Tech News: નકલી કોલ કરીને કોઈ નહીં કરી શકે પરેશાન, ફોન પર જ દેખાશે અસલી ઓળખ, TRAI લાવી રહ્યું છે નવા નિયમો

આ નવી KYC આધારિત પ્રક્રિયા DoT ના ધોરણો અનુસાર હશે. KYC આધારિત પ્રક્રિયા કોલર્સને તેમના KYC (Know Your Customer) મુજબ ઓળખવામાં મદદ કરશે.

Tech News: નકલી કોલ કરીને કોઈ નહીં કરી શકે પરેશાન, ફોન પર જ દેખાશે અસલી ઓળખ, TRAI લાવી રહ્યું છે નવા નિયમો
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 8:51 AM

સરકાર દ્વારા મોબાઈલ કોલિંગની દિશામાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ટૂંક સમયમાં કેવાયસી (KYC)આધારિત પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. જેના કારણે તમારા મોબાઈલની સ્ક્રીન પર કોલરનું નામ દેખાશે, જે ટ્રુકોલર (TrueCaller) જેવું જ લાગે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. ખરેખર, TrueCaller પર દેખાતા નામમાં છેતરપિંડી થવાની સંભાવના છે. પરંતુ સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર KYC આધારિત પ્રક્રિયાના અમલ પછી કૉલિંગ દરમિયાન દેખાતા નામો એકદમ સાચા હશે. આ માટે વ્યક્તિનો નંબર મોબાઈલમાં સેવ કરવો જરૂરી નથી. આ મામલે TRAI વતી DoT સાથે પરામર્શ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાએ જણાવ્યું હતું કે થોડા મહિનામાં આ અંગે ચર્ચા શરૂ થવાની અપેક્ષા છે.

કૉલ કરનાર વ્યક્તિ ઓળખ છુપાવી શકશે નહીં

આ નવી KYC આધારિત પ્રક્રિયા DoTના ધોરણો અનુસાર હશે. KYC આધારિત પ્રક્રિયા કોલર્સને તેમના KYC (Know Your Customer) મુજબ ઓળખવામાં મદદ કરશે. આ પ્રક્રિયામાં ટેલિકોમ કંપનીઓએ તમામ ગ્રાહકોના KYCના નામે સત્તાવાર નામ, સરનામું દાખલ કરવાનું રહેશે. આ સિવાય મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા વીજળી બિલની રસીદ દસ્તાવેજ તરીકે આપવાની રહેશે. જેના કારણે છેતરપિંડીની શક્યતા ઘણી ઓછી થઈ જશે. એકવાર નવી KYC આધારિત પ્રક્રિયા લાગુ થઈ ગયા પછી, કૉલર તેની ઓળખ છુપાવી શકશે નહીં.

KYC આધારિત પ્રક્રિયા ફરજિયાત રહેશે

કેવાયસી પ્રક્રિયા બધા માટે ફરજિયાત હશે કે કેમ તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. જો કે એ જરૂરી છે કે આ નવી પ્રક્રિયામાં બિનજરૂરી કોમર્શિયલ કોમ્યુનિકેશન (UCC) અથવા સ્પામ કોલ અને મેસેજની સમસ્યાથી છુટકારો મળી જશે. ઉપરાંત, છેતરપિંડી કોલિંગને રોકવા માટે બ્લોકચેન ટેક્નોલોજી પણ લાગુ કરવામાં આવી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી Tech Masterની વિશેષ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આ વિષય પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">