શું તમારુ WhatsApp એકાઉન્ટ પણ જાતે જ લોગઆઉટ થઇ ગયુ છે ? જાણો શું છે સમગ્ર મામલો

કેટલાક એન્ડ્રોઇડ યૂઝર્સ હવે WhatsApp ઓપન કરે છે તો તેમને પોતાનું એકાઉન્ટ લોગઆઉટ થયેલુ જોવા મળે છે. આ મેસેજમાં લખાઇને આવે છે કે, તમારો ફોન નંબર હવે વોટ્સએપ સાથે રજીસ્ટર્ડ નથી.

શું તમારુ WhatsApp એકાઉન્ટ પણ જાતે જ લોગઆઉટ થઇ ગયુ છે ? જાણો શું છે સમગ્ર મામલો
Several Android users got a message that said their phone number is no longer registered with WhatsApp
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 11:09 PM

શું હાલમાં જ તમારુ WhatsApp જાતે લોગઆઉટ થઇ ગયુ છે ? અથવા તો તમને વોટ્સએપ વાપરવામાં કોઇ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ? આ અમે એટલા માટે પુછી રહ્યા છે કારણ કે દુનિયાભરના કેટલાક વોટ્સએપ યૂઝર્સને આવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો યૂઝર્સના વોટ્સએપ એકાઉન્ટ જાતે જ લોગઆઉટ થઇ ગયા છે. આ સમસ્યા ખરેખર એક બગના કારણે આવી રહી છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

બગ વિશેની જાણકારી WhatsApp પર નજર રાખનાર WaBetaInfo એ આપી છે. તેની રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, કેટલાક એન્ડ્રોઇડ યૂઝર્સ હવે વોટ્સએપ ઓપન કરે છે તો તેમને પોતાનું એકાઉન્ટ લોગઆઉટ થયેલુ જોવા મળે છે. આ મેસેજમાં લખાઇને આવે છે કે, તમારો ફોન નંબર હવે વોટ્સએપ સાથે રજીસ્ટર્ડ નથી. મેસેજમાં જણાવવામાં આવ્યુ છે કે, આ એટલા માટે થઇ રહ્યુ છે કારણ કે તમે કદાચ તમારા બીજા ફોન પર રજીસ્ટર કર્યુ છે. અને જો તમે એવુ નથી કર્યુ તો તમે તમારા એકાઉન્ટને બીજી વાર લોગીન કરવા માટે ફોન નંબરને ફરીથી વેરિફાઇ કરાવી શકો છો.

આ પાછળ એક બગ જવાબદાર છે.

ટ્વીટર પર એક પોસ્ટ શેયર કરીને WaBetaInfo એ આ માટેનું કારણ એક બગ હોવાનું જણાવ્યુ છે. યૂઝર્સને આ વિશે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. WaBetaInfo એક ઓનલાઇન પ્લેટફોર્મ છે. તે વોટ્સએપના નવા અપડેટ અને ડેવલપમેન્ટને ટ્રેક કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો – લોકસભામાં OBC સંબંધીત 127મું બંધારણ સુધારણા બિલ 2021 રજુ, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – આ રાષ્ટ્રીય હિતનો મુદ્દો, અમે સાથે છીએ

આ પણ વાંચો – Shravan 2021 Bhakti : જો સમગ્ર શ્રાવણમાં આવી રીતે કરશો વ્રત, તો ખુલી જશે આપની કિસ્મતનો દ્વાર !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">