Telegram પર આ રીતે શિડ્યુલ કરો મેસેજ, જાણો સરળ રીત

Telegram  માં કેટલીક સુવિધાઓ છે જે વોટ્સએપમાં નથી. આવી એક સુવિધા મેસેજને શિડ્યુલ કરવાની છે. તેથી તમારે કોઇને મેસેજ મોકલવા માટે મોડી રાત્રે જાગવું પડશે નહી.

Telegram પર આ રીતે શિડ્યુલ કરો મેસેજ, જાણો સરળ રીત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 17, 2021 | 7:22 PM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસીની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Telegram  ચર્ચામાં છે. તેની કેટલીક સુવિધાઓ વોટ્સએપ જેવી જ છે, પરંતુ Telegram  માં કેટલીક સુવિધાઓ છે જે વોટ્સએપમાં નથી. આવી એક સુવિધા સંદેશાઓને શિડ્યુલ કરવાની છે. તેથી તમારે કોઇને મેસેજ મોકલવા માટે મોડી રાત્રે જાગવું પડશે નહી. ચાલો આપણે જાણીએ કે તમે આ સુવિધાનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો.

Telegram પર સંદેશાઓનું શિડ્યુલ કરો

1 ટેલિગ્રામ પર સંદેશાઓને શિડ્યુલ કરવા માટે એપ્લિકેશન ખોલો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

2 આ પછી  તમારે જે સંદેશનું શિડ્યુલ કરવું છે તેની ચેટ ખોલો.

3  તેની બાદ  સંદેશ લખો અને થોડા સમય માટે તેને દબાવો.

4 ટેક્સ્ટને દબાવ્યા પછી, તમને ‘મેસેજ શિડ્યુલ ‘ કરવાનો વિકલ્પ દેખાશે.

5 શિડ્યુલ સંદેશ વિકલ્પ પસંદ કર્યા પછી, તમારે તારીખ અને સમય પસંદ કરવો પડશે.

6 હવે તમે સંદેશ મોકલવા માંગો છો તે તારીખ અનુસાર અહીં તારીખ અને સમય પસંદ કરો.

7 આમ કરવાથી તમારો સંદેશ પસંદ કરેલી તારીખ અને સમયે સામી વાળી વ્યકિતને મળશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">