પ્લાસ્ટિકનો કચરો વિશ્વમાંથી થઇ જશે નાબૂદ? વૈજ્ઞાનિકોએ શોધ્યું એવું મશરૂમ જે પ્લાસ્ટિક ખાય છે

પ્લાસ્ટિકનો કચરો વિશ્વમાંથી થઇ જશે નાબૂદ? વૈજ્ઞાનિકોએ શોધ્યું એવું મશરૂમ જે પ્લાસ્ટિક ખાય છે
Image - Twitter

પ્લાસ્ટિક એ મોટી સમસ્યા બની ગયું છે. આવામાં વૈજ્ઞાનિકોએ ખુબ મોટું સંશોધન કરતા જણાવ્યું છે કે તેમને પ્લાસ્ટિક ખાતું મશરૂમ શોધી દીધું છે.

Gautam Prajapati

|

Apr 19, 2021 | 3:49 PM

1950 થી, માણસોએ અત્યાર સુધી પૃથ્વી પર 9 અબજ ટન એટલે કે 816 કરોડ કિલોગ્રામ પ્લાસ્ટિક બનાવ્યું છે. તેમાંથી માત્ર 9 ટકા જ રિસાયકલ કરવામાં આવ્યું છે. 12 ટકા બળીને રાખ થઈ ગયા. પરંતુ બાકીના પ્લાસ્ટિકમાંથી 79 ટકા પ્લાસ્ટીક ન તો બળી શક્યું ન રિસાઇકલ થઇ શક્યું. આ પ્રકૃતિ માટે ખતરો છે. હવે વૈજ્ઞાનિકોએ એવું મશરૂમ શોધી કાઢ્યું છે જે પ્લાસ્ટિક ખાય છે. તે કાર્બનિક સામગ્રી બનાવવા માટે પ્લાસ્ટિકનો વપરાશ કરે છે. એટલે કે, ભવિષ્યમાં પ્લાસ્ટિકના કચરાથી છૂટકારો મળી શકે છે. આ મશરૂમનું નામ પેસ્ટાલોટોપ્સિસ માઇક્રોસ્પોરા (Pestalotiopsis microspora) છે. આ મશરૂમ્સ પ્લાસ્ટિકની સામગ્રી, Polyurethane ખાય છે અને તેને જૈવિક પદાર્થમાં રૂપાંતરિત કરે છે. તે પણ કુદરતી રીતે. એટલે કે, આ મશરૂમનો ઉપયોગ ભવિષ્યમાં પ્લાસ્ટિકના કચરાથી છૂટકારો મેળવવા માટે થઈ શકે છે.

પર્યાવરણવિદોનું માનવું છે કે જો આ મશરૂમને પ્લાસ્ટિકના કચરાની ટોચ પર બનાવવામાં આવે, તો થોડા સમયમાં જ ત્યાં ઘણાં જૈવિક પદાર્થો એકઠા થઇ જશે, જેનો ઉપયોગ ખાતર તરીકે થઈ શકે છે. કારણ કે આ મશરૂમ કુદરતી ખાતરની જેમ વર્તી રહ્યું છે. તે આપણા પૃથ્વીની સફાઈ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

મશરૂમમાં એક ખાસ પ્રકારનું ફૂગ (Fungi) હોય છે જે જમીનની અંદરથી અથવા ઝાડની છાલથી ખીલે છે. તેઓ સામાન્ય રીતે મૃત છોડ અને ઝાડને ખાતર બનાવવાનું કામ કરે છે. મશરૂમની વિશેષતા એ છે કે તેનો ઉપયોગ સામગ્રીથી બાયફ્યુઅલથી લઈને બાંધકામમાં થાય છે. તેથી જ વૈજ્ઞાનિકો વર્ષોથી મશરૂમ્સ પર સંશોધન કરી રહ્યા છે.

પૃથ્વી પર ફૂગની 20 થી 40 લાખ જાતો છે. તેથી તેમની સહાયથી પર્યાવરણીય સંરક્ષણ માટેની ઘણી સંભાવનાઓ છે. યેલ યુનિવર્સિટીના (Yale University) વૈજ્ઞાનિકોએ એક દુર્લભ મશરૂમ શોધી કાઢ્યું છે. જે પ્લાસ્ટિકની ટોચ પર વિકસી શકે છે. જોકે આ મશરૂમ હાલમાં ફક્ત ઇક્વાડોરના એમેઝોન જંગલોમાં જ જોવા મળે છે.

યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ બ્રાઉન મશરૂમ એવા વાતાવરણમાં પણ રહી શકે છે જ્યાં ઓક્સિજન ઓછું હોય અથવા ન હોય. કારણ કે તે પ્લાસ્ટિકમાં હાજર પોલીયુરેથીનનું સેવન કરે છે અને તેને કાર્બનિક પદાર્થમાં ફેરવે છે. તે જૈવિક પદાર્થ દ્વારા તેના જરૂરી ઓક્સિજન ગેસ મેળવે છે.

આ પણ વાંચો: પોલીસે પૂછ્યું માસ્ક ક્યાં છે? ભાજપ નેતાની પુત્રીએ કર્યું એવું વર્તન કે વિડીયો થઇ રહ્યો છે વાયરલ

આ પણ વાંચો: ભારતના અમીરો 55 લાખ રૂપિયા ખર્ચીને માત્ર વેક્સિન લેવા માટે કેમ જઈ રહ્યા છે દુબઈ, જાણો કારણ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati