શું તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી ? તો આ રીતે સરળતાથી Election Commissionની એપ પરથી મેળવી શકશો

લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને વોટર હેલ્પલાઇન નામની એક એપ લોન્ચ કરી છે. જો તમે તમારા વોટર કાર્ડમાં કોઇ સુધારા કરવા માગો છો અથવા વોટર કાર્ડ સંબંધિત કોઇ માહિતી મેળવવા માગો છો તો હવે તમારે સરકારી ઓફિસના ચક્કર નહીં ખાવા પડે છે. ગુગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં એપને ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી […]

શું તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી ? તો આ રીતે સરળતાથી Election Commissionની એપ પરથી મેળવી શકશો
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 21, 2019 | 11:01 AM

લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને વોટર હેલ્પલાઇન નામની એક એપ લોન્ચ કરી છે. જો તમે તમારા વોટર કાર્ડમાં કોઇ સુધારા કરવા માગો છો અથવા વોટર કાર્ડ સંબંધિત કોઇ માહિતી મેળવવા માગો છો તો હવે તમારે સરકારી ઓફિસના ચક્કર નહીં ખાવા પડે છે.

ગુગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં એપને ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલાં ગુગલ પ્લે સ્ટોરમાં જવું પડશે. જ્યાં વોટર હેલ્પલાઇન સર્ચ કરવું પડશે. સર્ચ કરતાં જ તમારી સામે વોટર હેલ્પલાઇન નામની એક એપ દેખાશે. જેને ડાઉનલોડ કરવી પડશે. આ 11MBની એપ ડાઉનલોડ કરશો તો તમને એક ડિસ્ક્લેમર મળશે. જે એક્સેપ્ટ કર્યા બાદ તમે તેના ફીચર્સ યુઝ કરી શકશો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આ પછી તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે. હવે આ એપની મદદથી તમે વોટર કાર્ડમાં ઘરે બેઠા કરેક્શન કરી શકશો. આવું પહેલીવાર બન્યું છે કે ઇલેક્શન કમિશને વોટર્સની મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પ્રકારની એપ રજૂ કરી છે. આ એપમાં પાછલી લોકસભાની ચૂંટણી વિશે પણ માહિતી મળશે. ઉપરાંત EVM અને VVPAT મશીનનો ઉપયોગ પણ જાણી શકાશે.

આ પણ વાંચો : મોડી રાતે બે વાગ્યા સુધી ભાજપના કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી, હજી આજે થઇ શકે છે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

એપનો ઉપયોગ કરી તમે વોટર લિસ્ટમાં રજીસ્ટ્રેશન અથવા નવું વોટર આઇડી કાર્ડ બનાવવા માટે અરજી પણ કરી શકો છો. ઉપરાંત વોટર લિસ્ટમાં તમારું નામ તપાસવાનો પણ વિકલ્પ છે. બીજા વિધાનસભા ક્ષેત્રમાં શિફ્ટ થતાં આ એપની મદદથી તમે ફેરફાર કરી શકશો.

ઇલેક્શન કમિશને cVIGIL એપ પણ લોન્ચ કરી છે. જેમાં GPS ફીચર છે. જેની મદદથી જો કોઇ વ્યક્તિ આચાર સંહિતાનો ઉલ્લંઘન કરતો દેખાય તો તમે cVIGIL એપની મદદથી ઇલેક્શન કમિશનને જાણકારી આપી શકો છો. GPS ફીચરની મદદથી EC ફરિયાદકર્તાની જગ્યા અંગે માહિતી મેળવશે અને 100 મિનિટની અંદર તેની સામે કાર્યવાહી કરશે. જોકે, તમારી માહિતી ગોપનીય રાખવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">