નાસાએ હબલ ટેલિસ્કોપમાં કેદ કર્યો અદ્ધભુત નજારો, શોધી Star Wars ની તલવાર

છેલ્લા 30 વર્ષથી હબલ ટેલિસ્કોપ અંતરીક્ષની લગભગ દરેક ગતિવિધિ પર નજર રાખેલી છે અને અગણિત તસ્વીરો લઇ રહ્યા છે. નાસાના હબલ ટેલિસ્કોપે જે ફોટો લીધા તેને જોઇ હૉલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘Star Wars’ની યાદ આવી ગઇ.

  • Publish Date - 8:50 pm, Fri, 7 May 21 Edited By: Bhavesh Bhatti
નાસાએ હબલ ટેલિસ્કોપમાં કેદ કર્યો અદ્ધભુત નજારો, શોધી Star Wars ની તલવાર
બ્રહ્માંડમાં દેખાયો અદ્ધભુત નજારો

બ્રહ્માંડમાં ન જાણે કેટલી અદ્દભુત ઘટનાઓ રોજ થતી રહે છે, પરંતુ આપણે તેને જોઇ નથી શકતા. જો કે અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA નું ઓફિશિયલ Hubble Space Telescope જે રોજ અંતરિક્ષમાં થનારા ચમત્કારોથી રુબરુ કરાવે છે. છેલ્લા 30 વર્ષથી હબલ ટેલિસ્કોપ અંતરીક્ષની લગભગ દરેક ગતિવિધિ પર નજર રાખેલી છે અને અગણિત તસ્વીરો લઇ રહ્યા છે.

ક્યારેક તે એ દેખાડે છે કે, આપણા જન્મદિવસ પર અંતરિક્ષમાં શું અદ્ભુત ઘટના થઇ હતી. તો ક્યારેક કોઇ નવી ગેલેક્સી વિશે જાણકારી મેળવી છે. અથવા તો ક્યારેક એવુ શોધી લાવે છે કે, જેને જોઇ ખુદ નાસા પણ હેરાન થઇ જાય છે. આવુ જ કંઇક 4 મેના રોજ પણ થયું. નાસાના હબલ ટેલિસ્કોપે જે ફોટો લીધા તેને જોઇ હૉલીવુડની પ્રખ્યાત ફિલ્મ  ‘Star Wars’ ની યાદ આવી ગઇ.

હબલ ટેલિસ્કોપે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યા છે. આકાશીય પ્રકાશ જેવી આ ગેલેક્સીનું નામ HH24 છે. ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોને અત્યાર સુધી 1,76,000 લાઇક્સ મળી ચૂકી છે. અનેક લોકો કમેન્ટ પણ કરી ચૂક્યા છે નાસાએ આ ફોટ શેર કરતા લખ્યુ કે #MayThe4thBeWithYou! હબલે આ આકાશીય રોશની Lightsaber નજારાને કેપ્ચર કર્યો છે. આનું નામ HH24 છે. પરંતુ ગેલેક્સી બહુ દૂર નથી તે લગભગ 1350 પ્રકાશવર્ષ દૂર છે.

 

View this post on Instagram

 

A post shared by Hubble Space Telescope (@nasahubble)

જો તમે ફોટોને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ તસ્વીર હોલીવુડની મશહૂર ફિલ્મ સ્ટાર વોરના એક સીન જેવુ લાગે છે. આ જોવામાં બિલકુલ એક બે ધારી અલૌકિક તલવાર જેવી લાગી રહી છે. હબલના પ્રમાણે આ લાઇટસેબર અમારી પોતાની ગેલેક્સી મિલ્કી વેમાં છે.આ ઓરિયન બી મોલેક્યૂલર ક્લાઉડ કોમ્પલેક્સમાં ઉપસ્થિત છે. જે 1350 પ્રકાશ વર્ષ દૂર છે. આ ફોટો લેવા માટે હબલે ઇન્ફ્રારેડ લાઇટ માધ્યમથી ગેસ અને ધૂળને પાર કરી અને બની રહેલા નવા તારા સુધી પહોંચ્યા. આ કારણે હબલ HH ઓબ્જેક્ટની સ્પષ્ટ તસ્વીર લઇ શક્યા.

અંતરિક્ષની પરિકલ્પનાઓ પર આધારિત Star Wars હૉલીવુડની પ્રખ્યાત સીરીઝ છે. જેની અનેક ફિલ્મ આવી ચુકી છે. નાસાાના સાયન્સ મિશન નિદેશાલયના એસ્ટ્રોનોટ જોન ગ્રુંસફેલ્ડનુ કહેવુ છે કે, સાયન્સ ફિક્શન પેઢીઓના વૈજ્ઞાનિકો અને એન્જીનિયર્સને પ્રેરિત કરી રહી છે. ફિલ્મ સીરીઝ Star Wars પણ કંઇ અલગ નથી. તેમણે કહ્યુ કે હબલ જેવી રીતે બ્રંહ્માડના રહસ્યો પરથી પડદો ઉઠાવી રહ્યુ છે. તેનાથી નવી નવી શોધ લઇને વૈજ્ઞાનિકોને પ્રેરણા મળી રહી છે.