જો તમારી Android એપ્લિકેશન સતત ક્રેશ થઈ રહી છે, તો આ રીતે કરો અપડેટ

સામાન્ય રીતે ફોનમાં એન્ડ્રોઇડ એપ્લિકેશન સારી રીતે ચાલતી હોય છે. જેની માટે સતત અપડેટ આવતા રહેતા હોય છે. જો કે તેમ છતાં તમારા મોબાઇલમાં Android એપ્લિકેશન સતત ક્રેશ થતી હોય તો અમે તમારી માટે એક સરળ ટેકનીક લઇને આવ્યા છે. જેથી તમારો આ પ્રશ્ન કાયમ માટે ઉકેલાઇ જશે.

જો તમારી Android એપ્લિકેશન સતત ક્રેશ થઈ રહી છે, તો આ રીતે કરો અપડેટ
Android app crashing Mobile Image

સામાન્ય રીતે ફોનમાં એન્ડ્રોઇડ એપ્લિકેશન સારી રીતે ચાલતી હોય છે. જેની માટે સતત અપડેટ આવતા રહેતા હોય છે. જો કે તેમ છતાં તમારા મોબાઇલમાં Android એપ્લિકેશન સતત ક્રેશ થતી હોય તો અમે તમારી માટે એક સરળ ટેકનીક લઇને આવ્યા છે. જેથી તમારો આ પ્રશ્ન કાયમ માટે ઉકેલાઇ જશે.

જેમાં સોમવારે ઘણા બધા Android યુઝર્સને જીમેલ અને અન્ય એપ્લિકેશન બંધ થવાનો પ્રશ્ન સામે આવ્યો હતો. જેમાં કેટલાંક સંશોધનોમાં એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂના લીધે સિસ્ટમ ક્રેસ થવાનું બંધ થયું હતું. જો કે તેની બાદ ગૂગલે આ ઇસ્યુને કાયમ માટે ફિકસ કરી દીધો હતો. જેમાં એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂ અને ક્રોમ વર્ઝન 89.0.4389. 105: ને અપડેટ કર્યું હતું.

આ સ્ટેપ ફોલો કરો 

Play Store પર જાવો
તેમાં Android સિસ્ટમ વેબવ્યૂ શોધો
તમે “અપડેટ” વિકલ્પ પસંદ કરો
આ પગલાંને ગૂગલ ક્રોમ પર પુનરાવર્તિત કરો.

Play Store listing for Android System

Play Store listing for Android System

તેમજ જો જો આ બગ તમારા Android ડિવાઇસને અસર કરી રહ્યું છે. તો સમજો કે Android એપ્લિકેશનો વેબવ્યૂ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જે વેબ સામગ્રી ડિસ્પ્લે માટે જવાબદાર છે જ્યારે દર થોડા અઠવાડિયામાં ક્રોમની સાથે અપડેટ કરવામાં આવે છે. તે ક્રેશ થતી રહેશે. જેમાં જીમેલ સામેલ છે. જેને ઘણા યુઝર્સ ક્રેસ થયેલા જોઇ રહ્યા છે. ગૂગલે ઇમેઇલ મુદ્દાને સ્વીકાર્યો છે અને ફિક્સ કરવા સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે. જ્યારે યુઝર્સને વેબ ઇન્ટરફેસની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

ગુગલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર “અમે Android પર કેટલીક એપ્લિકેશનોને ક્રેશ થવાને કારણે વેબવ્યુની સમસ્યાથી વાકેફ થયા છે. અમે હાલ આ સમસ્યાને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ અને તે હાલ પ્રગતિમાં છે. ”

આ સમસ્યાના તાત્કાલિક સોલ્યુશન માટે તમે પ્લે સ્ટોર પર જાવો અને એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂ પર કિલક કરો અથવા સીધા જ ‘ માય એપ્સ એન્ડ ગેમ પેજ પર ડાબી બાજુ સ્વીપ કરીને ઇન્સ્ટોલ ટેબને સ્ક્રોલ ડાઉન કરો. તેને અનઇન્સ્ટોલ કરો. તેને કન્ફર્મ કરો.

આ ઉપાય કરતા તમારી સિસ્ટમ ક્રેશ થવાનું બંધ થશે. જેમાં સેમસંગ સપોર્ટ પણ આ પગલાં લેવાની ભલામણ કરી છે. જો કે આ સમસ્યા દરેક યુઝર્સને થયો ન હતો. જો કે આ પ્રશ્ન કેટલીક ડિવાઇસ પિકસલ અને અન્ય ડિવાઇસમાં જોવા મળ્યો હતો.

ગૂગલે એન્ડ્રોઇડ સિસ્ટમ વેબવ્યૂના ખરાબ અપડેટને રોલ આઉટ કરી દીધું છે. જો કે એક વાર સમસ્યાનું સમાધાન થયા બાદ સિક્યુરિટી માટે વેબવ્યૂના નવા વર્ઝનને આગામી અપડેટમાં મૂકવામાં આવશે.