iPhone યૂઝર સાવધાન! સરકારે કહ્યું ઝડપથી તમારા તમામ ડિવાઈસને કરો અપડેટ, નહીં તો થઈ શકે છે નુકસાન

સરકારના જણાવ્યા અનુસાર, iOS અને iPadમાં સુરક્ષા સંબંધિત ખામીઓ છે. જેનો સાઈબર ક્રિમિનલ્સ લાભ લઈ શકે છે. લોકોને નુક્સાન થઈ શકે છે. તેથી જલદીથી તમારા ઉપકરણને અપડેટ કરો.

iPhone યૂઝર સાવધાન! સરકારે કહ્યું ઝડપથી તમારા તમામ ડિવાઈસને કરો અપડેટ, નહીં તો થઈ શકે છે નુકસાન
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 4:28 PM

જો તમે એપલ યુઝર છો તો તમારા માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એપલ (Apple) યુઝર્સને સાવધાન ચેતવણી આપી છે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે એપલ આઈફોન અને આઈપેડ યુઝર્સને તેમના ઉપકરણોને તાત્કાલિક અપડેટ કરવા જણાવ્યું છે.

CERT-In અનુસાર, Apple iPhone અને iPad વપરાશકર્તાઓએ તેમના ઉપકરણોને ios14.7.1 અને iPadOS 14.7.1 પર અપડેટ કરવા જોઈએ. સરકારના જણાવ્યા અનુસાર, iOS અને iPad માં સુરક્ષા સંબંધિત ખામીઓ છે જેનો સાઈબર ક્રિમિનલ લાભ લઈ શકે છે.

CERT-In એ તાજેતરમાં શોધી કાઢેલા મેમરી કરપ્શન પ્રોબલેમમાં આ અંગે ગંભીર ચેતવણી જારી કરી છે. આ iphone6s અને તે પછીના તમામ ઉપકરણો, iPadPro (તમામ મોડેલ), ipadair2 અને પછીના, iPad5th જનરેશન, આઈપેડમિની 4 અને આઇપોડ ટચ (7 જનરેશન)ને અસર કરી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

હેક થવાનો ખતરો

CERT-Inના કહેવા પ્રમાણે રિમોટ હેકરો તેનો ફાયદો ઉઠાવી શકે છે. લોકોને નુકસાન સહન કરવું પડી શકે છે. તેથી જલદીથી તમારા ઉપકરણને ios14.7.1 અને ipadOS 14.7.1 પર અપડેટ કરો. એપલે તેના ગ્રાહકોને આ સંદર્ભમાં ચેતવણી પણ આપી છે. એપલે કહ્યું છે કે તે આ બાબતે વાકેફ છે. લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.

આ પણ વાંચો: Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">