હવે ફોન કરનારના નંબર સાથે ફોટો પણ મળશે જોવા, સરકાર લાવી રહી છે નવો નિયમ

સરકાર TRAI સાથે મળી એક નવી સિસ્ટમ રજુ કરવા જઈ રહ્યું છે, જેમાં કોલ કરનારના મોબાઈલ નંબર સાથે તેમનો ફોટો પણ જોવા મળશે. તેના માટે સરકાર મોબાઈલ નંબર કેવાઈસી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.

હવે ફોન કરનારના નંબર સાથે ફોટો પણ મળશે જોવા, સરકાર લાવી રહી છે નવો નિયમ
Symbolic ImageImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 7:31 PM

સરકાર મોબાઈલ કોલિંગની દિશામાં એક નવો નિયમ લાવી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા જલ્દી જ કેવાઈસી બેઝ્ડ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. જેમાં કોલ કરનારનું નામ ફોટો સાથે તમારા મોબાઈલ સ્ક્રીન પર જોવા મળશે. જેનાથી મોબાઈલ કોલ કરી બેંક ફ્રોડ જેવી ઘટનાઓને રોકવામાં મદદ મળશે. કારણ કે આજકાલ મોબાઈલ કોલિંગ ફ્રોડનો નવો અડ્ડો બનતો જઈ રહ્યો છે. મોબાઈલ કોલ કરી બેંક ફ્રોડ જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. ફેક મોબાઈલ નંબર હોવાને કારણે એવા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. એટલા માટે સરકાર તરફથી મોબાઈલ કોલિંગમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યો છે જેનાથી ફેક કોલ કરનારને પકડી શકાય.

સરકાર TRAI સાથે મળી એક નવી સિસ્ટમ રજુ કરવા જઈ રહ્યું છે, જેમાં કોલ કરનારના મોબાઈલ નંબર સાથે તેમનો ફોટો પણ જોવા મળશે. તેના માટે સરકાર મોબાઈલ નંબર કેવાઈસી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. તેના માટે સરકાર બે પ્રકારની વ્યવસ્થા લાગુ કરી શકે છે. પહેલું આધાર કાર્ડ બેસ્ડ અને બીજુ સિમ કાર્ડ બેસ્ડ છે.

આધાર બેઈઝ કેવાઈસી

TRAIની નવી વ્યવસ્થામાં તમામ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક રહેશે. જેનાથી કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કોલ કરશે તો સામેવાળા વ્યક્તિ પાસે માત્ર કોલ કરનારના નંબર જ નહીં, પરંતુ સાથે કોલ કરનાર શખ્સનું નામ પણ જોવા મળશે. તે એજ નામ હશે જે આધારકાર્ડમાં લખેલું હશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સિમ કાર્ડ બેઈઝ

સરકાર સિમ કાર્ડ ખરીદતા સમયે આપવામાં આવેલા ડોક્યુમેન્ટ્સના આધારે લોકોના ફોટોને કોલિંગ સાથે અટેચ કરશે. એવામાં ફેક લોકોની ઓળખ થઈ શકશે. મતલબ કે જે ફોટો તમે સિમ ખરીદતા વખતે લગાવ્યો છે તે કોલિંગ દરમિયાન મોબાઈલ સ્ક્રીન પર જોવા મળશે. જેનાથી ઓનલાઈન ફ્રોડ કરનારની સરળતાથી ઓળખ થઈ શકશે અને લોકો ઓનલાઈન સ્કેમનો શિકાર થતા બચી જશે.

કોલ કરનાર નહીં છુપાવી શકે ઓળખ

જણાવી દઈએ કે કેવાઈસી બેઈઝ પ્રક્રિયા DoT ના ધારા ધોરણો મુજબ હશે. કેવાઈસી બેઈઝ પ્રક્રિયા કોલર્સને તેના કેવાયસી અનુસાર ઓળખવામાં મદદ કરશે. આ પ્રક્રિયામાં ટેલિકોમ કંપનીઓ તમામ ગ્રાહકો પાસેથી ઓફિશિયલ કેવાયસી માટે નામ, સરનામુ, નોંધાવવું પડશે. આ સિવાય ડોક્યુમેન્ટ્સ તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસેંસ અથવા લાઈટ બિલ આપવાનું રહેશે. જેનાથી ફ્રોડની શક્યતા ઘણી ઓછી થશે. કેવાયસી બેઝ્ડ નવી પ્રક્રિયા લાગુ થયા બાદ કોલ કરનાર વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી શકશે નહીં.

કેવાયસી બેઈઝ પ્રક્રિયા થશે ફરજીયાત

નવા નિયમ મુજબ કેવાયસી પ્રક્રિયા બધા માટે ફરજીયાત થશે. આ નવી પ્રક્રિયામાં બિનજરૂરી કોમર્શિયલ કમ્યુનિકેશન અથવા સ્પામ કોલ અને મેસેજની સમસ્યાથી છુટકારો મળી જશે. સાથે જ ફ્રોડ કોલિંગને રોકવા માટે બ્લોકચેન ટેક્નોલોજીને પણ લાગુ કરવામાં આવશે. જેનાથી આ પ્રકારના ફ્રોડ પર લગામ લગાવી શકાય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">