Insta Clarification: હિન્દુ દેવી-દેવતાઓની અપમાનજનક પોસ્ટ પહેલાથી જ દૂર કરવામાં આવી છે : ઇન્સ્ટાગ્રામ

Insta Clarification: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી-દેવતાઓની વાંધાજનક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. અરજદારે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં માંગ કરવામાં આવી છે કે અદાલતે આઇટી એક્ટ 2021નું પાલન કરવા નિર્દેશ આપવો જોઈએ.

Insta Clarification:  હિન્દુ દેવી-દેવતાઓની અપમાનજનક પોસ્ટ પહેલાથી જ દૂર કરવામાં આવી છે : ઇન્સ્ટાગ્રામ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 5:12 PM

Insta Clarification: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી-દેવતાઓની વાંધાજનક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. અરજદારે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં માંગ કરવામાં આવી છે કે અદાલતે આઇટી એક્ટ 2021નું પાલન કરવા નિર્દેશ આપવો જોઈએ. જોકે, ઇન્સ્ટાગ્રામએ કહ્યું કે તેણે વાંધાજનક પોસ્ટને પહેલાથી જ હટાવી દીધી છે.

ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના અનેક બનાવો અવિરત સોશિયલ મીડિયા પર આવતા રહે છે. તેને નિયંત્રિત કરવા માટે સરકારે તાજેતરમાં એક નવો કાયદો લાવ્યો છે. આ અંતર્ગત, દરેક સોશિયલ મીડિયા કંપનીએ ફીડ બેક અધિકારીની નિમણૂંક કરવાની રહેશે. થોડા દિવસો પહેલા, આવી જ વાંધાજનક તસવીર ઇન્સ્ટાગ્રામ પર સામે આવી હતી, જેના આધારે વપરાશકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી.

હવે ઈન્સ્ટાગ્રામએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે તેણે તેના પ્લેટફોર્મ પરથી હિન્દુ દેવી-દેવતાઓને લગતી વાંધાજનક પોસ્ટને હટાવી દીધી છે. આઇટી નિયમો 2021 ના ​​સંપૂર્ણ અમલ માટે હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. આ અરજી પર જસ્ટિસ રેખા પાલ્લીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ નોટિસ પાઠવી હતી. સુનાવણી દરમિયાન ઈન્સ્ટાગ્રામએ કહ્યું કે અમે હિન્દુ દેવી-દેવતાઓને લગતી વાંધાજનક તસવીરને હટાવી દીધી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફરિયાદ અધિકારીની નિમણૂંક કરાઇ ફેસબુકની માલિકીના ઇન્સ્ટાગ્રામ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું કે ઇન્સ્ટા પર વાંધાજક સામગ્રી પહેલાથી જ ઉતારી લેવામાં આવી છે. તેમણે એમ પણ ધ્યાન દોર્યું કે નવા આઇટી કાયદા હેઠળ ફેસબુકએ પહેલાથી જ એક ફરિયાદ અધિકારીની તૈનાત કરી દીધી છે. અને તે જ ઇન્સ્ટાગ્રામ માટે કામ કરશે.

કેન્દ્ર સરકાર પાસેથી કોર્ટે માંગ્યો જવાબ આ કેસમાં અદાલતે નોટિસ પણ પાઠવી અને કેન્દ્ર સરકાર તરફથી જવાબ પણ માગ્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર અને સોશ્યલ મીડિયા નેટવર્કે વિલંબ કર્યા વિના આઇટી નિયમોના પાલન માટે તેમની તમામ એક્ઝિક્યુટિવ, કાયદાકીય અને અન્ય જવાબદારીઓ નિભાવવા નિર્દેશ આપવો જોઇએ. આ સાથે કોર્ટે આ મામલાની આગામી સુનાવણી નિયમિત બેંચ સમક્ષ 16 August નક્કી કરી છે.

અશ્લીલ છબીઓ અને અપમાનજનક સામગ્રી અરજદાર આદિત્યસિંહ દેશવાલે દલીલ કરી હતી કે ઇન્સ્ટાગ્રામ પર તેમને ‘ઇસ્લામ કી શેરની’ નામના વપરાશકર્તા દ્વારા પોસ્ટ કરાયેલ ખૂબ વાંધાજનક સામગ્રી મળી છે. અને હિન્દુ દેવી-દેવતાઓ વિશે અશ્લીલ કાર્ટૂન અને ગ્રાફિક્સની સાથે અભદ્ર ભાષણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અરજદારની રજૂઆત વરિષ્ઠ એડવોકેટ જી. તુષાર રાવ અને એડવોકેટ આયુષ સક્સેનાએ કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામને વિનંતી કરી કે આ સામગ્રીને વહેલી તકે દૂર કરવામાં આવે.

અરજદાર આદિત્ય સિંહ દેશવાલે કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી વખતે તેણે જોયું કે ‘ઇસ્લામ કી શેરની’ નામના વપરાશકર્તાએ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરી છે, જેમાં હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અપશબ્દોભર્યા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તેમના અશ્લીલ કાર્ટૂન બનાવવામાં આવ્યા હતા. અરજદારની તરફેણમાં વરિષ્ઠ વકીલો જી તુષાર રાવ અને આયુષ સક્સેનાએ જણાવ્યું હતું કે વહેલી તકે સામગ્રીને પ્લેટફોર્મ પરથી હટાવી દેવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">