.

રાજીવ ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું કે ગૃહ મંત્રાલયની વિનંતીના આધારે MeitY ઉર્ફે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે 348 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એવું જાણવા મળ્યું છે કે આ મોબાઈલ એપ્સ ડેટા ટ્રાન્સમિશન ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતના સંરક્ષણ અને રાજ્યની સુરક્ષાનું ઉલ્લંઘન કરતી હોવાનું જાણવા મળ્યું છે.

જણાવી દઈએ કે સમય સમય પર, ભારત સરકાર આવી ચાઈનીઝ એપ્સની ઓળખ કરે છે અથવા તો એવી મોબાઈલ એપ્સ કહો કે જે કોઈક ગેરરીતિમાં સામેલ હોય છે અને પછી કેન્દ્ર સરકાર કડક વલણ અપનાવે છે અને આ એપ્સને પ્રતિબંધિત કરવાનું કામ કરે છે. આ વખતે પણ એવું જ થયું, 348 એવી એપ્સ મળી આવી જે દેશની બહાર ભારતીયોનો ડેટા મોકલી રહી હતી અને આવી એપ્સની જાણ થતાં જ સરકાર એક્શન મોડમાં આવી ગઈ.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

એક્શન મોડમાં આવેલી કેન્દ્ર સરકારે આ એપ્સને તરત જ બ્લોક કરી દીધી છે. જો ભવિષ્યમાં પણ આવી એપ્સની ઓળખ થતી રહેશે તો કેન્દ્ર સરકાર સમાન ચાઈનીઝ એપ્સ સહિત અન્ય મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા ચાલુ રાખી શકે છે.

જણાવી દઈએ કે સરકારે ભારતની લોકપ્રિય બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI)ની ઍક્સેસને બ્લોક કરી છે. આ કારણે BGMIને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. હવે આ ગેમ ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ કરી શકાશે નહીં. એક રિપોર્ટ અનુસાર, આ બેટલ રોયલ ગેમને IT એક્ટ સેક્શન 69A હેઠળ બ્લોક કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે આ સેક્શન હેઠળ ભારતમાં ઘણી ગેમ્સ અને એપ્સ પહેલાથી જ બંધ થઈ ચૂકી છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડખાની કરતી એપ્સ અથવા ગેમ્સ પર આ કાયદા હેઠળ જ પ્રતિબંધ કરવામાં આવે છે.ન્યુઝ એજન્સી રોયટર્સે સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે BGMI ભારતમાં IT કાયદાની કલમ 69A હેઠળ બ્લોક કરી છે. આ વિભાગમાં જાહેર કરાયેલા આદેશો મોટાભાગે ગોપનીય હોય છે. આ કારણે તેના વિશે વધુ માહિતી લોકોમાં બહાર આવતી નથી.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">