ISRO : શ્રી હરિકોટાથી 12 ઓગસ્ટે જિયો ઇમેજિંગ સેટેલાઈટ GISAT-1 લોન્ચ કરશે

વર્ષ 2021 માં ઇસરો તરફથી બીજું લોન્ચિંગ છે. આ અગાઉ 28 ફેબ્રુઆરીએ પીએસએલવી-સી 5 મિશનની સફળ શરૂઆત થઈ હતી. જેમાં બ્રાઝિલનો ઉપગ્રહ એમેઝોનીઆ -1 અને અન્ય 18 નાના ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.

ISRO : શ્રી હરિકોટાથી 12 ઓગસ્ટે જિયો ઇમેજિંગ સેટેલાઈટ GISAT-1 લોન્ચ કરશે
ISRO to launch Geo Imaging Satellite GISAT-1 on August 12
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 6:30 PM

કોરોના રોગચાળાને કારણે અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત ઇસરો(ISRO)ના પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. જો કે હવે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO)ઓગસ્ટથી ઉપગ્રહોના પ્રક્ષેપણમાં સક્રિય બનશે. જેમાં 12 ઓગસ્ટના રોજ જો હવામાન અનુકૂળ હોય તો જીયો ઇમેજિંગ સેટેલાઇટ GISAT-1 સવારે 5:43 વાગ્યે શ્રીહરિકોટાથી જીએસએલવી-એફ 10 રોકેટની મદદથી અવકાશમાં લોન્ચ કરશે.

GISAT-1 ઉપગ્રહ ગયા વર્ષે 5 માર્ચે લોન્ચ થવાનો હતો. પરંતુ પ્રક્ષેપણ પૂર્વે થયેલા વિસ્ફોટના કારણે મુલતવી રાખવામાં આવ્યું હતું. તેની બાદ 28 માર્ચ 2021ના ​​રોજ લોન્ચ કરવાનું નક્કી થયું હતું પરંતુ કેટલાક તકનીકી કારણોને લીધે તેને 8 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.

વર્ષ 2021 માં ઇસરો તરફથી બીજું લોન્ચિંગ છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

પરંતુ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લોકડાઉનના કારણે લોન્ચ પહેલા મે અને પછી ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે તેને 12 ઓગસ્ટના રોજ લોંચ કરવામાં આવશે.વર્ષ 2021 માં ઇસરો તરફથી બીજું લોન્ચિંગ છે. આ અગાઉ 28 ફેબ્રુઆરીએ પીએસએલવી-સી 5 મિશનની સફળ શરૂઆત થઈ હતી. જેમાં બ્રાઝિલનો ઉપગ્રહ એમેઝોનીઆ -1 અને અન્ય 18 નાના ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.

GISAT-1 ની મદદથી  સટીક માહિતી ઉપલબ્ધ થશે 

આ ઉપગ્રહની મદદથી દેશની સરહદોની વાસ્તવિક સમયની તસવીરો મળી શકશે. તેમજ કુદરતી આફતોની રિયલ ટાઇમ માહિતી પણ આપશે. અંતરીક્ષ વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ ભારત માટે એક રીતે ગેમ- ચેન્જર સાબિત થનાર છે.

ઓનબોર્ડ હાઇ રિઝોલ્યુશન કેમેરા સાથે ઉપગ્રહ દેશને મહાસાગરો અને તેમાં પણ ખાસ કરીને સરહદો પર સતત દેખરેખ રાખશે. “મિશનના ઉદ્દેશો અંગે જણાવતાં ઇસરોએ કહ્યું હતું કે સેટેલાઇટ કુદરતી આપત્તિ, પ્રાસંગિક ઘટનાનું ઝડપી નિરીક્ષણ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત કૃષિ, વાણિજ્ય, ખનીજ વિજ્ઞાન, આફત ચેતવણી, બરફ અને ગ્લેશિયર તથા સમુદ્ર વિજ્ઞાનનું પણ સંશોધન કરશે.

આ ઉપરાંત આ ઉપગ્રહના લોન્ચ બાદ ભારતના દરિયાઇ વેપારને વેગ મળશે. કારણ કે ઉપગ્રહ દ્વારા દરિયામાં આવતા જતાં કાર્ગો  જહાજો માટે પણ કુદરતી આફત અને  ખતરા અંગે સચોટ માહિતી ઉપલબ્ધ થશે. જેના થકી દરિયાઇ વેપાર ઉપરાંત  કાર્ગોના ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પણ સરળતા રહેશે.

ભારતનો 95 ટકા વેપાર સમુદ્ર માર્ગે

ભારતના શિપિંગ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતનો લગભગ 95 ટકા વેપાર દરિયાઇ પરિવહન દ્વારા કરવામાં આવે છે. નવેમ્બર 2020 માં પીએમ મોદીએ શિપિંગ મંત્રાલયનું નામ બદલી શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય રાખ્યું છે. ભારતમાં 12 મોટા અને 205 સૂચિત નાના અને મધ્યવર્તી બંદરો છે. ભારતીય બંદરો અને શિપિંગ ઉદ્યોગ દેશના વેપાર અને વાણિજ્યમાં વૃદ્ધિ ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

લગભગ 7,517 કિ.મી.ના દરિયાકિનારો સાથે ભારત વિશ્વનો સોળમો સૌથી મોટો દરિયાઇ દેશ છે. બંદરોના ક્ષેત્રને ટેકો આપવામાં ભારત સરકારની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેણે બંદર અને બંદર બાંધકામ અને જાળવણી પ્રોજેક્ટ્સ માટેના સ્વચાલિત રૂટ હેઠળ 100% સુધીની વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) ને મંજૂરી આપી છે

દરિયાઈ વેપારમાં ભારતનું ટર્નઓવર

નાણાંકીય વર્ષ 2020 માં ભારતના મુખ્ય બંદરોની વાર્ષિક 1,534.91 મિલિયન ટન (MTPA)ક્ષમતા છે. નાણાકીય વર્ષ 2021 માં, ભારતમાં તમામ મુખ્ય બંદરોએ 672.60 મિલિયન ટન (MT)કાર્ગો ટ્રાફિકનું સંચાલન કર્યું હતું.નાણાકીય વર્ષ 2021 (ફેબ્રુઆરી 2021 સુધી) માં વેપારી નિકાસ 255.92 અબજ યુએસ ડોલર પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : Coronavirus variants : જાણો કોરોના વાયરસના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, લેમ્બડા અને કપ્પા વેરીએન્ટ એકબીજાથી કેટલા અલગ છે

આ પણ વાંચો : Jammu & Kashmir Flood : વરસાદે તોડ્યો 32 વર્ષનો રેકોર્ડ, ચારેકોર સર્જાયા તબાહીના દ્રશ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">