હવે 30 મિનિટમાં પોર્ટ થશે મોબાઇલ નંબર, માત્ર એક OTP થી ઘરે બેઠા થશે આ કામ

હવે નવું મોબાઇલ કનેક્શન ઘરે બેઠા ઉપલબ્ધ થશે, તે પણ આધાર નંબર અને OTP દ્વારા. જો તમે મોબાઈલ નંબર પોર્ટ કરવા માંગો છો, તો આ કામ માત્ર અડધા કલાકમાં થઈ જશે.

હવે 30 મિનિટમાં પોર્ટ થશે મોબાઇલ નંબર, માત્ર એક OTP થી ઘરે બેઠા થશે આ કામ
Mobile Number Portability
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Oct 06, 2021 | 8:45 PM

ભારત સરકારે મોબાઈલ સિમ (Mobile Sim Card) અને મોબાઈલ નંબરને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે. ઘણા જૂના નિયમોને બદલે નવા નિયમો લાવવામાં આવ્યા છે. નવા નિયમો ગ્રાહકોને સુવિધા આપશે અને ઘણાં કામ ઘરે બેસીને થશે.

હવે નવું મોબાઇલ કનેક્શન ઘરે બેઠા ઉપલબ્ધ થશે, તે પણ આધાર નંબર અને OTP દ્વારા. જો તમે મોબાઈલ નંબર પોર્ટ કરવા માંગો છો, તો આ કામ માત્ર અડધા કલાકમાં થઈ જશે.

નવા નિયમો અનુસાર, ગ્રાહક ઘરે બેઠા ઓનલાઇન સિમ માટે અરજી કરી શકશે. આ સિમ કાર્ડ ગ્રાહકને ઘરે પહોંચાડવામાં આવશે. આ માટે ડિજીલોકરનો ઉપયોગ કરવામાં આવશે. ધારો કે જો કોઈ ગ્રાહકે પોતાનું આધાર કાર્ડ ડિજીલોકરમાં રાખ્યું હોય, તો ત્યાંથી સીધા જ વેરિફિકેશન કર્યા બાદ તેને નવું મોબાઈલ સિમ કનેક્શન મળશે. આ કામ માટે ગ્રાહકને મોબાઈલ શોપ અથવા ટેલિકોમ ઓપરેટરના સ્ટોર પર જવાની જરૂર રહેશે નહીં. 15 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય કેબિનેટમાં આ અંગે જાહેરાત કરી હતી.

આધારથી ઈ-કેવાયસી કરાવવા માટે, ગ્રાહકે માત્ર 1 રૂપિયા ખર્ચ કરવો પડશે. આ આધાર વેરિફિકેશનના આધારે ગ્રાહકને નવું સિમ મળશે. સરકારે અગાઉ ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885 માં ફેરફાર કરીને જુલાઈ 2019 માં આધાર ઈ-કેવાયસીની મંજૂરી આપી હતી જેથી લોકો સરળતાથી નવું મોબાઈલ કનેક્શન મેળવી શકે. ઈ-કેવાયસીનો નવો નિયમ પણ આધાર પરથી ચાલશે અને તેની સાથે મોબાઈલ કનેક્શન આપવાનો જૂનો નિયમ પણ ચાલુ રહેશે. સ્થાનિક અથવા અન્ય કોઈ પણ રાજ્યના ગ્રાહકો આ બંને નિયમોમાંથી મોબાઇલ સિમ લઇ શકશે.

ઈ-કેવાયસીની શરત મોબાઇલ કનેકશન માટે, આધારમાંથી ઇ-કેવાયસીનો નિયમ એક દિવસમાં માત્ર એક જ જોડાણ માટે લાગુ પડે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ તેના આધાર સાથે ઓનલાઈન વેરિફિકેશન કરીને મોબાઈલ સિમ માટે ઓર્ડર આપે છે, તો એક દિવસમાં માત્ર એક જ નંબર ઉપલબ્ધ થશે. આ માટે ગ્રાહકે એપ અથવા વેબસાઇટની મદદ લેવી પડશે અને તેમાં તેના પરિવારના કોઇ પણ સભ્ય અથવા સંબંધીનો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. ફોન નંબરની ચકાસણી OTP દ્વારા કરવામાં આવશે.

અડધા કલાકમાં સિમ પોર્ટ એ જ રીતે મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે પણ ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. જો કોઈ ગ્રાહક પ્રીપેડથી પોસ્ટ પેઈડ અથવા પોસ્ટ પેઈડથી પ્રિપેઈડ પર જવા ઈચ્છે છે, તો આ કામ ઓટીપીથી થશે. પોર્ટલની એપ અથવા ઓનલાઈન સેવા દ્વારા પોર્ટિંગ કરવામાં આવશે. આ માટે ગ્રાહકે ક્યાંય જવાની જરૂર નહીં પડે અને ઓનલાઇન કામ ઘર કે ઓફિસમાં બેસીને કરવામાં આવશે.

મોબાઇલ કનેક્શન માટેના દસ્તાવેજોની ચકાસણી ઇલેક્ટ્રોનિક હશે અને આ માટે UIDAI (AADHAAR) અથવા DigiLocker ની મદદ લેવામાં આવશે. પોર્ટિંગ દરમિયાન મોબાઇલ સર્વિસમાં વિક્ષેપ આવી શકે છે, પરંતુ આ કામ અડધા કલાકમાં પૂર્ણ થશે. 90 દિવસ બાદ ગ્રાહક ઇચ્છે તો ફરી સિમ પ્રોવાઇડર કંપની બદલી શકે છે. જોકે, મોબાઈલ પોર્ટ પર OTP નો નિયમ જમ્મુ અને કાશ્મીર માટે અત્યારે લાગુ નથી.

ઓટીપી ચકાસણી કાર્ય હાલમાં, મોબાઇલ પોર્ટ કરાવવા માટે, ગ્રાહકે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે અને આ માટે મોબાઇલ શોપ પર જવું પડે છે. ગ્રાહકે ઓળખ અને સરનામાના પુરાવા માટે મૂળ દસ્તાવેજ પોતાની સાથે રાખવો પડે છે. હવે આ કામ ઘરેથી જ થશે અને તે પણ આધાર ચકાસણી અને OTP મેળવ્યા બાદ સરળતાથી પૂર્ણ થશે.

OTP વેરિફિકેશન આજના યુગમાં સૌથી અસરકારક સાધન તરીકે ઉભરી આવ્યું છે, જેના કારણે ઘણા ઓનલાઇન કાર્યો મિનિટ અને સેકન્ડમાં થાય છે. તેને જોતા મોબાઈલ સિમની ડિલિવરી માટે નવા જોડાણો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે આધાર નંબર આપવો જરૂરી રહેશે અને આધારમાં દાખલ કરવામાં આવેલી માહિતીના આધારે ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો : Lakhimpur Violence: રાહુલ-પ્રિયંકા ગાંધી સીતાપુરથી લખીમપુર જવા રવાના, અખિલેશ યાદવ પણ આવતીકાલે લેશે મુલાકાત

આ પણ વાંચો : રોડ અકસ્માતમાં લોકોને બચાવવા સરકારની અનોખી પહેલ, “કરો મદદ અને મેળવો ઈનામ”

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati