Instagram ચલાવું બનશે વધુ રસપ્રદ, એપમાં આવી રહ્યા છે ઘણા બધા નવા ફિચર્સ, જુઓ આ લીસ્ટ

છેલ્લા એક વર્ષમાં ભારતમાં ઈન્સ્ટાગ્રામને સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવ્યું છે. આ સાથે જ હવે એપ તેના વધતા યુઝરબેઝને ધ્યાનમાં રાખીને તેની સર્વિસને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

Instagram ચલાવું બનશે વધુ રસપ્રદ, એપમાં આવી રહ્યા છે ઘણા બધા નવા ફિચર્સ, જુઓ આ લીસ્ટ
Instagram (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 4:01 PM

ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) 2022માં વપરાશકર્તાના અનુભવને વધુ સારો બનાવવા માટે નવી સુવિધાઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાં ઈન્સ્ટાગ્રામને સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવ્યું છે. આ સાથે જ હવે એપ તેના વધતા યુઝરબેઝને ધ્યાનમાં રાખીને તેની સર્વિસને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. Instagramના નવા ફીચર (Instagram New Features) લિસ્ટમાં નવા અપડેટ્સનો સમાવેશ થાય છે જેમ કે વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શેરિંગ, નવું પ્રોફાઈલ બેનર, 3D અવતાર, ક્રિએટરો માટે પેઈડ સબ્સ્ક્રિપ્શન, રિલ ટાઈમ લિમીટ. આ ફિચર્સને કંપની સમય સાથે યુઝર્સ માટે અપટેડ કરશે.

ઈન્સ્ટાગ્રામ એક નવા ફીડ વિકલ્પનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જે વપરાશકર્તાઓને એ પોસ્ટ પર વધુ કંટ્રોલ આપશે, જેને તેઓ હોમ ફીડમાં જોવા માંગે છે. ફીચરના ભાગ રૂપે, Instagram બે વિકલ્પો ઓફર કરશે – ‘Following’ અને ‘Favorites’. Following ઓપ્શન પર એ એકાઉન્ટથી પોસ્ટ જોવા મળશે જેને યુઝર ફોલો કરે છે, જ્યારે Favorites ઓપ્શનથી તેમના મનપસંદ એકાઉન્ટ્સની પોસ્ટ્સ જોવા મળશે.

ચાલુ વીડિઓ કૉલ દરમિયાન સ્ક્રીન શેરિંગ

ઇન્સ્ટાગ્રામ વીડિયો કોલ પર સ્ક્રીન શેરિંગ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. Instagram ક્યારે અને કેવી રીતે આ ફીચરને અમલમાં મૂકવાનું વિચારી રહ્યું છે તે વિશે વધુ માહિતી સામે આવી નથી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

નવું પ્રોફાઇલ બેનર

ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં યુઝર્સ માટે નવા પ્રોફાઈલ બેનરની જાહેરાત કરી છે. જે અંતર્ગત તે યૂઝર્સને તેમની પ્રોફાઇલ પર તેમના શેડ્યૂલ લાઇવ ઇવેન્ટ્સ શેર કરવાની મંજૂરી આપશે. તે તેમને સ્ટોરીઝ દ્વારા આગામી લાઇવ ઇવેન્ટ્સ શેર કરવાની પણ મંજૂરી આપશે.

સ્ટોરી માટે 3d અવતાર

Instagram એ તાજેતરમાં Instagram સ્ટોરીઝ માટે Apple Memoji જેવા 3D અવતારની જાહેરાત કરી હતી. જેમ કે નામથી જ જાણી શકાય છે કે, આ સુવિધા વપરાશકર્તાઓને તેમનો પોતાનો 3D અવતાર બનાવવા અને સ્ટોરીઝ, GIFs દ્વારા શેર કરવાની મંજૂરી આપે છે. આ સુવિધા હાલમાં રોલઆઉટ ફેઝમાં છે.

પ્રોફાઇલ એમ્બેડ

પ્રોફાઇલ એમ્બેડ એ એક નવી સુવિધા છે જેનું ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં યુએસમાં ટેસ્ટિંગ શરૂ કર્યું છે. તે ટૂંક સમયમાં અન્ય દેશોમાં રોલ આઉટ થવાની અપેક્ષા છે. પ્રોફાઇલ એમ્બેડિંગ વપરાશકર્તાઓને પોસ્ટ એમ્બેડ્સની જેમ થર્ડ-પાર્ટી વેબસાઇટ્સ પર તેમની સંપૂર્ણ Instagram પ્રોફાઇલ્સને એમ્બેડ કરવાની મંજૂરી આપે છે.

ક્રિએટર્સ માટે પેઈડ સબ્સ્ક્રિપ્શન્સ

ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં યુ.એસ.માં પેઇડ સબ્સ્ક્રિપ્શન્સનું પરીક્ષણ શરૂ કર્યું છે. વપરાશકર્તાઓ એક્સક્લૂઝિવ કન્ટેન્ટ અને સ્ટોરીઝ માટે તેમના મનપસંદ ક્રિએટર્સને સબ્સ્ક્રાઇબ કરવામાં સક્ષમ હશે. આ સુવિધા હાલમાં યુ.એસ.માં કેટલાક કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં અન્ય દેશોમાં પણ રોલઆઉટ થઈ શકે છે.

90 સેકન્ડની રીલ્સ

Instagram તેના રિલ્સ માટે 90-સેકન્ડની વીડિયો સમય મર્યાદા રજૂ કરશે. કંપની હાલ રિલ્સ માટે 15 સેકન્ડ, 30 સેકન્ડ અને 60 સેકન્ડના વીડિયો રેકોર્ડ કરવાનો વિકલ્પ આપે છે.

આ પણ વાંચો: 8 વર્ષ બાદ Google Chrome એ બદલ્યો પોતાનો લોગો, માત્ર આ યુઝર્સને આવી રહ્યો છે નજર

આ પણ વાંચો: Instagram Tips and Tricks: ડિલીટ કર્યા વિના આ રીતે ઈન્સ્ટાગ્રામની પોસ્ટને કરો હાઈડ, જાણો શું છે ટ્રિક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">