
Checklist AC buying guide India 2022
Image Credit source: File Photo
ઉનાળા(Summer)ની કાળઝાળ ગરમી ચરમસીમાએ છે અને ઘણા લોકો કુલર લગાવ્યા પછી પણ રાહત મેળવી રહ્યા નથી. આવી સ્થિતિમાં ઘણા લોકો આ ગરમીથી રાહત મેળવવા માટે એકદમ નવું અને સારું એસી (5 Star AC) ખરીદતા હોય છે તો તે પહેલાં તમારે એક ચેક લિસ્ટ બનાવી લેવું જોઈએ. આ લિસ્ટમાં તમારે જગ્યાથી લઈને વીજળીના બિલ(Electricity bill)નો લોડ વધારવા સુધીના કામ સામેલ છે. જો તમે મીટરનું લોડ નહીં વધારો તો તમારે વીજળી વિભાગ તરફથી દંડ પણ ભોગવવો પડી શકે છે.
આજે અમે તમને એક ચેક લિસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેઓ પહેલીવાર પોતાના ઘરમાં એસી (AC) લગાવવા જઈ રહ્યા છે. આ સાથે તે તેમને એ નક્કી કરવામાં પણ મદદ કરશે કે ઘરમાં કયું વિન્ડો એસી કે સ્પ્લિટ એસી લગાવવું જોઈએ.
- જગ્યા પર ધ્યાન આપોઃ જો તમારે ઘરની કોઈપણ જગ્યાએ એકદમ નવું AC લગાવવું હોય તો પહેલા એસી ક્યાં મૂકવું તેના પર ધ્યાન આપો, પછી તમે જાણી શકશો કે વિન્ડો એસી ત્યાં ફિટ થઈ જશે નહીં તો તમે સ્પ્લિટ એસી ઈન્સ્ટોલ કરી શકો છો.
- મીટરના કિલોવોટ પર ધ્યાન આપો: એકદમ નવું AC ખરીદતા પહેલા ધ્યાન રાખો કે તમારો વીજળીનો લોડ કેટલો છે. જો તમે 2 kW ચલાવી રહ્યા છો તો 1.5 ટન AC લગાવ્યા પછી મીટરનો લોડ લગભગ 4 kW સુધી વધારવો ફાયદાકારક છે.
- સ્ટેબિલાઈઝરનું પણ ધ્યાન રાખોઃ AC ખરીદતી વખતે તેની સાથે સ્ટેબિલાઈઝર ખરીદવું પડે છે. તેથી, નવું AC ખરીદતી વખતે તમારે સ્ટેબિલાઈઝર પણ લેવું પડશે, જે તમે ઑનલાઈન અને ઑફલાઈન બંનેમાંથી ખરીદી શકો છો.
- AC ખરીદતી વખતે BEE સ્ટાર રેટિંગનું ધ્યાનમાં રાખો: એકદમ નવું એસી ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે તે લેટેસ્ટ ટેક્નોલોજી ઇન્વર્ટર અથવા 5 સ્ટાર BEE રેટિંગ સાથે આવે છે. તેનાથી વીજળીની બચતમાં પણ મદદ મળશે.
- ઈન્વર્ટર અને નોન-ઈન્વર્ટર પર ધ્યાન આપોઃ ઘરમાં AC ખરીદતા પહેલા ધ્યાન આપો કે તે કઈ ટેક્નોલોજી પર કામ કરે છે. મતલબ ઈન્વર્ટર અને નોન-ઈન્વર્ટરની કાળજી લો.