Technology News: WhatsApp પર આવી રહ્યું છે આ ખાસ ફિચર! ગ્રુપ એડમિનને મળશે ‘Approval’ રાઈટ્સ

એકવાર આ ફિચર રીલીઝ થઈ ગયા પછી વોટ્સએપ (WhatsApp) ગ્રુપ સેટિંગ્સમાં 'નવા પાર્ટસિપેન્ટને મંજૂર આપવી' વિકલ્પ હશે, જ્યાં ગ્રુપ એડમિન એવા લોકોની વિનંતીઓ સ્વીકારી અથવા નકારી શકે છે જેઓ બધા ચોક્કસ ગ્રુપમાં જોડાવા માગે છે.

Technology News: WhatsApp પર આવી રહ્યું છે આ ખાસ ફિચર! ગ્રુપ એડમિનને મળશે ‘Approval’ રાઈટ્સ
WhatsAppImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 12:05 PM

વોટ્સએપ (WhatsApp) પર દરરોજ નવા ફીચર્સ આવતા રહે છે અને હવે જાણવા મળ્યું છે કે ઓનલાઈન મેસેજિંગ એપ નવા ફિચર ‘Approve new participants’ પર કામ કરી રહી છે. આ માહિતી WABetaInfo દ્વારા આપવામાં આવી છે, જેમાં ટ્વિટર દ્વારા કહેવામાં આવ્યું છે કે WhatsApp, WhatsApp Beta Android 2.22.18.9 માટે ગ્રુપ સેટિંગ પર કામ કરી રહ્યું છે, જેમાં ગ્રુપ એડમિન (Group Admin) નવા પાર્ટિસિપન્ટ્સને મંજૂરી આપશે. આનો અર્થ એ છે કે ગ્રૂપ એડમિન નક્કી કરી શકશે કે કોને ગ્રૂપમાં એડ કરવામાં આવશે અને કોને નહીં. હાલમાં આ સુવિધા ડેવલપમેન્ટ સ્ટેજ છે.

એકવાર આ ફિચર રીલીઝ થઈ ગયા પછી વોટ્સએપ ગ્રુપ સેટિંગ્સમાં ‘નવા પાર્ટસિપેન્ટને મંજૂર આપવી’ વિકલ્પ હશે, જ્યાં ગ્રુપ એડમિન એવા લોકોની વિનંતીઓ સ્વીકારી અથવા નકારી શકે છે, જેઓ બધા ચોક્કસ ગ્રુપમાં જોડાવા માગે છે. રિપોર્ટમાં નવો વિકલ્પ દર્શાવતો સ્ક્રીનશોટ પણ સામેલ છે, જેથી WhatsApp યુઝર્સને ખ્યાલ આવી શકે કે જ્યારે ફીચર રોલઆઉટ કરવામાં આવે ત્યારે તે કેવું દેખાશે. તે જોઈ શકાય છે કે આ સેટિંગને ઓન કરવાથી ગ્રુપમાં દરેક વ્યક્તિ કોઈને પણ એડ કરી શકશે, પરંતુ એડ કોણ થશે તે ફક્ત એડમિન જ તેને મંજૂરી આપી શકશે.

આ ત્રણ નવા પ્રાઈવસી ફિચર્સ આવી રહ્યા છે

વોટ્સએપે તેના યુઝર્સ માટે ટૂંક સમયમાં ત્રણ નવા પ્રાઈવસી ફિચર્સ લાવવાની જાહેરાત કરી છે. કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. વળી, ટ્વિટર પર WhatsAppની સત્તાવાર પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે WhatsApp 3 નવા પ્રાઈવસી ફિચર્સ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં ‘Online Presence, Screenshot blocking for view once और Leave Group Silently’ નો સમાવેશ થાય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ફેસબુકે કહ્યું છે કે વોટ્સએપ હવે વધારાની સુરક્ષા માટે વ્યુ વન્સ મેસેજના સ્ક્રીનશોટ લેવાથી રોકવા પર કામ કરી રહ્યું છે. આ ફિચર હાલમાં ટેસ્ટિંગ હેઠળ છે અને ટૂંક સમયમાં જ યુઝર્સને રજૂ કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">