લોકોના બેન્ક એકાઉન્ટમાં હાથ સાફ કરી રહી છે વાયરસથી ભરેલી આ 2 App, તાત્કાલિક કરો ડિલીટ

આ વાયરસ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે લોગિંગ કીસ્ટ્રોકની ચોરી કરીને SMSને અટકાવી શકે છે. આટલું જ નહીં, ઓટોમેટેડ ટ્રાન્સફર સિસ્ટમનો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફરની કપટપૂર્ણ પ્રક્રિયા તમને ગરીબ બનાવી શકે છે.

લોકોના બેન્ક એકાઉન્ટમાં હાથ સાફ કરી રહી છે વાયરસથી ભરેલી આ 2 App, તાત્કાલિક કરો ડિલીટ
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 9:27 AM

ગૂગલ (Google)સમય-સમય પર Google Play Store પરથી એવી એપ્સને દૂર કરે છે જે વપરાશકર્તાઓ માટે જોખમી છે. હવે ફરી એકવાર ભયાનક SharkBot માલવેર પ્લે સ્ટોર પર અને આ વખતે નકલી ક્લીનર એપ્સ અને એન્ટીવાયરસ એપ્સના રૂપમાં પાછું આવ્યું છે. જાણવા મળ્યું છે કે આ વાયરસ યુઝર્સના બેંકિંગ ડેટાની ચોરી કરી રહ્યો છે, આપને જણાવી દઈએ કે આ ખતરનાક એપ્સમાં મિસ્ટર ફોન ક્લીનર (Mister Phone Cleaner)અને કિલ્હાવી મોબાઈલ સિક્યોરિટી (Kylhavy Mobile Security)જેવી એપ્સ સામેલ છે.

આપની જાણકારી માટે જણાવી દઈએ કે 60 હજારથી વધુ લોકોએ પોતાના ફોનમાં આ એપ્સ ડાઉનલોડ કરી છે. NCC ગ્રુપના Fox-IT અનુસાર, આ વાયરસ ઓસ્ટ્રેલિયા, સ્પેન, જર્મની, પોલેન્ડ, ઓસ્ટ્રિયા અને અમેરિકામાં રહેતા યુઝર્સને ટાર્ગેટ કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આ એપ્સ યુઝરને એન્ટીવાયરસ એપ્સ માટે નકલી અપડેટ તરીકે માલવેર ઇન્સ્ટોલ કરવાનું કહે છે.

એવું જાણવા મળ્યું છે કે Google Play Store પર બે SharkbotDopper એપ એક્ટિવ છે, જેમાંથી દરેકને 10K અને 50K ઇન્સ્ટોલેશન મળી છે. આ વાયરસ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે લોગિંગ કીસ્ટ્રોકની ચોરી કરીને SMSને અટકાવી શકે છે. આટલું જ નહીં, ઓટોમેટેડ ટ્રાન્સફર સિસ્ટમનો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફરની કપટપૂર્ણ પ્રક્રિયા તમને ગરીબ બનાવી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શાર્કબોટ વર્ઝનમાં, એક વિશેષતા મળી આવી છે જે વપરાશકર્તા પાસેથી સેશન કૂકીઝ ચોરી કરે છે અને બેંક એકાઉન્ટમાં લોગ ઇન કરે છે. આપને જણાવી દઈએ કે હવે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે, પરંતુ જેમણે આ એપ્સ ઇન્સ્ટોલ કરી છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ એપ્સને તેમના ફોનમાંથી તરત જ દૂર કરી દે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">