NASA: મંગળ પર રોવર પર્સેપ્શનના લેન્ડીંગમાં થઈ ગડબડ, ફેલ થતાં બચી ગયું 2.7 અબજ ડોલરનું મિશન

NASA: મંગળ પર રોવર પર્સેપ્શનના લેન્ડીંગમાં થઈ ગડબડ, ફેલ થતાં બચી ગયું 2.7 અબજ ડોલરનું મિશન

અમેરિકન સ્પેસ એજન્સી NASAએ મંગળ પર મોકલેલા રોવર પર્સેપ્શનના લેન્ડીંગ સમયની છેલ્લી 7 મિનીટનો સમય ખુબ કટોકટીવાળો રહ્યો હતો.

Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Feb 14, 2021 | 11:05 PM

અમેરિકન સ્પેસ એજન્સી NASAએ મંગળ પર મોકલેલા રોવર પર્સેપ્શનના લેન્ડીંગ સમયની છેલ્લી 7 મિનીટનો સમય ખુબ કટોકટીવાળો રહ્યો હતો. સાત મહિનાની સતત યાત્રા પછી NASAનું પર્સેપ્શન રોવર મંગળ પર ઉતરવા જઈ રહ્યું હતું એ દરમિયાન કેપ્સ્યુલની રેડિયો સંદેશ સિસ્ટમ ગડબડ સર્જાઈ હતી. લેન્ડીંગના ખૂબ જ નિર્ણાયક તબક્કે સાત મિનિટ સુધી રોવરને લઈને જઈ રહેલા કેપ્સ્યુલથી સિગ્નલ પૃથ્વી પર પહોંચ્યા નહીં. પરંતુ લેન્ડીંગ મેનેજમેન્ટ ટીમે જલ્દી જ એ ગડબડ પર કાબુ મેળવ્યો અને ત્યારબાદ રોવર પર્સેપ્શન સફળતાપૂર્વક મંગળ ગ્રહ પર ઉતર્યું.

છેલ્લી 7 મિનીટ નિર્ણાયક રહી

20 કરોડ કિલોમીટરથી વધુનું અંતર કાપીને આ અઠવાડિયાની શરૂઆતમાં અવકાશ કેપ્સ્યુલ મંગળ પર પહોંચ્યું છે. લોસ એન્જલસ નજીક જેટ પ્રોપલ્શન લેબોરેટરી દ્વારા આ મિશનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. મંગળની સપાટીની નજીક પહોંચ્યા પછી કેપ્સ્યુલ્સમાંથી આવતા સંકેતો થોડા સમય માટે બંધ થઈ ગયા. જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં થોડા સમય માટે સન્નાટો છવાઈ ગયો હતો. પરંતુ ત્યાં બેઠેલા વિશ્વના સર્વશ્રેષ્ઠ ખગોળશાસ્ત્રીઓ અને એન્જિનિયરોની ટીમે સમય ગુમાવ્યા વિના પરિસ્થિતિને સંભાળવા પ્રયત્નો શરૂ કર્યા. થોડીવારમાં આખી સિસ્ટમ ફરીથી કામ કરવા લાગી. કેપ્સ્યુલને જેટ પ્રોપલ્શન લેબોરેટરી દ્વારા મોકલાયેલા સંદેશા પ્રાપ્ત થવા લાગ્યા અને કેપ્સ્યુલમાંથી રોવર પર્સેપ્શન સફળતાપૂર્વક બહાર આવ્યું અને મંગળની સપાટી પર કામ કરવાનું શરૂ કર્યું.

NASA: Rover Perception landing on Mars, The 2. 2.7 billion mission survived the failure

તસ્વીર સોર્સ NASA/JPL-Caltech

2.7 અબજ ડોલરનું મિશન

જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં લેન્ડીંગ ટીમના વડા અલ ચેનના જણાવ્યા અનુસાર 2.7 અબજ ડોલરનું આ મિશન અંતિમ તબક્કામાં જોખમમાં હતું. જો થોડી મિનિટો આગળ પાછળ થઈ હોત તો પછી બધું જ નકામું થઈ જાત. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સફળતા ક્યારેય સુનિશ્ચિત હોતી નથી અને જ્યારે તે 20 કરોડ કિલોમીટર દૂર હોય છે, ત્યારે તે વધુ અનિશ્ચિત બને છે. તે અવકાશમાં મોકલેલો અત્યાર સુધીનો સૌથી મોટો, સૌથી ભારે અને સૌથી જટીલ રોવર ઉતરવાનો મામલો હતો. તેથી આ ખૂબ મુશ્કેલ કાર્ય હતું.

NASAનું રોવર પર્સેપ્શન મંગળ પર કામ કરશે

આ રોવર પર્સેપ્શન મંગળ પર ક્યારેય જીવન અસ્તિત્વ ધરાવતું હતું કે કે નહીં તેની કલ્પના કરશે. માણસ જીવી શકે તેવી પરિસ્થિતિઓ ત્યાં અસ્તિત્વમાં છે કે નહીં. રોવર પર્સેપ્શન ત્યાંના તાપમાન, પાણી અને ઓક્સિજનની સ્થિતિનો અભ્યાસ કરશે. રોવર પર્સેપ્શન આ બધા કાર્યો પોતે જ કરશે. પૃથ્વી પરથી તેને કોઈ મદદ કરવામાં નહીં આવે. રોવર પર્સેપ્શન એક બેટરી સંચાલિત નાની એસયુવી જેવું છે. તે પોતાની સાથે કામમાં જરૂરી ઘણા સાધનો લઈને પણ ગયું છે. જેમાં પથ્થર કટીંગ અને ડ્રિલ મશીન પણ છે અને સાથે જ મંગળ પર હવા પરીક્ષણ કરવાનું ઉપકરણ પણ છે.

આ પણ વાંચો: IND vs ENG: ‘થોડા સા આગે-મિલ્ખા સિંહ ભાગે, મુંહ પર ડાલ બોલ ઈસકે’ ઋષભ પંતે બોલી બોલીને મજા પાડી દીધી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati