5G ટેક્નોલજી વિરૂદ્ધ અભિનેત્રી Juhi Chawla એ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો શું આપ્યું કારણ

જુહી ચાવલા (Juhi Chawla) એ કહ્યું અમે વાયરફ્રી ગેજેટ્સ અને નેટવર્ક ટાવર્સના રેડિએશન લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે અત્યંત નુકસાનકારક છે.

5G ટેક્નોલજી વિરૂદ્ધ અભિનેત્રી Juhi Chawla એ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો શું આપ્યું કારણ
FILE PHOTO
Follow Us:
| Updated on: May 31, 2021 | 6:04 PM

ભારતમાં 5G Technology માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આ ટેકનોલોજીને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તમે 5G ટેક્નોલજી વિશે ઘણી વાતો પણ સાંભળી હશે. ઉદાહરણ તરીકે ભારતમાં 5G પરીક્ષણને કારણે લોકો મરી રહ્યા છે અથવા 5G ટાવર લગાવવાથી રેડિએશન ઝડપથી ફેલાશે અને તેનાથી માણસો અને પ્રાણીઓ સહિતના જીવો પર ખરાબ અસર થશે. પ્રખ્યાત અભિનેત્રી જુહી ચાવલા (Juhi Chawla) એ આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.

2જી જૂને થશે આગામી સુનાવણી જાણીતી અભિનેત્રી જુહી ચાવલા (Juhi Chawla) લાંબા સમયથી મોબાઇલ ટાવર્સમાંથી નીકળતાં નુકસાનકારક રેડિએશન સામે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી છે.આ અંગે હવે તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જુહી ચાવલાએ હવે ભારતમાં 5G Technology ના અમલ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે, જેની પ્રથમ સુનાવણી આજે 31 મે ના રોજ થઈ છે. હવે આ કેસની આગામી સુનાવણી 2 જૂને થશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અરજીમાં શું માંગ કરવામાં આવી છે ? આ અરજીમાં જુહી ચાવલા (Juhi Chawla) એ ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયને 5G Technology ના અમલીકરણથી સામાન્ય લોકો, તમામ પ્રાણીઓ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર પડતા પ્રભાવનું બારીકાઇથી અભ્યાસ કરવા જણાવ્યું હતું અને આના રીપોર્ટના આધારે ભારતમાં અમલ કરવા અને ન કરવા અંગે નિર્ણય લેવાની માંગ કરી છે.

5G Technology થી રેડિએશનનો ખતરો આ અંગે જુહી ચાવલા (Juhi Chawla) એ એક નિવેદનમાં જણાવ્યું કે,

“અમે અદ્યતન ટેકનોલોજીના અમલીકરણની વિરુદ્ધમાં નથી. તેનાથી વિપરીત, અમે વાયરલેસ કમ્યુનિકેશન સહિત ટેકનોલોજીની દુનિયાના નવીનતમ ઉત્પાદનોનો આનંદ માણીએ છીએ. વાયરફ્રી ગેજેટ્સ અને નેટવર્ક ટાવર્સ પર અમારું સંશોધન અને અધ્યયન નિશ્ચિતરૂપે દર્શાવે છે કે આ પ્રકારના રેડિએશન લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે અત્યંત નુકસાનકારક છે.”

5G Technology અંગે આશંકાઓ 5G Technology અંગે રેડિએશન વિશે ઘણું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે તેનાથી પક્ષીઓના મોત થશે, ભારત અને અન્ય દેશોમાં કોરોના સંબંધિત વર્તમાન પરિસ્થિતિ માટે પણ 5G ને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે 5G ને સપોર્ટેડ સેલફોન કેન્સર જેવા રોગો ફેલાવે છે. કેટલાક સંશોધનપત્રોએ એમ પણ કહ્યું હતું કે 5G ટાવર્સમાંથી નીકળતી હાઈ ફ્રિકવન્સી રેડિએશન કેન્સર, વંધ્યત્વ, ડીએનએ અને નર્વસ સિસ્ટમથી સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે.

આ પણ વાંચો : 5G Technology ના કારણે મનુષ્યો અને જીવો પર જોખમ વધ્યું? જાણો આ ટેકનોલોજીથી શું ફેરફારો થશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">