મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈકથી ચીનને મોટો ઝટકો, જાણો એપ્લીકેશન બજારને કેટલું થયું નુકસાન

ભારત દ્વારા ઘણી ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુક્યા બાદ સ્વદેશી એપનો વપરાસ વધ્યો છે. જેનો સીધો ફાયદો ભારતને મળી રહ્યો છે ત્યારે સામે ચીનને મોટું નુકસાન થઇ રહ્યું છે.

મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈકથી ચીનને મોટો ઝટકો, જાણો એપ્લીકેશન બજારને કેટલું થયું નુકસાન
ચાઇનીઝ એપ બેન
Gautam Prajapati

| Edited By: Utpal Patel

Feb 17, 2021 | 2:52 PM

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા વિવાદને કારણે કેન્દ્ર સરકારે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકાર દ્વારા આ ડિજિટલ સ્ટ્રાઈકની અસર હવે ચીન પર જોવા મળી રહી છે. બંને દેશોની સરહદ પર સતત વધી રહેલા વિવાદને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત દ્વારા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ચાઇનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ એમાંનો એક નિર્ણય હતો. ચાઇનીઝ એપ્સના પ્રતિબંધ બાદ હવે બજારમાં ભારતીય એપ્લિકેશનોનો હિસ્સો અને વપરાશ સતત વધી રહ્યો છે. બીજી બાજુ ચાઇનીઝ એપ્લિકેશન્સ ઓછી થઇ રહી છે.

ટકાવારીમાં થયો ઘટાડો

એપ્શફ્લાયરના અહેવાલ અનુસાર વર્ષ 2019 માં ભારતીય બજારમાં ચીની એપ્સની ભાગીદારી 38 ટકા હતી. જે હવે ઘટીને માત્ર 29 ટકા થઈ ગઈ છે. ત્યારે ભારતીય એપ્લિકેશનની ભાગેદારી વધીને 39 ટકા પર પહોંચી ગઈ છે.

આ દેશોથી પણ ચીનને ઝટકો

ચીનને માત્ર ભારત તરફથી જ નહીં પરંતુ યુ.એસ., રશિયા અને જર્મની તરફથી પણ ઝટકો મળ્યો છે. આ દેશોમાં પણ ચીની એપ્સનો હિસ્સો ઓછો થયો છે. એપફ્લાયર ઈન્ડિયાના અહેવાલ મુજબ ચીની એપ્લિકેશનની લોકપ્રિયતા ઘણા મોટા દેશોમાં ઓછી થઈ છે. આ દેશોના લોકોએ તેમના મોબાઇલમાંથી ચાઇનીઝ એપ્સ અનઇન્સ્ટોલ કરી છે. ભારતની વાત કરીએ તો, જ્યારે કોરોના સમયગાળામાં પહેલી વખત ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે ભારતમાં સ્વદેશી એપ્સનું બજાર વધવા લાગ્યું અને લોકોએ મોબાઇલ પર ભારતીય એપ્સ ઇન્સ્ટોલ કરવાનું શરૂ કર્યું હતું.

નાના શહેરોએ આપી લડત

મોટા શહેરોના પ્રમાણમાં નાના શહેરોનું વધુ યોગદાન જોવા મળી રહ્યું છે. ભારતના પેટા શહેરી વિસ્તારો, ટાયર -2 અને ટાયર -3 શહેરોમાં એપ્લિકેશનોની માંગ સતત વધી રહી છે, જેના કારણે આ જગ્યાઓ પર એપ્સનું બજાર વધી ગયું છે. એપ્સ ફ્લાયર ઇન્ડિયાના અહેવાલ મુજબ, દેશમાં ઇન્સ્ટોલ થવા વાળી કુલ એપ્લિકેશનોમાં 85% નાના શહેરોનો ભાગ છે છે. આ સમય દરમિયાન ગેમિંગથી લઈને ફિનટેક કંપનીઓની એપ્સને સૌથી વધુ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

કોરોનાના કારણે બજારમાં વધારો

એક તરફ કોરોના વધી રહ્યો છે અને ઘણા ઉદ્યોગોની હાલત કથળી છે, ત્યારે એપ્લિકેશન્સ અને ડિજિટલ કંપનીઓએ ઘણી વૃદ્ધિ નોંધાવી છે. લોકો ઘરમાં બંધ હતા ત્યારે આ કંપનીઓના ધંધામાં વધારો થયો છે. કોરોનાને કારણે લોકો પાસે મોબાઇલ પર વધુ સમય રહ્યો. એપ્સ કંપનીઓને આનો ફાયદો થયો છે. તેમજ ભારત દ્વારા ચાઇનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકવાનો બેવડો ફાયદો મળ્યો છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati