ભારતીયોને નહીં રહેવું પડે Google Mapનાં સહારે, માર્ગ બતાવવા ISRO લાવી રહી છે આ સ્વદેશી એપ

ભારતીયોને નહીં રહેવું પડે Google Mapનાં સહારે, માર્ગ બતાવવા ISRO લાવી રહી છે આ સ્વદેશી એપ
MapMyIndia

ISRO અનુસાર MapmyIndia સાથે ભાગેદારી કરીને લાવી રહી છે સ્વદેશી એપ. જેમાં NavIC, Bhuvan જેવી સ્વદેશી સર્વિસની મદદ લેવામાં આવશે.

Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Feb 13, 2021 | 9:56 AM

ભારત જલ્દીથી જ સ્વદેશી નેવિગેશન એપ્લિકેશન મળશે. સાથે જ મેપિંગ પોર્ટલ અને લોકેશન ડેટા સેવા પણ ઉપલબ્ધ થશે. ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઈઝેશન ISROએ લોકેશન એન્ડ નેવિગેશન ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર MapMyIndia સાથે ભાગીદારી કરી છે. MapMyIndiaના સીઇઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રોહન વર્માએ જણાવ્યું હતું કે ઇસરો દ્વારા સેટેલાઇટની તસવીર અને નિરીક્ષણ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે MapMyIndia ડિજિટલ સેવા પ્રદાન કરશે. તેમણે કહ્યું કે તે આત્મનિર્ભર ભારત અભિયાનમાં એક ઉપલબ્ધી સાબિત થશે. આમાં વપરાશકર્તાને નેવિગેશન સેવાઓ, નકશા અને ભૌગોલિક સેવાઓ માટે આપણા લોકોએ વિદેશી સંગઠનો પર આધાર રાખવો નહીં પડે. રોહન વર્માએ કહ્યું કે હવે તમારે Google Map, Google Earthની જરૂર નહીં રહે.

ISRO અને MapmyIndiaની ભાગીદારી ISRO અનુસાર MapmyIndia સાથે તેમની ભાગેદારી છે. જેમાં NavIC, Bhuvan જેવી સ્વદેશી સર્વિસની મદદ લેવામાં આવશે. જણાવી દઈએ કે ઇન્ડિયન રીજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS)ને NavIC (Navigation with Indian Constellation) કહેવામાં આવે છે. આ ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ છે. જેને ISRO દ્વારા વિકસાવવામાં આવી છે. જ્યારે Bhuvan એક કેન્દીય જીયો પોર્ટલ છે. જેને ઈસરોએ વિકસિત કરી છે અને હોસ્ટ કરે છે. જેમાં લોકેશન ડેટા સર્વિસ અને એનાલિસિસના ટૂલ્સ છે.

શું હશે ખાસ સ્વદેશી નેવિગેશન ઘણી રીતે Google Mapથી ખાસ હશે જેમાં ભારત સરકારની માર્ગદર્શિકાના આધારે સરહદી વિસ્તારો દર્શાવવામાં આવશે. ભારતની એકતા, અખંડિતતાનું વિશેષ ધ્યાન રખાશે. આમાંથી વાસ્તવિક સેટેલાઇટ છબીઓ પણ મળશે, જે ઇસરો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્વદેશી સંશોધક એપ્લિકેશન સંપૂર્ણપણે ફ્રી હશે. સ્વદેશી નેવિગેશન એપ્લિકેશન કોઈપણ જાહેરાત અને વ્યવસાય મોડેલ સાથે નહીં જોડાય. MapMyIndiaના નકશામાં ભારતનાં લગભગ 7.5 લાખ ગામડાં, રસ્તાઓ, 7500 થી વધુ શહેરોનાં મકાનો આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત દેશભરમાંથી 63 લાખ કિ.મી. માર્ગના નેટવર્કની વિગત છે. MapMyIndia લગભગ 30 કરોડ સ્થળોની માહિતી પ્રદાન કરે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati