તમારા વાહન માટે આવી રહ્યું છે એવું ટાયર કે નહીં થાય પંચર, હવા ભરવાની ઝંઝટમાંથી પણ મળશે છૂટકારો!

મિશેલીન અને જનરલ મોટર્સ દ્વારા નવી જનરેશનનું એક ટાયર તૈયાર કરાયું છે. આ ટાયરની વિશેષતાની વાત કરીએ તો તેમાં હવાની પણ જરુર નથી અને તેમાં પંચર થવાનો કોઈ પ્રશ્ન જ નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ નવા ટાયરને કંપની દ્વારા અપટિસ નામ આપવામાં આવ્યું છે. આ ટાયરને જોઈન્ટ રિચર્સ […]

તમારા વાહન માટે આવી રહ્યું છે એવું ટાયર કે નહીં થાય પંચર, હવા ભરવાની ઝંઝટમાંથી પણ મળશે છૂટકારો!
TV9 WebDesk8

|

Jun 07, 2019 | 12:19 PM

મિશેલીન અને જનરલ મોટર્સ દ્વારા નવી જનરેશનનું એક ટાયર તૈયાર કરાયું છે. આ ટાયરની વિશેષતાની વાત કરીએ તો તેમાં હવાની પણ જરુર નથી અને તેમાં પંચર થવાનો કોઈ પ્રશ્ન જ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ નવા ટાયરને કંપની દ્વારા અપટિસ નામ આપવામાં આવ્યું છે. આ ટાયરને જોઈન્ટ રિચર્સ એગ્રિમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ટાયર 2024 સુધી વિશ્વભરના વાહનોમાં આવી જશે તેવું કંપનીનું માનવું છે. સૌપ્રથમ આ ટાયરનું નિર્માણ તો કરી દેવાયું છે પણ તેનું પરિક્ષણ હજી બાકી છે. કંપનીઓ સાથે મળીને આ ટાયરનું પરિક્ષણ ટૂંક સમયમાં જ શરુ કરી દેશે.

કંપની આ ટાયર બનાવવા પાછળ પાંચ વર્ષથી કામ કરી રહી છે અને આગામી સમયમાં આ ટાયરને આખા વિશ્વમાં લોંચ કરી દેવાશે જેના લીધે પંચરની સમસ્યાથી જ લોકોને છૂટકારો મળી જશે. આ ટાયરને એવા ખાસ મટિરિયલથી બનાવવામાં આવ્યું છે કે જેના દ્વારા ટાયર રસ્તા પર પોતાની ખાસ્સી પકડ બનાવીને રાખશે.

આ પણ વાંચો:  આગામી 24 કલાકમાં વરસાદની આગાહી સાથે 65 વર્ષમાં આવી ઘટના બીજી વખત બની રહી છે

નિર્માતા કંપની દાવો કરી રહી છે કે આ ટાયરના આવવાથી લોકોનું સફર સુરક્ષિત બનશે. દૂનિયામાં કરોડ જે ટાયર કચરો થઈ જાય છે તેનાથી પણ છૂટકારો મળશે. ઉલ્લેખનીય છે કે આ ટાયરના ફિર્ચસની સાથે તમારે પૈસા પણ વધારે જ ચૂકવવાના થશે પણ હાલ તો કંપની દ્વારા કિંમતને લઈને કોઈ જ ખૂલાસો કરવામાં આવ્યો નથી. એક વાત પાક્કી છે આવનારા સમયમાં આ ટાયર વાહનોમાં જગ્યા લઈ લેશે અને તેનાથી પંચર અને હવાની ઝંઝટમાં લોકોને છૂટકારો મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati