Koo ના સહ-સ્થાપકે કહ્યું આંદોલનનો ચોક્કસ અવાજ બનીશું, જાણો શું કહ્યું સોશિયલ મીડિયા નીતિ વિશે

સ્વદેશી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કૂના (Koo) સહ-સ્થાપક મયંક વિડવાતકાએ સરકારની સોશિયલ મીડિયા નીતિઓ અને સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની આઝાદી વિશે વાત કરી હતી.

Koo ના સહ-સ્થાપકે કહ્યું આંદોલનનો ચોક્કસ અવાજ બનીશું, જાણો શું કહ્યું સોશિયલ મીડિયા નીતિ વિશે
સહ-સ્થાપક મયંક વિડવાતકા
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 10, 2021 | 10:24 AM

સોશિયલ મીડિયા પર સર્વેલન્સ અને નીતિઓ અંગે ચાલી રહેલી ચર્ચાની વચ્ચે, સ્વદેશી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કૂના (Koo) સહ-સ્થાપક મયંક વિડવાતકાનું કહેવું છે કે ભારત જ કેમ, વિશ્વભરની સરકારોએ આવી નીતિ લાવવી જોઈએ.

તેમણે કહ્યું કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતા અસર કરશે નહીં. માની લો કે તમે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સીઇઓ છો જ્યાં કોઈ માસ્કની આડમાં કંઇક (ખોટું) બોલી રહ્યું છે અને તેના નિર્દોષ ફોલોવાર્સ તેને રીટ્વીટ કરીને દેશ અને સમાજમાં નફરત ફેલાવી રહ્યાં છે. તો આ રોકવાનું સીઈઓ તરીકે તમારું કર્તવ્ય છે. કોણે ટ્વિટ કર્યું અને તેને કેવી રીતે અટકાવવું, તે શોધવું ફરજ છે. તેઓએ કહ્યું કે ગલીમાં કોઈ સ્ત્રીને અપશબ્દો નથી બોલી શકતા કે કોઈની હત્યા કરી શકતા નથી, કારણ કે ત્યાં કાયદો છે, તો પછી ઇન્ટરનેટ માટે કાયદો કેમ નથી. ઓફલાઈન વિશ્વમાં તમે જે ન કરી શકો, તે ઓનલાઇન વિશ્વમાં પણ ન હોવું જોઈએ.

મયંક કહે છે કે કૂ મારી અને મારા પાર્ટનરની કંપની છે. તેથી તે ઓટોનોમસ રીતે કાર્ય કરશે. અહીં મુદ્દો કંઈક બીજો છે. ટ્વિટરનું ઉદાહરણ લો … ટ્વિટરએ ખૂબ સુંદર અને લોકશાહીક ઉત્પાદન છે. આમાં ફન્ડામેન્ટલી કોઈ અછત નથી. સમસ્યા તે લોકોની છે કે જેઓ ફક્ત તેમના ફાયદા માટે ટ્વિટર પર ખરાબ વર્તન કરે છે. જો સરકાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે નિયમો લાવે તો આમાં શું નુકસાન?

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

આંદોલનને નિશ્ચિતપણે અવાજ આપીશું

આંદોલનોનો અવાજ બનવાના સવાલ પર તેમણે કહ્યું કે સરકારે તમારો મુદ્દો રજુ કરવા પર પ્રતિબંધ નથી મૂક્યો. સૌથી મોટી ચિંતા બહારના લોકોની છે, જેઓ દેશના આંતરિક બાબતો પર લાભ લેવા ઇચ્છે છે. તેમજ કોઈ તથ્ય અથવા પુરાવા વિના પ્રચાર ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોઈ પુરાવા વિના કોઈને ચોર કહેવું યોગ્ય નથી. જો કોઈ કાયદાના કાર્યક્ષેત્રમાં રહીને યોગ્ય અને શાંતિપૂર્ણ રીતે આંદોલન થકી પોતાની વાત રજુ કરે છે તો અમે ચોક્કસપણે તેનો અવાજ બનીશું.

ટ્વિટરથી લોગો ચોરીનો આરોપ

આ બાબત પર તેમણે કહ્યું કે ટ્વિટર પરથી લોગો ચોરી કરવા જેવા અહેવાલોનો કોઈ આધાર નથી. ધારો કે તમારે થમ્સ બતાવવાનું છે, તો આ માટેનો એક જ રસ્તો છે. જો તમને ફેસબુક પર કોઈ સામગ્રી ગમે છે, તો ત્યાં એક અંગૂઠા આવે છે. આનો અર્થ એ નથી કે થમ્સ અપ કંપનીએ ફેસબુક પર લોગો ચોરીનો આરોપ લગાવવો જોઈએ.

પાંચ વર્ષમાં ટ્વિટરને પાછળ છોડી દેશે

મયંક કહે છે કે ટ્વિટર પ્રતિસ્પર્ધી નથી કારણ કે તે અંગ્રેજીમાં છે અને અમે ભારતીય ભાષાઓમાં છીએ. ટ્વિટર ભારતીય ભાષાઓમાં અંગ્રેજીની સાથે આવે ત્યાર બાદ સ્પર્ધાત્મક હોઈશું. છતાં લોકો જેટલી ઝડપથી અમારી સાથે જોડાઇ રહ્યા છે, એનાથી કહી શકાય કે પાંચ વર્ષ અમે ટ્વિટરને પાછળ છોડી દઈશું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">