જો તમે આ 4 બાબતોનું ધ્યાન રાખશો તો કોઇ પણ હેકર તમારી ખાનગી માહિતી ચોરી નહીં શકે

બધા જ એકાઉન્ટ પર ટૂ ફૈક્ટર ઓથેન્ટિકેશન લગાવીને રાખો, હંમેશા એક મજબૂત અને અલગ પાસવર્ડ લગાવો, ઓનલાઇન પ્રાઇવસી અને સેફ્ટીને જોતા ફાઇનેંશિયલ સ્ટેટમેન્ટ્સ પર ધ્યાન આપો.

જો તમે આ 4 બાબતોનું ધ્યાન રાખશો તો કોઇ પણ હેકર તમારી ખાનગી માહિતી ચોરી નહીં શકે
Keeps these points in mind to protect your data from hackers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 5:23 PM

ટેક્નોલોજીના વિકાસની સાથે સાથે જમાનો હને ડિજીટલ થઇ રહ્યો છે. નાના-મોટા કોઇ પણ કામ હોય લોકો તેને ડિજીટલી કરવા લાગ્યા છે. ઇન્ટરનેટ અને ડિજીટલ માધ્યમના આવવાથી લોકોને ઘણા ફાયદા થયા છે. લોકોના ઘણા કામો સરળ થઇ ગયા છે પરંતુ કેટલાક લોકો ઓનલાઇન ઠગાઇના (Online Fraud) શિકાર પણ બની ગયા છે. હેકર્સ (Hackers) આ લોકોની જાણકારી વેચી રહ્યા છે તો તેમને બ્લેકમેઇલ કરીને મોટી રકમ પણ વસૂલી રહ્યા છે. તેમાં તમારો મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ અને બેંકની જાણકારી પણ હોય શકે છે. લગભગ 36 ટકા ભારતીયો એવા છે કે જેને હેકર્સ અલગ અલગ રીતે ચૂનો લગાડી ચૂક્યા છે. આમાં કેટલાક લોકોની તો સોશિયલ મીડિયા જાણકારી પણ ચોરાઇ ગઇ છે.

ઓનલાઇન જાણકારી ચોરી ન થાય તે માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે. સાવધાની રાખવાથી તમે હેકર્સના પ્રયત્નોને ફેલ કરી શકો છે. મહારાષ્ટ્ર સાઇબર ક્રાઇમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ બાબતોને લઇને કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં ફોટોઝની સાથે સ્ટેપ્સ પણ જણાવવામાં આવ્યા છે જેથી તમે ઓનલાઇન ઠગાઇ અને હેકિંગથી બચી શકો છો. તો આવો જોઇએ શું છે તે સ્ટેપ્સ.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

1. ઇન્ટરનેટ બેન્કિંગના ઉપયોગ અને એક્સેસ માટે હંમેશા પોતાનો જ ફોન અથવા તો લેપટોપનો ઉપયોગ કરો. અન્ય કોઇ વ્યક્તિના ફોન અથવા તો લેપટોપનો ઉપયોગ કરવો નહી અને બને તો પોતાનું જ ઇન્ટરનેટ પણ વાપરો.

2. કોઇ પણ ઓનલાઇન ફોર્મને ભરવા પહેલા તેના વિશે પૂરી જાણકારી મેળવી લો. જે ફોર્મમાં તમારે પર્સનલ માહિતીઓ ભરવાની છે તેને ખાસ કરીને ચેક કરો.

3. હંમેશા પોતાના પર્સનલ ડિવાઇઝમાંથી જ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં લોગીન કરો તેમજ દરેક સેશન બાદ તેને લોગઆઉટ પણ કરી દો.

4. કોઇ પણ લિંક, ઇમેલ, મેસેજ અથવા SMS પર વગર જાણકારીએ ક્લિક ન કરો.

બધા જ એકાઉન્ટ પર ટૂ ફૈક્ટર ઓથેન્ટિકેશન લગાવીને રાખો, હંમેશા એક મજબૂત અને અલગ પાસવર્ડ લગાવો, ઓનલાઇન પ્રાઇવસી અને સેફ્ટીને જોતા ફાઇનેંશિયલ સ્ટેટમેન્ટ્સ પર ધ્યાન આપો. હંમેશા વેબસાઇટને https ના URL સાથે જ ઓપન કરો. આની મદદથી તમે ફેક વેબસાઇટ અને જાણકારી ચોરી કરનાર હેકર્સથી બચી શક્શો.

હંમેશા પોતાના એકાઉન્ટ્સ પર નજર રાખો. ક્યારે તમને કોઇ પણ શંકા જાય અથવા તો કઇ ખોટુ થતુ લાગે અથવા તો કોઇ તમારી ખાનગી માહિતી મેળવવાનો પ્રયત્ન કરે તો તમે cybercrime.gov.in પોર્ટલ પર જઇને ફરિયાદ નોંધાવી શકો છો. જો તમારે સાઇબર ક્રાઇમની રિપોર્ટ લખાવવી છે તો તેના માટે તમે 155260 પર કોલ કરી શકો છો.

આ પણ વાંચો – Karnataka: CM બોમ્માઇએ મંત્રી આનંદ સિંહ સાથે કરી મુલાકાત,કહ્યુ “ટૂંક સમયમાં નાગરાજ સાથે પણ કરીશ વાત”

આ પણ વાંચો – Himachal Pradesh: ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓ માટે CM જયરામ ઠાકુરની મહત્વની જાહેરાત, જાણો શું કરી જાહેરાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">