ફેસબુકે(Facebook) દ્વેષપૂર્ણ અને વાંધાજનક કન્ટેન્ટ પર કડક કાર્યવાહી કરી છે. એજન્સીના રિપોર્ટ અનુસાર માત્ર મે મહિનામાં જ ફેસબુકે ભારતમાં 1.75 કરોડથી વધુ વાંધાજનક કન્ટેન્ટ સામે કાર્યવાહી કરી છે. આ પોસ્ટમાંથી એકલી 37 લાખ પોસ્ટ હિંસાને પ્રોત્સાહન આપતી હતી. ફેસબુકે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. સોશિયલ મીડિયા (Social Media) કંપની ફેસબુક આવી પોસ્ટ પર કાર્યવાહી કર્યા બાદ દર મહિને પોતાનો રિપોર્ટ જાહેર કરે છે.
રિપોર્ટ અનુસાર Facebookએ ભારતમાં 13 અલગ-અલગ કેટેગરીમાં આ વાંધાજનક કન્ટેન્ટને હટાવી દીધું છે. આ કન્ટેન્ટમાં હિંસા, ઉત્પીડન, બળજબરી, ગ્રાફિક કન્ટેન્ટ, ન્યૂડિટી અને સેક્સુઅલ એક્ટિવિટી અને બાળકો સંબંધિત પોસ્ટનો સમાવેશ થાય છે. આ સિવાય ફેસબુકે કેટલીક સંસ્થાઓ, વ્યક્તિઓ અને બાળકો સાથે જોડાયેલી પોસ્ટ પણ સામેલ કરી છે.
ફેસબુકે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે 1 મેથી 31 મે 2022 વચ્ચે તેને ભારતમાંથી કુલ 835 ફરિયાદો મળી છે. ફેસબુકે આ ફરિયાદો પર 100 ટકા કાર્યવાહી કરી છે. ફેસબુક દાવો કરે છે કે આ પ્રકારની સામગ્રી પર તેની કાર્યવાહીનો હેતુ કોઈપણ વ્યક્તિને તેના કારણે થતા આર્થિક અને સામાજિક નુકસાનથી બચાવવાનો છે. Facebook માત્ર આવી કન્ટેન્ટ સામે સતર્ક જ નથી રહેતું પણ ફરિયાદો પર તાત્કાલિક પગલા પણ લે છે.
મેટા કંપનીની બીજી સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામે પણ ફરિયાદો પર કાર્યવાહી કરી છે. ઈન્સ્ટાએ લગભગ 12 કેટેગરીમાં લગભગ 41 લાખ કન્ટેન્ટ સામે કાર્યવાહી કરી છે. આ એક્શનનો હેતુ યુઝર્સને હેરાનગતિથી બચાવવાનો છે.
માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે પણ તેના જાહેર કરેલા અહેવાલમાં માહિતી આપી છે કે તેણે 26 એપ્રિલથી 25 મે 2022 સુધીમાં ભારતમાં 1500થી વધુ ફરિયાદો પર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી તે પોસ્ટ્સ વિરુદ્ધ હતી જે તેમના દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર ન હતી. આ સિવાય આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ 46 હજારથી વધુ ખાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ફેસબૂક કોઈ પણ યુઝર્સનું એકાઉન્ટ ફરિયાદ મળવા પર અથવા તેના દ્વારા કોઈપણ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન બાદ કરે છે. ફેસબુકે યુઝર્સ માટે સંપૂર્ણ ગાઈડલાઈન તૈયાર કરી છે, જેને તમે હેલ્પ સેક્શનમાં જઈને જોઈ શકો છો. આ કેટલાક કારણો છે જેના કારણે ફેસબુક કોઈપણના એકાઉન્ટ પર પ્રતિબંધ લાવી શકે છે.
યુઝર્સ જે પોસ્ટ અથવા શેયર કરે છે, જે ફેસબુકની સુરક્ષા સિસ્ટમ માટે શંકાસ્પદ અથવા અપમાનજનક લાગે તેવી કોઈપણ પોસ્ટ. જો કોઈ વપરાશકર્તા અજાણ્યા વ્યક્તિને સંદેશ અથવા વિનંતી મોકલે છે, જે સ્વીકારવામાં આવતી નથી. વપરાશકર્તા કંઈક એવું કરે છે જે કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ અનુસાર યોગ્ય નથી.