India vs Sri Lanka 1st ODI : આ સ્ટેપ્સ ફોલોવ કરીને જીઓ યૂઝર્સ ફ્રીમાં લાઇવ મેચની મજા લઇ શકશે
જીઓ યૂઝર્સ માટે જિઓ ટીવીની સર્વિસ ફ્રી છે. જો તમે જીઓ યૂઝર છો અને તમારો પ્લાન એક્ટિવ છે તો તમે જીઓ ટીવી પર આ મેચને લાઇવ જોઇ શકો છો.
જો તમે જીઓ (Jio) યૂઝર છો તો ભારત અને શ્રીલંકા (India vs Shrilanka) વચ્ચે યોજાનાર આગામી વનડે મેચને તમે ફ્રીમાં લાઇવ જોઇ શક્શો. આ વનડે મેચ કોલંબોના કે આર પ્રેમદાસા (R Premadasa Stadium) સ્ટેડિયમમાં રમાશે. આ ટૂરમાં બીસીસીઆઇએ (BCCI) નવા પ્લેયર્સને ચાન્સ આપ્યો છે. આ ટૂરમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ શિખર ધવનના (Shikhar Dhawan) હાથમાં હશે. ભારત શ્રીલંકા સાથે 3 વનડે અને 3 ટી-20 (T-20 Match) મેચ રમશે અને જીયો તેના યૂઝર માટે આ મેચનું એક્સક્લુઝિવ લાઇવ સ્ટ્રીમિંગ લઇને આવી રહ્યુ છે. જો તમે જિઓના યૂઝર છો તો જાણો કઇ રીતે તમે આ મેચનો આનંદ માણી શકો છો
જીઓ યૂઝર્સ માટે જિઓ ટીવીની સર્વિસ ફ્રી છે. જો તમે જીઓ યૂઝર છો અને તમારો પ્લાન એક્ટિવ છે તો તમે જીઓ ટીવી પર આ મેચને લાઇવ જોઇ શકો છો. જો તમારા ફોનમાં જીઓ ટીવી એપ નથી તો તમારે પહેલા તેને ડાઉનલોડ કરવી પડશે
આ સ્ટેપ્સને ફોલો કરીને લાઇવ મેચ જોઇ શકો છો
- પ્લેસ્ટોર પર જઇને જીઓ ટીવી ટાઇપ કરો
- ત્યાર બાદ જીઓ ટીવી એપને ડાઉનલોડ કરો
- ડાઉનલોડ થયા બાદ એપ્લિકેશનમાં જરૂરી માહિતી નાખો
- ફોન નંબર અને તેના પર આવેલો ઓટીપી નાખીને તમે લાઇવ ટીવી જોઇ શકો છો
- નીચે તમને ઘણા ઓપ્શન જોવા મળશે.
- હવે તમે ટીવીના ઓપ્શન પર ક્લિક કરો
- લાઇનમાં કેટલીક ચેનલ્સ જોવા મળશે
- હવે સોની ટેન પર ક્લિક કરો અને લાઇવ મેચ તમારા ફોનમાં જોવા મળશે
આ પણ વાંચો – Vadodara ના પીઆઈ અજય દેસાઇની પત્ની ગુમ થવાના કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપાઈ : ગૃહ મંત્રી
આ પણ વાંચો – Birthday Special : ‘જય હો’ થી ‘કર હર મેદાન ફતેહ’ સુધી, Sukhwinder Singh ના બહેતરીન ગીતો જે ભરી દેશે તમારામાં એનર્જી